Matthew 5

Matthew 5:1

અધ્યાય ૫

૭ એ એક જ ઘટના (દર્શાવે) છે. ઈસુ પહાડ પર ચઢી તેના શિષ્યોને શીખવે છે.

તેણે પોતાનું મોં ઉઘાડ્યું

“ઈસુએ બોલવાની શરૂઆત કરી.”

તેમને શીખવ્યું

અહીં “તેમને” તેના શિષ્યોને દર્શાવે છે.

આત્મા માં રાંક

“જેઓને ખબર છે કે તેમને દેવ ની જરૂર છે.”

જેઓ શોક કરે છે

આ એ લોકો છે કે જેઓ શોકગ્રસ્ત છે કારણ કે ૧) જગત પાપમય છે અથવા ૨) તેમનાં પોતાના પાપ સબંધી, અથવા 3) કોઈ ના મૃત્યુ ને લીધે.

તેઓ દિલાસો પામશે

વૈકલ્પિક ભાષાંતર: “દેવ તેમને દિલાસો આપશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

Matthew 5:5

ઈસુ પોતાના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે જે ૫:૧ થી શરૂ થયું.

ન્યાયીપણાની ભૂખ અને તરસ

“ખોરાક અને પાણીની ની જેમ જ ન્યાયી જીવન જીવવાની અભિલાષા” (જુઓ: રૂપક)

તેઓ ધરાશે

“દેવ તેમને ધરાય ત્યાં સુધી આપશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

મન માં શુદ્ધ

“એ લોકો જેમના મન/હૃદય શુધ્ધ છે.”

તેઓ દેવ ને જોશે

“તેમને દેવની સાથે રહેવાનું મળશે” અથવા “દેવ તેમને તેની સાથે રહેવા દેશે”

Matthew 5:9

અહીં ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

સલાહ કરાવનારા

આ એ લોકો છે જે બે જણ/જૂથ વચ્ચે શાંતિ સ્થાપે/કરાવે.

દેવના દીકરા

આ દેવના પોતાના દીકરા છે. (જુઓ: રૂપક)

જેઓની સતાવણી કરાઈ છે

વૈકલ્પિક ભાષાંતર: “જેમની સાથે અન્ય લોકો એ અન્યાય કર્યો છે.”

ન્યાયીપણા ની ખાતર

“કારણ કે તેઓ દેવ જે કહે તે જ કરે છે”

આકાશનું રાજ્ય તેઓનું છે

“દેવ તેમને આકાશના રાજ્યમાં રહેવા દે છે.” તેઓ આકાશના રાજ્યના માલિક નથી બની જતા પણ દેવ તેમને ત્યાં તેની હજૂરમાં જીવવાનો અધિકાર આપે છે.

Matthew 5:11

અહીં ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

મારા લીધે તમારી વિરુદ્ધ

“તમે મારી પાછળ ચાલો છો એ કારણ થી તમારી વિરુદ્ધ અસત્યતા થી” અથવા “મારા પરના તમારા વિશ્વાસને લીધે તમે જે કર્યું નથી તે માટે તમને જવાબદાર ઠેરવે”

આનંદ કરો અને ઘણા હરખાઓ

“આનંદ કરો” અને “ઘણા હરખાઓ” આ બંને નો અર્થ એકસમાન છે. ઈસુ તેના સાંભળનારાઓને ફક્ત હરખાવાનું જ નહીં પણ એથી વધારે જો કંઈ શક્ય હોય તો તે કરવા કહે છે. (જુઓ: )

Matthew 5:13

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

તમે જગતનું મીઠું છો

“તમે જગતના લોકો માટે મીઠા સમાન છો” અથવા “જેમ ખોરાક માટે મીઠું હોય તેમ જગત માટે તમે છો.” આનો મતલબ ૧) જેમ મીઠું ખોરાકને ઉમદા/સ્વાદિષ્ટ બનાવે તેમ તમે તમારી અસર થી જગત ના લોકોને ઉમદા બનાવો, અથવા ૨) જેમ મીઠું ખોરાકને લાંબા સમય સુધી બગડવા ન દે તેમ તમે પણ લોકોને સંપૂર્ણ ભ્રષ્ટ થવા ન દો. (જુઓ: રૂપક)

જો મીઠું બેસ્વાદ થાય

આનો મતલબ: ૧) “મીઠું જે કામ માટે વપરાય છે તે ના કરી શકે તો, અથવા ૨) “જો મીઠું સ્વાદ ગુમાવી દે તો.”

તેને ફરી ખારું કેવી રીતે કરાશે?

“તેને ફરી ઉપયોગી કેવી રીતે કરાશે?” અથવા “તેને ફરી કોઈ રીતે ઉપયોગમાં લઇ શકાય નહીં.” (જુઓ: )

બહાર ફેંકાવા અને માણસોના પગ તળે છુંદાવા સિવાય

“માણસો જ્યાં ચાલે એ માર્ગ પર ફેંકાવા સિવાય એ બીજી કોઈ રીતે ઉપયોગી નથી.

તમે જગતનું અજવાળું છો

“આ જગતના લોકો માટે તમે અજવાળું/પ્રકાશ છો”

પહાડ પર વસાવેલું નગર છુપું રહી શકે નહીં

“પહાડ પર વસાવેલા નગરનો પ્રકાશ રાતે છુપો રહી શકે નહીં” અથવા “પહાડ પર વસાવેલા નગર નો પ્રકાશ દરેક જણ જુએ છે.” (જુઓ: )

Matthew 5:15

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

ન કોઈ માણસ દીવો સળગાવી

“કોઈ માણસ દીવો સળગાવી...નહી.”

દીવો

એક નાના શકોરા જેવું જેમાં વાટ હોય અને તેલ (જૈતુનનું) પુરેલું હોય. મુખ્ય બાબત તે અજવાળું/પ્રકાશ આપે છે તે છે.

ટોપલી/છાબડા નીચે

“દીવા ને ટોપલી/છાબડા નીચે મૂકવું.” પ્રકાશ સળગાવી લોકો ન જુએ એમ દીવા ના પ્રકાશને સંતાડી દેવો એ કેવું મૂર્ખતા ભરેલું છે એમ આ કથન દર્શાવે છે.

Matthew 5:17

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

કાનો અથવા માત્રા પણ નહીં

સૌથી નાનો અક્ષર કે તેની નાની માત્રા” અથવા “બહુ મહત્વના ના લાગે એવા નિયમ પણ” (જુઓ: રૂપક)

આકાશ તથા પૃથ્વી

“દેવે સૃજેલું સઘળું” (જુઓ: )

આ સઘળાં પરિપૂર્ણ થશે ત્યાં સુધી

“નિયમ(શાસ્ત્ર) માં લખેલ સઘળું દેવે પરિપૂર્ણ કરેલ છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

Matthew 5:19

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

આ સૌથી નાની આજ્ઞાઓમાંથી જો કોઈ તોડશે

“આ આજ્ઞાઓનો જે કોઈ પણ ભંગ કરશે, નાનામાં નાની આજ્ઞાનો પણ”

તે સૌથી નાનો કહેવાશે

“દેવ એવા લોકોને સૌથી ઓછા અગત્યના ગણશે.”

સૌથી નાનાં

“મહત્વ/અગત્યતા માં સૌથી નીચે”

તેમને શીખવે

દેવની આજ્ઞાઓ શીખવે

મોટો/મહાન

“સૌથી અગત્ય/મહત્વ નો”

તે

અહીં બહુવચન છે.

Matthew 5:21

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તમે સાંભળ્યું છે” અને “પણ હું તમને કહું” એ લોકોને ઉદ્દેશીને બહુવચનમાં કહેવાયું છે. “હત્યા ન કર” એ એકવચન માં છે પણ અહીં તે “તમે હત્યા ન કરો” એમ પણ કહી શકાય.

પણ હું તમને કહું

અહીં “હું” પર ભાર મુકાયો છે. તેનો મતલબ ઈસુ જે કહે છે તે દેવની અગાઉની આજ્ઞાની જેમ જ મહત્વનું છે.

હત્યા

અહીં “હત્યા” એ ખૂન/ઘાત દર્શાવે છે, જો કે મારી નાખવાના બધા પ્રકારનો એમાં સમાવેશ ન કરાય.

ભાઈ

“ભાઈ” અહીં ખરેખરો ભાઈ કે પડોશી નહીં પણ અન્ય વિશ્વાસી (એક જ વિશ્વાસમાં ભાગીદાર) દર્શાવે છે.

પાજી...મુર્ખ

જે લોકો યોગ્ય રીતે વિચારી શકતા નથી તેમને માટે વપરાતો અપમાનજનક શબ્દ.

“પાજી” નો અર્થ “અક્કલહીન” ને વધારે મળે છે જ્યારે “મુર્ખ ” દેવની અવજ્ઞા કરનાર તરફ ઈશારો કરે છે.

ન્યાયસભા

આ યરુશાલેમ ની મુખ્ય સભા સાન્હેદ્રીન નહીં પણ કોઈએક સ્થાનિક સભાની વાત હોય એમ લાગે છે.

Matthew 5:23

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

તું

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચન છે, પણ અહીં તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.

તારું અર્પણ

“ભેટ આપવી” અથવા “અર્પણ લાવવું”

અને ત્યાં તને યાદ આવે

“ત્યાં વેદીની આગળ તું ઊભો હોય અને તને યાદ આવે”

તારા ભાઈને તારી વિરુદ્ધ કઈ છે

“અન્ય વ્યક્તિ ને તમારાથી જે નુકસાન થયું હોય તે તેને યાદ હોય”

પહેલા તારા ભાઈ સાથે સલાહસંપ કર

“તારી ભેટ અર્પણ કરે એ પહેલા તારા ભાઈ સાથે સંપ કર” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

Matthew 5:25

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચન છે, પણ અહીં તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.

રખેને તારો વાદી તને સોંપે

“તારો વાદી તને સોંપે એના પરિણામે” અથવા “કારણ કે તારો વાદી તને સોંપે”

તને ન્યાયાધીશ ને સોંપે

“તને કોર્ટ માં લઇ જાય”

સિપાહી

ન્યાયાધીશના નિર્ણયનો અમલ કરવાનો અધિકાર જેની પાસે છે એ.

ત્યાં

કેદમાં

Matthew 5:27

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તમે સાંભળ્યું છે” અને “હું તમને કહું” બહુવચનમાં છે. “તું ન કર” એકવચનમાં છે.

કરે છે

કશું કરવા અથવા અમલમાં મૂકવા સબંધી.

પણ હું તમને કહું

અહીં “હું” પર ભાર મૂકવામાં આવ્યો છે, જે દેવની પહેલાની આજ્ઞા જેટલું જ મહત્વનું ઈસુ જે કહી રહ્યાં છે તે છે એમ દર્શાવવાનો છે.

જે કોઈ સ્ત્રી ને ખોટી નજરથી જુએ છે તેણે પોતાના મનમાં જ તેની જોડે વ્યભિચાર કર્યો છે કરે છે.

આ રૂપક દર્શાવે છે કે જો કોઈ સ્ત્રીને ખોટી નજર થી જુએ છે તો પણ તેણે જાણે કે વ્યભિચાર કર્યો હોય એમ અપરાધી ઠરશે. (જુઓ: રૂપક)

સ્ત્રીને ખોટી નજર થી જુએ છે

“બીજી સ્ત્રીને પામવાની લાલસા કરવી”

Matthew 5:29

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચન છે, પણ અહીં તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.

જમણી આંખ...જમણો હાથ

સૌથી અગત્યની આંખ અને હાથ, ડાબી આંખ અને ડાબા હાથ ની સરખામણીમાં. (જુઓ: )

જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે

“જે તું જુએ છે તે તને ઠોકર ખવડાવે” અથવા “જે તું જુએ છે તેના લીધે જો તું પાપ કરવા ચાહે.” “ઠોકર” પાપ માટેનું એક રૂપક છે. ઈસુ અહીં કટાક્ષ કરે છે, કારણ કે સામાન્ય રીતે ઠોકર ના વાગે માટે લોકો પોતાની આંખો નો ઉપયોગ કરે છે. (જુઓ: )

બહાર ખેંચી કાઢ

“જોરથી દૂર કરી દે” અથવા “તેનો નાશ કરી દે”

કાઢીને દૂર ફેંકી દે

“તેનાથી છુટકારો પામ”

તારા અવયવો માનો એક નો નાશ થાય

“તારા શરીરનું એક અંગ ગુમાવવું પડે”

જો તારો જમણો હાથ તને

જમણા હાથની ગતિવિધિ અહીં જાણે કે વ્યક્તિત્વની સાથે સરખાવાયું છે. (જુઓ: )

Matthew 5:31

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

એમ પણ કહેલું હતું...

કહેનાર તો દેવ છે. ઈસુ અહીં એ દર્શાવવા માટે પરોક્ષ વાણી વાપરે છે કે દેવ થવા દેવના વચન ની સાથે તે અસંમત થતા હોય એમ નથી. પરંતુ ઈસુનું કહેવું એમ છે કે સાચા કારણ ને લીધે થયેલા છૂટાછેડા જ માન્ય ગણાય. જો એમ ન હોય તો ભલે પુરુષ નિયમ પ્રમાણે છુટા છેડા નું પ્રમાણપત્ર લખી આપે તો પણ એ અયોગ્ય જ ગણાય. (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તેની પત્ની ને મૂકી દે

છૂટાછેડા માટે આ એક સૌમ્યોક્તિ છે.

તે આપે

આ આજ્ઞા છે: “તેણે આપવું જ”

પણ હું તમને કહું

અહીં જે “કહેવામાં આવ્યું છે” તેના કરતા ઈસુ કઈ અલગ કહેશે એવું સૂચવે છે. અહીં “હું” પર ભાર મુકવાનો અર્થ એવું સૂચવવાનો છે કે ઈસુ જે કહે છે તે જે “કહેવામાં” આવ્યું હતું તેના કરતા વધારે અગત્યનું છે.

તેણીની પાસે વ્યભિચાર કરાવે છે

અહીં પુરુષ જો પોતાની સ્ત્રીને અયોગ્ય (કારણોને લીધે) ફારગતી આપે તો તે “તેણીની પાસે વ્યભિચાર કરાવે છે.” ઘણા બધા સમાજ માં પુનઃલગ્ન હવે સામાન્ય છે, પરંતુ જો છુટા છેડા અયોગ્ય હોય તો પુનઃલગ્ન એ વ્યભિચાર છે.

Matthew 5:33

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તું” અને “તમે સાંભળ્યું છે” અને “પણ હું તમને કહું” એ લોકોને ઉદ્દેશીને બહુવચનમાં કહેવાયું છે. “તું સમ ના ખા” માં “તું” અને “...પુરા કર” એ એકવચન માં છે.

જે કહેવામાં આવ્યું હતું તે તમે સાંભળ્યું છે

“તમારા ધાર્મિક આગેવાનોએ તે તમને કહ્યું છે, ‘પુરાતન કાળમાં દેવે એ કીધું, “તું સમ ના ખા.”’ ઈસુ અહીં એ દર્શાવવા માટે પરોક્ષ વાણી વાપરે છે કે તે દેવ અથવા દેવના વચન સાથે અસંમત થતા હોય એમ નહીં પણ શ્રોતાઓ ને કહી રહ્યા હતા કે તમારી વાત પર લોકોને વિશ્વાસ મનાવા સારુ જે તમારું પોતાનું નથી તેના સમ ન ખાઓ.

એવું કહેવામાં આવ્યું હતું

જુઓ: ૫:૩૧.

સમ...ખાવા

આનો મતલબ ૧) તમે દેવ અને માણસોને જણાવો કે દેવની મરજી પ્રમાણે જ તમે કરશો, અથવા ૨) તમે લોકોને એવી બાહેંધરી આપો કે દેવ અને તમે પોતે એ જાણો છો કે તમે જે કરી રહ્યાં છો તે યોગ્ય/સાચું છે.

પણ હું તમને કહું

જુઓ: ૫:૩૨.

સમ ન ખા... આકાશના...દેવનું રાજ્યાસન... પૃથ્વીના...તેનું પાયાસન...યરુશાલેમના...મોટા રાજા નું નગર

આ રૂપક યશાયા ના પુસ્તકમાંથી છે. (જુઓ: રૂપક)

કંઈ પણ સમ ન ખાઓ

“તમે જુઠા સમ ન ખાઓ (કલમ ૩૩) શ્રોતાઓ ને સમ ખાવાની છુટ તો આપે છે પણ જુઠા સમ ખાવાની મનાઈ ફરમાવે છે. અહીં “કંઈ પણ સમ ન ખાઓ” સર્વ પ્રકારના સમ ખાવાની મનાઈ ફરમાવે છે.

સમ ન ખાઓ

જુઓ: ૫:૩૩

Matthew 5:36

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તું” અને “તું સમ ... ખા” અને “કરી શકતો નથી” એ એકવચન માં છે પણ બહુવચન માં પણ ભાષાંતર કરી શકાય.

૫:૩૪

૩૫ માં ઈસુએ તેના શ્રોતાઓને કીધું કે દેવનું રાજ્યાસન, પાયાસન, પૃથ્વી જે માણસોનું તેમનું રહેઠાણ પણ તેમનું પોતાનું નથી કે તેના સમ ખાઈ શકાય. ઈસુ તો એટલે સુધી કહે છે કે તેમનાં પોતાના માથા પણ તેમનાં નથી કે જેના સમ ખાઈ શકાય.

સમ

જુઓ: ૫:૩૪.

તમારું બોલવું, ‘હાનું હા’ હોય અને ‘નાનું ના’

જો તમારો મતલબ “હા” હોય તો “હા” કહો અને “ના” હોય તો “ના” કહો.

Matthew 5:38

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે.

જે કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું છે

જુઓ: ૫:૩૩.

તમે સાંભળ્યું છે

“તમે” એકવચન છે.

આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત

લોકોની સાથે જેવું બન્યું હોય તેવું જ અન્યને કરવાને માટે તેમને છુટ હતી, પણ જેટલું નુકસાન તમે વેઠયું હોય તેટલું જ પહોંચાડવાનું.

પણ હું તમને કહું

જુઓ: ૫:૩૨.

જે ભૂંડો છે

“દુષ્ટ માણસ” અથવા “જે કોઈ તમારું ભૂંડું કરે છે”

જો કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, ફેરવ

આ બધું બહુવચનમાં છે.

જમણા ગાલ પર તમાચો..મારે

ઈસુના સમયમાં કોઈને પણ થપ્પડ મારવી એ તેનું અપમાન ગણાતું. જમણા એ આંખ અને હાથ માટે પણ વપરાયું છે. (જુઓ: રૂપક)

મારે

અહીં જે ક્રિયાપદ વપરાયું છે તે ખુલ્લા હાથનો પાછળ નો ભાગ દર્શાવે છે.

તેની તરફ બીજો પણ ફેરવ

“તેને તારા બીજા ગાલ પર પણ મારવા દે.”

Matthew 5:40

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું હતું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. બધા જ “તું” અને “તારા” એકવચન છે, અને આજ્ઞાઓ “લેવા દે,” “જા,” “આપ,” અને “મોં ન ફેરવ,” પણ એકવચનમાં જ છે પણ તેમને બહુવચન માં પણ ભાષાંતર કરી શકાય.

અંગરખો...ઝભ્ભો

અંગરખો કોઈ ખમીસ અથવા સ્વેટર ની જેમ શરીરને ફરતું ફીટ પેહરાતું વસ્ત્ર છે, પણ ઝભ્ભો એ એના કરતા કીમતી છે જેને અંગરખા ઉપર રાત્રે કે દિવસે બદન ગરમ રાખવા પહેરી શકાય.

તેને...લેવા દે

“તેને આપી દે”

જે પણ

કોઈ પણ વ્યક્તિ

એક માઈલ/ગાઉ

હજાર દોડકા, આ એટલું અંતર છે કે જે કોઈ પણ રોમન સૈનિક કાયદાની રૂએ કોઈપણ ને એનો સામાન અથવા અન્ય વસ્તુ ઊંચકી લેવાની ફરજ પાડી શકે.

તેની સાથે

જે તને તેની સાથે જવાની ફરજ પાડે છે તેની સાથે.

તેની સાથે બે

“એક માઈલ તે તને બળજબરી થી લઇ જાય, પછી બીજા માઈલ તું તારી મરજી થી જા.

Matthew 5:43

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. પણ “તું તારા પડોશી પર પ્રીતિ કર અને તારા વેરી પર દ્વેષ કર” એકવચન છે. બાકી બધા “તું” અને આજ્ઞા “પ્રેમ કર” અને “પ્રાર્થના કર” એ બધા બહુવચન માં છે.

જે કહેવામાં આવ્યું હતું તે તમે સાંભળ્યું છે

જુઓ: ૫:૩૩.

અહીં “પડોશી” એ એક જ સમાજના અન્ય સભ્યો ને દર્શાવે છે જેની સાથે દરેક જણ સારુ વર્તન કરવા ઇચ્છે.

પણ હું તમને કહું

જુઓ ૫:૩૨.

તમે તમારા બાપના દીકરા થાઓ

“તમારા ગુણ/લક્ષણ તમારા બાપ સરખા થાય. (જુઓ: રૂપક)

Matthew 5:46

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. “તું” અને “તારા” જેટલી વાર વપરાયા છે એ બધા બહુવચન માં છે

સલામ

આમાં સામાન્ય રીતે સાંભળનાર નું કલ્યાણ થાય એવો ભાવ રહેલો હોય છે.

અહીં જોવા મળતા ચાર પ્રશ્નો છે તે વક્તવ્યપૂર્ણ/ચર્ચા છેડવા માટે છે અને તેમને વિધાન તરીકે પણ સમજી શકાય. (જુઓ: વક્તવ્યપૂર્ણ પ્રશ્ન)