Matthew 18

Matthew 18:1

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવે છે.

નાનાં બાળકોના જેવા થાઓ

“બાળકોના જેવું વિચારતાં શીખો” (જુઓ: ઉપમા)

Matthew 18:4

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

જે કોઈ પોતાને આ નાનાં બાળકના જેવું નમ્ર કરશે

“જેમ નાનું બાળક દીન અને નમ્ર હોય તેમ જે કોઈ પોતાને નમ્ર કરશે” (જુઓ: ઉપમા)

તેના ગળે ઘંટીનું પડ બંધાવું જોઈએ અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવો જોઈએ

“જો તેઓ તેના ગળે ઘંટીનો પથ્થર બાંધી તેને દરિયાના ઊંડાણ માં ફેંકી દે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ઘંટીનું પડ

એક મોટો ગોળાકાર, વજનદાર પથ્થર જે અનાજ દળવા માટે વપરાય. એટલે: “બહુ ભારે પથ્થર.”

Matthew 18:7

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

તારો હાથ

ઈસુ તેના શ્રોતાઓ સાથે એવી રીતે વાત કરે છે જાણે કે કોઈ એક વ્યક્તિની સાથે વાત કરતા હોય.

Matthew 18:9

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે

આ વાક્યાંશ અવિશ્વાસની ગંભીરતા દર્શાવી કોઇપણ ભોગે તેને દૂર કરવાની આવશ્યકતા બતાવે છે.

જીવનમાં પ્રવેશ કર

“અનંતજીવન માં પ્રવેશ કર”

Matthew 18:10

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

દ્વેષ કરે

“સખત અણગમો” અથવા “જરાપણ ધ્યાન/મહત્વ ન આપવું”

તેના દૂતો

“બાળકોના દૂતો”

સદા મુખ નિહાળે છે

“હંમેશા સમીપ હોય છે”

Matthew 18:12

ઈસુ એક નાનાં બાળકના ઉદાહરણથી શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

તમે શું ધારો છો?

તમે શું માનો છો લોકો કેવું વર્તન દાખવશે.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

શું તે મુકીને...શોધવા જતો નથી?

“તે ચોક્કસ મુકીને...શોધવા જશે...”

નવ્વાણું

“૯૯”

આ નાંનાઓ માંના એક નો પણ નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી

“તમારો આકાશમાંનો

બાપ આ નાંનાઓ માંના બધા જ જીવે તેવું ઈચ્છે છે” (જુઓ: )

Matthew 18:15

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં શીખવવાની શરૂઆત કરે છે.

તો તેં તારા ભાઈને મેળવી લીધો છે

“તારા ભાઈ સાથે ફરીથી તારો સબંધ સારો થયો છે”

મોં થી

આવેલા સાક્ષીઓના શબ્દોથી “મોં થી” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 18:17

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં શીખવી રહ્યાં છે.

તેમનું સાંભળે

સાક્ષીઓનું સાંભળે (૧૮:૧૬)

તેને વિદેશી અને દાણી જેવો ગણ

“જેમ તું વિદેશી અને દાણીની સાથે વર્તે તેમ તેની સાથે વર્ત”

Matthew 18:18

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં શીખવી રહ્યાં છે.

બાંધશો...બંધાશે...છોડશો...છોડાશે

જુઓ: ૧૬:૧૯.

બાંધશો...છોડાશે

એટલે: “દેવ બાંધશે...દેવ છોડશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેઓ...તેઓની

“તમારામાંના બે”

બે કે ત્રણ

“બે કે વધારે” અથવા “ઓછામાં ઓછા બે”

એકઠા થાય

“મળે”

Matthew 18:21

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં શીખવી રહ્યાં છે. સાત વખત

“૭ વખત” (જુઓ: સંખ્યાનો તરજુમો” સિત્તેર ઘણી સાત

શક્ય અર્થ: ૧) “૭૦ વખત ૭” (જુઓ) અથવા ૨) “૭૭ વખત.” અથવા “તમે ગણી શકો એ કરતા વધારે વખત” (જુઓ: અતિશયોક્તિ).

Matthew 18:23

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.

એક ચાકરને લાવવામાં આવ્યો

એટલે: “કોઈ એક રાજાના ચાકરોમાંથી એકને લાવ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

દસ હજાર તાલંત

“૧૦૦૦૦ તાલંત” અથવા “પેલો ચાકર કદી પણ ભરી શકે એનાથી કઈ અધિક રકમ” (જુઓ: બાઈબલનું નાણું)

તેના માલિકે તેને વેચી દેવા...અને દેવું ચુકવવા કહ્યું

“તેના માલિકે તેના ચાકરોને આ દેવાદાર માણસને વેચી દેવા આજ્ઞા કરી ...જેથી તેના વેચાણ થી જે નાણા મળે તેથી દેવું ભરાય”

Matthew 18:26

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.

નીચે પડીને, પગે લાગીને

“તેના ઘુંટણે પડીને અને માથું ઝુકાવીને”

તેની આગળ

“રાજાની આગળ”

તેને મુક્ત કર્યો

“તેને જવા દીધો”

Matthew 18:28

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.

સો દીનારી

“૧૦૦ દીનારી” અથવા “સો દિવસનો પગાર” (જુઓ: બાઈબલનું નાણું)

ઝાલીને

“તેને ભીસમાં લઈને” અથવા “પકડી રાખીને” (જુઓ)

નીચે પડીને...ધીરજ રાખ, હું તારું વાળી આપીશ

“તેના ઘુંટણે પડીને અને માથું ઝુકાવીને વિનંતી કરે છે કે ધીરજ રાખ, હું તારું બધું દેવું વાળી આપીશ” (જુઓ: કટાક્ષ)

Matthew 18:30

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.

Matthew 18:32

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.

ત્યારબાદ ચાકરના માલિકે તેને બોલાવ્યો

“ત્યારબાદ રાજાએ પોતાના પહેલા ચાકરને બોલાવ્યો”

તારે એવું કરવું ઉચિત નહોતું?

“તારે એવું કરવું ઉચિત હતું” (જુઓ: )

Matthew 18:34

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.