Matthew 22

Matthew 22:1

ઈસુ ધાર્મિક આગેવાનોને એક લગ્નજમણ નું દ્રષ્ટાંત કહે છે.

આકાશનું રાજ્ય ...આના જેવું છે

જુઓ: ૧૩:૨૪.

જેઓને આમંત્રણ હતું

એટલે: “જે લોકોને રાજાએ આમંત્રણ આપ્યું હતું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 22:4

ઈસુ ધાર્મિક આગેવાનોને એક લગ્નજમણ નું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.

જુઓ

એટલે: “સાંભળો” અથવા “હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન દો.”

Matthew 22:5

ઈસુ ધાર્મિક આગેવાનોને લગ્નજમણ નું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે.

એ લોકો

“આમંત્રિત મહેમાનો” (૨૨:૪)

આમંત્રણને મહત્વપૂર્ણ ન ગણ્યું

“તેના આમંત્રણને ગણકાર્યું નહીં”

Matthew 22:8

ઈસુ ધાર્મિક આગેવાનોને લગ્નજમણ નું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે.

મુખ્ય રસ્તાના નાકે

“જ્યાં રસ્તા એકબીજાને કાપે, ક્રોસિંગ”

હૉલ

મોટો ઓરડો

Matthew 22:11

ઈસુ ધાર્મિક આગેવાનોને લગ્નજમણ નું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે.

Matthew 22:13

ઈસુ ધાર્મિક આગેવાનોને લગ્નજમણ નું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે.

Matthew 22:15

ધાર્મિક આગેવાનો ઈસુને ફસાવવાની કોશિશ કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

તેઓ ઈસુને તેની જ વાતમાં કેવી રીતે ફસાવવો તે

“તેઓ ઈસુ પાસે એવું કઈ બોલાવે જેઓ ઉપયોગ તેની વિરુદ્ધ તહોમત મુકવા કરી શકાય”

હેરોદીઓ

અધિકારીઓ અને યહુદીઓના રાજા હેરોદના સમર્થક, જેઓ રોમન સલ્તનત ના હિમાયતી (જુઓ: નામનો તરજુમો)

તું લોકોમાં પક્ષપાત કરતો નથી

“કેટલાક લોકોને તું વધારે મહત્વ/માન આપતો હોય એવું નથી” અથવા “તું મોટા લોકોના મોં ની મુરવત રાખતો નથી”

Matthew 22:18

કર આપવા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

એક દીનાર

એક રોમન સિક્કો જે તે વખતે એક દિવસના કામનું ભથ્થું ગણાતું. (જુઓ: બાઈબલનું નાણું)

Matthew 22:20

કર આપવા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

કૈસરના જે છે

“જે બાબતો/વસ્તુઓ કૈસર ના છે” (જુઓ: )

દેવનું જે છે

“જે બાબતો દેવની છે”

Matthew 22:23

છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

ઉપદેશક, મૂસાએ કહ્યું કે ‘જો કોઈ માણસ સંતાન વગર મરી જાય...’

મૂસાએ નિયમ શાસ્ત્રમાં જે લખ્યું તે સબંધી તેઓ તેને પૂછે છે.(જુઓ: વાણી અવતરણ)

તેનો ભાઈ...તેની પત્નીને...તેનો ભાઈ

મૃત વ્યક્તિનો ભાઈ અને પત્ની

Matthew 22:25

છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

તેઓના પછી

“બધા ભાઈઓએ તેની સાથે લગ્ન કર્યા પછી” અથવા “બધા ભાઈઓના મરણ પછી”

Matthew 22:29

દેવનું સામર્થ્ય

“દેવ શું કરવા શક્તિમાન છે તે” છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

Matthew 22:31

છૂટાછેડા સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

શું તમે વાંચ્યું નથી...યાકુબનો દેવ?

એટલે: “હું જાણું છું તમે એ વાંચ્યું છે પણ તમે એ સમજ્યા હોય એમ લાગતું નથી...યાકુબનો દેવ.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

દેવ દ્વારા તમને જે કહેવામાં આવ્યું

એટલે: “દેવે તમને જે કહ્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

દેવે કીધું કે, ‘હું અબ્રાહમ, ઇસહાક અને યાકુબનો દેવ’?

અવતરણ ની અંદર અહીં અવતરણ વપરાયું છે. “દેવે મૂસાને કહ્યું કે, તે, દેવ એ અબ્રાહમ, ઇસહાક અને યાકુબનો દેવ છે.” (જુઓ: વાણી અવતરણ)

Matthew 22:34

નિયમ સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

પંડિત

એક ફરોશી કે જે મૂસાના નિયમમાં પ્રવીણ હતો.

Matthew 22:37

નિયમ સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

Matthew 22:39

નિયમ સબંધી ઈસુનો મત જાણી તેને ફસાવવાની કોશિશ ધાર્મિક આગેવાનો જારી રાખે છે.

એના જેવી જ

૨૨:૩૭ માં જે આજ્ઞા છે એના જેવી જ.

Matthew 22:41

ઈસુ ધાર્મિક આગેવાનોને મસીહ સબંધી પ્રશ્ન પૂછે છે.

Matthew 22:43

ઈસુ ધાર્મિક આગેવાનોને મસીહ સબંધી પ્રશ્ન પૂછવાનું જારી રાખે છે.

મારે જમણે હાથે

“જમણો હાથ” હંમેશા એક માનવંત સ્થાન દર્શાવે છે.

તારા શત્રુઓને તારું પાયાસન બનાવું ત્યાં સુધી

“તારા શત્રુઓને હું જીતી લઉં ત્યાં સુધી” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 22:45

ઈસુ ધાર્મિક આગેવાનોને મસીહ સબંધી પ્રશ્ન પૂછવાનું જારી રાખે છે.