Matthew 6

Matthew 6:1

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ

પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચવા ભીડમાં કોઈ પીપુડું વગાડે એમ તું ના કર. (જુઓ: રૂપક)

વખાણ

જુઓ ૫:૧૬.

Matthew 6:3

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ના જાણે

આ રૂપક સંપૂર્ણ ગુપ્તતા જાળવવા માટે વપરાયું છે. સામાન્ય રીતે બંને હાથ સાથે જ કામ કરે છે અને એમ કહી શકાય કે એકબીજાના કામકાજ થી સંપૂર્ણ “વાકેફ” જ હોય છે, જ્યારે તમે ગરીબને દાનધર્મ કરો ત્યારે તમારું બહુ જ અંગત કે નજીકનું (વ્યક્તિ) પણ જાણવું ન જોઈએ. (જુઓ: રૂપક)

તારા દાનધર્મ ગુપ્તમાં થાય

“અન્ય કોઈને પણ જાણ ન થાય તે રીતે ગરીબને દાન કર.”

Matthew 6:5

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” કલમ ૫ અને ૭ માં વપરાયા છે તે બહુવચનમાં છે, કલમ ૬ માં તેઓ એકવચનમાં છે, પરંતુ તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.

હું તમને ખચીત કહું છું કે

એટલે: “હું તમને સત્ય કહું છું કે”

તારી (અંદરની) ઓરડીમાં જા

એટલે: “ખાનગી/ગુપ્ત ઠેકાણે જા” અથવા “તારી ઓરડીમાં જા.”

તારો બાપ જે ગુપ્તમાં જુએ છે

આને આ રીતે પણ કહી શકાય કે “લોકો ગુપ્તમાં શું કરે છે તે તારો બાપ જુએ છે.”

અમથો લવારો

અર્થ વગરના શબ્દોનું પુનરાવર્તન કર્યા કરવું.

બહુ બોલવું

“લાંબી પ્રાથનાઓ” અથવા “ઘણા શબ્દો”

Matthew 6:8

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. ઈસુ એક સમૂહની સાથે વાત કરી રહ્યાં છે તેથી બહુવચન માં જેમ કે “તમે આ પ્રમાણે પ્રાર્થના કરો.” “ઓ આકાશમાં ના બાપ” પછી ના બધા “તારા/તારી/તારું” એકવચનમાં છે.

તારું નામ પવિત્ર મનાઓ

“સર્વ જાણે કે તું પવિત્ર છે એવું અમે ઇચ્છીએ છીએ.”

તારું રાજ્ય આવો

“સર્વમાં અને સર્વત્ર તારો અધિકાર/રાજ આવે એવું અમે ઇચ્છીએ છીએ”

Matthew 6:11

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

બધા જ “અમે,” “અમને,” અને “અમારા,” ઈસુના શ્રોતાઓના સબંધી વપરાયા છે. (જુઓ: )

ઋણો

ઋણ એ એક વ્યક્તિનું બીજાને ચૂકવવાનું બાકી ઉધાર છે. આ રૂપક પાપ માટે વપરાયું છે. (જુઓ: રૂપક)

ઋણીઓ

ઋણી એ વ્યક્તિ છે જેને બીજાને ઉધાર ચૂકવવાનું બાકી છે. આ રૂપક પાપીઓને માટે વપરાયો છે.

Matthew 6:14

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

Matthew 6:16

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” કલમ ૧૭ અને ૧૮ માં વપરાયા છે તે એકવચનમાં છે પણ તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.

વળી

“પણ”

માથા પર તેલ ચોળ

“સામાન્ય રીતે તમે રોજ જેવા દેખાઓ છો એવા જ દેખાઓ.” તેલ “ચોળવું” અહીં વાળની રોજબરોજ ની સામાન્ય સંભાળની વાત છે. અહીં તેની “ખ્રિસ્ત” કે “અભિષિક્ત કરેલ” સાથે નિસ્બત નથી.

Matthew 6:19

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે સિવાય કે કલમ ૨૧, જ્યાં તે એકવચન છે.

તમારે સારુ આકાશમાં દ્રવ્ય એકઠું કરો

અહીં દ્રવ્ય એ આપણને ખુશ કરી દેતી ભૌતિક વસ્તુઓ/બાબતો છે.

Matthew 6:22

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચનમાં છે જોકે જેને બહુવચનમાં પણ સમજી શકાય.

શરીરનો દીવો તે આંખ છે

“દીવાની માફક જ આંખ આપણને બધું સ્પષ્ટ રીતે જોવા માટે મદદરૂપ છે. (જુઓ: રૂપક)

માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું હશે

જો તારી આંખો તંદુરસ્ત હોય ને તું જોઈ શકે તો તારા આખા શરીરની કામગીરી બરાબર ચાલે. એટલે તું ચાલી શકે, કામ કરી શકે વગેરે. દેવ જેમ જુએ છે તેમ બધી બાબતો જોવાને માટેનું આ રૂપક છે, ખાસ કરી ને ઉદારતા અને લોભની બાબતમાં. (જુઓ: )

આંખ

આને આપણે બહુવચન “આંખો” પણ ગણી શકીએ.

પ્રકાશે ભરેલી હોય

“ડહાપણ ભરેલી/સમજપૂર્વકની” (આંખો) માટે આ રૂપક વાપર્યું છે.

જો તારી આંખ ભૂંડી હોય

અહીં કોઈ જાદુટોણાં ની વાત નથી. વૈકલ્પિક ભાષાંતર: “દેવ જેમ જુએ છે તેમ તું જોતો નથી.” આ લોભ/લાલચ માટેનું રૂપક પણ હોય શકે.

તારામાં જે અજવાળું છે તે જો અંધકાર હોય

“તું જેને પ્રકાશ માને છે તે જ જો અંધકારરૂપ હોય.” જ્યારે કોઈ એમ માને કે તે પોતે દેવ જેમ સઘળી બાબતો જુએ છે તેમ જ જુએ/સમજે છે પણ એવું હોતું નથી તેને માટે આ રૂપક વાપરેલ છે.

તે અંધકાર કેટલો મોટો!

અંધકાર માં હોવું એક ખરાબ બાબત છે. અંધકારમાં હોવા છતાં જો કોઈ પોતે અજવાળામાં છે એવું માનતો હોય તે એથી પણ ખરાબ છે.

કેમ કે તે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે

આ બે વાક્યો પણ એક જ બાબત દર્શાવે છે

દેવની અથવા દ્રવ્યની, એમ બંને પર એક જ સમયે પ્રીતિ કરવી અને આધીન થવું શક્ય નથી. (જુઓ: )

દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં

“એક જ સમયે દેવ અને પૈસા એમ બંનેની ભક્તિ થઇ શકે નહીં”

Matthew 6:25

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

શું જીવન ખોરાક કરતા અને શરીર કપડાં કરતાં અધિક નથી?

ખોરાક અને કપડાં જીવનની સૌથી અગત્યની બાબતો નથી. આ પ્રશ્ન નો મતલબ એ છે કે “તમે જે ખાઓ અને પહેરો છો તેના કરતાં જીવન કંઇક અધિક છે.” વૈકલ્પિક ભાષાંતર: “જીવન ખોરાક કરતાં અધિક છે, છે કે નહીં? અને શરીર કપડાં કરતા અધિક છે, છે કે નહીં?” (જુઓ: )

કોઠાર

અનાજના મોટા જથ્થાને સંગ્રહ કરવાની જગ્યા

તમે તેમના કરતા વધુ મૂલ્યવાન નથી શું?

આ પ્રશ્ન નો અર્થ, “તમે પક્ષીઓ કરતાં કંઇ અધિક મૂલ્યવાન છો.” વૈકલ્પિક ભાષાંતર: “પક્ષીઓ કરતા તમે કંઇ અધિક મૂલ્યવાન છો, છો કે નહીં?”

Matthew 6:27

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળને એક હાથભર વધારી શકે છે?

આ પ્રશ્ન નો મતલબ એ છે કે કોઈ પણ માણસ ચિંતા કરીને દીર્ઘાયુષ્ય મેળવી શકતો નથી. (જુઓ: )

હાથભર

એક “હાથભર” અથવા “ક્યુબીટ” એ અડધા મીટર કરતા થોડું ઓછુ (અંતર) છે. જીવનકાળ માં વધારો કરવા માટે આ રૂપક વપરાયું છે. (જુઓ: બાઈબલના અંતર અને રૂપક)

અને લૂગડાં સબંધી તમે ચિંતા શા માટે કરો છો?

આ પ્રશ્ન નો અર્થ એ છે કે “તમે શું પહેરશો એ સબંધી તમારે ચિંતા કરવી જોઈએ નહીં.”

વિચાર કરો

“સમજો”

ફૂલઝાડ/કમળ/ફૂલ

એક જાત ના જાતે ઉગી નીકળતા/જંગલી ફૂલ

Matthew 6:30

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

ઘાસ

આ અહીં જમીનમાં જાતે ઉગી નીકળતા ઘાસ અને ફૂલઝાડ ની વાત છે.

ભઠ્ઠી માં ફેંકાય છે

ઈસુના સમયમાં રોટલી શેકવાના ભઠ્ઠા માટે યહુદીઓ સામાન્ય રીતે સુકા ઘાસનો ઉપયોગ કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: “અગ્નિમાં ફેંકાય” અથવા “બાળી નંખાય.”

ઓ અલ્પવિશ્વાસીઓ

અહીં ઈસુ લોકોને ઠપકો આપે છે કારણ કે તેઓનો દેવ પરનો વિશ્વાસ થોડો/અલ્પ જ છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે, જેઓનો વિશ્વાસ બહુ થોડો છે” અથવા નવા વાક્ય તરીકે, “તમારો વિશ્વાસ શા માટે બહુ થોડો જ છે?”

માટે

વૈકલ્પિક ભાષાંતર: “આ બધાને લીધે”

Matthew 6:32

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

માટે ...માટે

અહીં વાક્યની શરૂઆત માં તેનો ઉપયોગ ૬:૩૧ ને વધુ સ્પષ્ટ કરે છે. એટલે કે વિદેશીઓ આ બાબતો શોધે છે, માટે “ચિંતા ન કરો”; “તમારો આકાશમાં નો બાપ જાણે છે કે તમને એની જરૂર છે,” માટે “ચિંતા ન કરો.”

માટે

વૈકલ્પિક ભાષાંતર: “આ બધી બાબતોને લીધે.”

આવતીકાલ પોતાની ચિંતા પોતે જ કરશે

આ વ્યક્તિત્વકરણ ખરેખર તો જે વ્યક્તિ બીજો દિવસ જોવા જીવંત છે તેને દર્શાવે છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)

દહાડાને સારુ તે દહાડાનું દુઃખ પૂરતું છે

આને આ રીતે પણ સમજી શકાય, “જે તે દિવસનું દુઃખ એ દિવસ માટે ઓછુ નથી”