Matthew 12

માથ્થી 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરકારોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ જમણી બાજુએ બાકીના લખાણથી અલગ ગોઠવેલી છે. યુએલટી આ કવિતા, જે જૂના કરારના શબ્દો છે તેને 12: 18-21 માં આ રીતે ગોઠવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાબ્બાથ

ઈશ્વરના લોકોએ સાબ્બાથના નિયમનું પાલન કેવી રીતે કરવું જોઈએ, તે વિશે આ અધ્યાય ઘણું શીખવે છે. ઈસુએ કહ્યું કે સાબ્બાથ પાળવા સબંધી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આધીન થવામાં લોકોને ફરોશીઓએ બનાવેલા નિયમો મદદ કરી શક્યા નહીં. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sabbath)

આત્મા વિરુદ્ધ દુર્ભાષણ

કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે એ જાણતો નથી કે લોકો જ્યારે આ પાપ કરે છે ત્યારે તેઓ કેવા કાર્યો કરે છે અથવા શું કહે છે. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેના કાર્યનું અપમાન કરે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ એ છે કે લોકોને સમજાવવું કે તેઓ પાપી છે અને તેઓએ ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયત્ન કરતો નથી તે કદાચ આત્માની વિરુદ્ધ દુર્ભાષણનું કાર્ય કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#blasphemy અને /WA-Catalog/gu_tw?section=kt#holyspirit)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય શક્ય મુશ્કેલીઓ

ભાઈઓ અને બહેનો

મોટાભાગના લોકો જેમને સમાન માતાપિતા છે તેઓ એકમેકને ભાઈ અને બહેન તરીકે ઓળખે છે અને તેમને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો તરીકે માને છે. જેઓના દાદા-દાદી સમાન હોય તેવા ઘણાં લોકો પણ એકમેકને ઉપરોક્ત રીતે “ભાઈ” અને બહેન માને છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ લોકો એ છે કે જેઓ તેમના આકાશમાંના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#brother)

Matthew 12:1

General Information:

માથ્થીની સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં ઈસુના સેવાકાર્યમાં વધતાં વિરોધ વિશે માથ્થી જણાવે છે. અહીં, ફરોશીઓએ ઈસુના શિષ્યોને સાબ્બાથ વારે ખેતરમાંથી દાણાઓ વીણી ખાવા સબંધી ટીકા કરે છે.

At that time

સુવાર્તાના નવા ભાગને આ ચિહ્નિત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “થોડા સમય પછી”

the grainfields

અનાજ રોપણી માટે એક સ્થળ. જો ઘઉં અજાણ્યું હોય અને અનાજ ખૂબ જ સામાન્ય હોય, તો તમે જેમાંથી રોટલી બનાવી તે છોડની ડાળી નો ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

to pluck heads of grain and eat them

બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?

to pluck heads of grain and eat them

ઘઉંના થોડા દાણા તોડવા અને ખાવા અથવા “અનાજનાં થોડા દાણા તોડવા અને ખાવા”

heads of grain

આ ઘઉંના છોડનો સૌથી ઉપરનો ભાગ છે. તે છોડના પાકેલા દાણા અથવા બીજને પકડી રાખે છે.

Matthew 12:2

do what is unlawful to do on the Sabbath

બીજાના ખેતરમાંથી અનાજના દાણા તોડવા અને ખાવા તેને ચોરી ગણવામાં આવતી ન હતી. પ્રશ્ન એ હતો કે શું સાબ્બાથ પર કોઈ અન્યથા નિયમ મુજબ પ્રવૃત્તિ કરી શકે કે કેમ?

the Pharisees

આનો અર્થ સર્વ ફરોશીઓ નહીં. વૈકલ્પિક ભાષાંતર: “અમુક ફરોશીઓ”

See, your disciples

જુઓ, તમારા શિષ્યો. આ શબ્દનો ઉપયોગ શિષ્યો જે કરતાં હતા તે તરફ ધ્યાન દોરવા માટે ફરોશીઓ કરે છે.

Matthew 12:3

Connecting Statement:

ફરોશીઓની ટીકાઓનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.

to them

ફરોશીઓને

Have you never read ... with him?

ફરોશીઓની ટીકાનો જવાબ આપવા માટે ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. ઈસુએ ફરોશીઓને પ્રશ્ન કરી પડકાર આપ્યો કે તેમણે જે શાસ્ત્ર વાંચ્યું તેનો અર્થ ફરોશીઓ સમજાવે. વૈકલ્પિક ભાષાંતર: હું જાણું છું કે તમે તેના વિશે વાંચ્યું છે ...તેની સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 12:4

the house of God

દાઉદના સમય દરમિયાન કોઈ પ્રાર્થનાઘર બન્યું ન હતું. વૈકલ્પિક ભાષાંતર: મુલાકાત મંડપ અથવા ""ઈશ્વરની સ્તુતિ કરવા માટેનું સ્થળ

bread of the presence

આ પવિત્ર રોટલી છે જે યાજકો મુલાકાત મંડપમાં ઈશ્વર સમક્ષ મૂકી હતી. વૈકલ્પિક ભાષાંતર: ""રોટલી જે યાજક ઈશ્વર સમક્ષ મૂકે છે” અથવા પવિત્ર રોટલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

those who were with him

જે માણસો દાઉદની સાથે હતા

but only for the priests

પણ, નિયમ પ્રમાણે, ફક્ત યાજક જ અર્પેલી રોટલી ખાઈ શકે

Matthew 12:5

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

have you not read in the law that ... but are guiltless?

ફરોશીઓની ટીકાનો પ્રત્યુત્તર આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. શાસ્ત્રવચનોમાં તેઓએ જે વાંચ્યું છે તેનો અર્થ સમજાવવા માટે ઈસુ ફરોશીઓને પડકાર આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસ તમે મૂસાના નિયમમાં વાંચ્યું છે ... પરંતુ નિર્દોષ છે. અથવા તમારે જાણવું જોઈએ કે નિયમ તે શીખવે છે ... પરંતુ નિર્દોષ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

profane the Sabbath

સાબ્બાથ પર કરશે કે જે તેઓ અન્ય દિવસે કરશે

are guiltless

ઈશ્વર તેઓને શિક્ષા કરશે નહીં અથવા “ઈશ્વર તેઓને દોષિત ઠેરવશે નહીં”

Matthew 12:6

I say to you

ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

one greater than the temple is

કોઈ છે જે પ્રાર્થનાઘર કરતા પણ વધુ મહત્વના છે. ઈસુ પોતાનો ઉલ્લેખ કરતાં સ્વયંને પ્રાર્થનાઘર કરતાં પણ વધુ મહત્વના દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 12:7

General Information:

કલમ 7 માં, હોશિયા પ્રબોધકની વાતને ટાંકીને ઈસુ ફરોશીઓને ઠપકો આપે છે.

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પત્યુત્તર આપવાનું જારી રાખે છે.

If you had known what this meant, 'I desire mercy and not sacrifice,' you would not have condemned the guiltless

અહીં ઈસુ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હોશિયા પ્રબોધકે વર્ષો પહેલા આ લખ્યું હતું: 'યજ્ઞ કરતા હું દયા ચાહું છું.' જો તમે આનો અર્થ સમજી શક્યા હોત, તો તમે નિર્દોષને દોષિત ઠરાવત નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I desire mercy and not sacrifice

મૂસાના નિયમમાં, ઇઝરાએલીઓને બલિદાન ચઢાવવાની આજ્ઞા ઈશ્વરે આપી હતી. આનો અર્થ એ કે ઈશ્વર યજ્ઞ કરતા દયાને વધારે મહત્વની ગણે છે.

I desire

સર્વનામ “હું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

the guiltless

આ વિશેષણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ દોષી નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 12:8

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

is Lord of the Sabbath

સાબ્બાથના નિયમો અથવા “સાબ્બાથને દિવસે લોકો શું કરી શકે તેના નિયમો બનાવવા”

Matthew 12:9

General Information:

અહીં સુવાર્તામાં દ્રશ્ય બદલાય છે જેમાં જ્યારે ઈસુ સાબ્બાથે એક માણસને સાજો કરે છે ત્યારે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે

Then Jesus left from there

ઈસુએ ઘઉંના ખેતરમાંથી નીકળી ગયા અથવા “પછી ઈસુ ત્યાંથી નીકળી ગયા”

their synagogue

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દ તેમના તે શહેરના યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સભાસ્થાન” અથવા 2) તેમના શબ્દ ફરોશીઓને સંબોધે છે જેની સાથે ઈસુએ વાત કરી અને આ એ સભાસ્થાન હતું જ્યાં તેઓ અને યહૂદીઓ હાજર રહ્યા હતા. તેમના શબ્દનો અર્થ એ નથી કે ફરોશીઓ સભાસ્થાનના માલિક છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સભાસ્થાનમાં હાજરી આપી હતી તે સભાસ્થાન

Matthew 12:10

Behold

જુઓ"" શબ્દ આ સુવાર્તામાં નવા વ્યક્તિ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

a man who had a withered hand

જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો અથવા “લકવાગ્રસ્ત માણસનો હાથ”

The Pharisees asked Jesus, saying, Is it lawful to heal on the Sabbath? so that they might accuse him of sinning

ફરોશીઓ ઈસુને એ પાપના દોષિત ઠેરવવા માગતા હતા, તેથી તેઓએ તેમને પૂછ્યું, 'શું વિશ્રામવારને સાજા કરવું વાજબી છે?'

Is it lawful to heal on the Sabbath

મૂસાના નિયમ અનુસાર, શું એક વ્યક્તિ બીજા વ્યક્તિને સાબ્બાથ દિવસે સાજા કરી શકે છે

so that they might accuse him of sinning

ફરોશીઓ ફક્ત ઈસુને લોકોની સમક્ષ દોષિત ઠેરવવા જ માંગતા નહોતા. પરંતુ તેઓ તો ઈચ્છતા હતા કે ઈસુ જવાબ આપે જે જવાબ મૂસાના નિયમની વિરુદ્ધમાં જણાય, જેથી તેઓ ઈસુને ન્યાયાધીશ સમક્ષ લઈ જઈ શકે અને નિયમ ભંગ કરવાના બદલે ઈસુને શિક્ષા અપાવી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 12:11

Connecting Statement:

ફરોશીની ટીકાનો પ્રત્યુત્તર ઈસુ આપે છે.

What man would there be among you, who, if he had just one sheep ... would not grasp hold of it and lift it out?

ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સભામાં કયા પ્રકારનું કાર્ય કરે છે તે વિચારવા માટે તે પ્રશ્ન પડકારરૂપ છે. વૈકલ્પિક ભાષાંતર: તમારામાંનો દરેક, જો તમારી પાસે ફક્ત એક જ ઘેટું હોય ... જો તે પડી જાય તો તેને ઉઠાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 12:12

How much more valuable, then, is a man than a sheep!

શબ્દસમૂહ કેટલું બધુ વધારે નિવેદનમાં ભાર ઉમેરે છે. વૈકલ્પિક ભાષાંતર: દેખીતી રીતે, માણસ ઘેટાંના કરતાં કેટલું ઉત્તમ છે! અથવા ""વિચાર કરો કે માણસ ઘેટાં કરતાં કેટલો વધારે મહત્વનો છે

it is lawful to do good on the Sabbath

જેઓ સાબ્બાથને દિવસે સારું કરે છે તેઓ નિયમનું પાલન કરે છે.

Matthew 12:13

Then Jesus said to the man, ""Stretch out your hand.

આ પરોક્ષ રીતે ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી ઈસુએ તે માણસને તેનો હાથ લાંબો કરવાની આજ્ઞા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

to the man

સુકાઈ ગયલા હાથવાળા માણસને અથવા “જે માણસનો હાથ સુકાઈ ગયો છે તેને”

Stretch out your hand

તારો હાથ પકડ અથવા “તારો હાથ લાંબો કર”

He stretched it out

તે માણસે તેનો હાથ લાંબો કર્યો

it was restored to health

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે ફરીથી સ્વસ્થ થયો અથવા તે ફરીથી સાજો થઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 12:14

plotted against him

ઈસુને નુકસાન પહોંચાડવાનો ઈરાદો

as to how they might put him to death

ઈસુને કેવી રીતે મારી નાખવા તે વિશે ચર્ચા વિચારણા કરી રહ્યા છે

Matthew 12:15

General Information:

આ અહેવાલ બતાવે છે કે કેવી રીતે ઈસુના કાર્યોએ યશાયાની ભવિષ્યવાણીઓને પૂર્ણ કરી.

As Jesus perceived this, he withdrew

ફરોશીઓ શી યોજના બનાવી રહ્યા છે તે ઈસુ જાણતા હતા, તેથી તે

he withdrew from there

ત્યાંથી ચાલ્યા ગયા અથવા “નીકળી ગયા”

Matthew 12:16

they not make him known

કોઈને પણ તે સબંધી જણાવવું નહીં

Matthew 12:17

that it might come true, what had been said

શબ્દસમૂહ તે સાચું પડી શકે છે ને નવા વાક્યની શરૂઆત તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ પરિપૂર્ણ કરવાનું હતું

what had been said through Isaiah the prophet, saying

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રબોધક યશાયા દ્વારા ઈશ્વરે વર્ષો પહેલાં શું કહ્યું હતું

Matthew 12:18

Connecting Statement:

અહીં માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્ય, યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી વિશેના શાસ્ત્રને પૂર્ણ કરે છે.

See

જુઓ અથવા “સાંભળો” અથવા “હું તમને જે કહું છું તે પર ધ્યાન આપો.”

my ... I have chosen ... I will put

શબ્દોના સર્વજ ભાવાર્થો ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરે યશાયાને જે કહ્યું હતું તેનું વર્ણન છે.

my beloved one, in whom my soul is well pleased

તે મારા પ્રિય પુત્ર છે, અને હું તેમના પર અતિ પ્રસન્ન છું

in whom my soul is well pleased

અહીં આત્મા એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જેમનાથી હું ખૂબ ખુશ છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

he will proclaim justice to the Gentiles

ઈશ્વરનો સેવક વિદેશીઓને કહેશે કે ન્યાય થશે. તે સ્પષ્ટપણે કહી શકાય છે કે ઈશ્વર જ ન્યાય કરનાર છે, અને અમૂર્ત નામ ન્યાય અને જે સાચું છે તે તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે રાષ્ટ્રોને જાહેર કરશે કે ઈશ્વર તેમના માટે જે સારું છે તે જ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 12:19

Connecting Statement:

માથ્થી યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ ચાલુ રાખે છે.

neither will anyone hear his voice

અહીં ‘લોકો તેમની વાણી સાંભળતા નથી’ તેનું પ્રતિનિધિત્વ ‘તેઓ મોટા અવાજે બોલતા નથી’, કરે છે. વૈકલ્પિક ભાષાંતર:તેઓ મોટેથી બોલાશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

He will not strive ... his

આ શબ્દોની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકને સંબોધે છે.

in the streets

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ જાહેરમાં એમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: શહેરો અને નગરોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 12:20

He will not break

“તે” ની સર્વ ઘટનાઓ ઈશ્વરના પસંદ કરેલા સેવકનો ઉલ્લેખ કરે છે.

He will not break a bruised reed; he will not quench a smoking flax

આ બંને નિવેદનો એક જ વસ્તુ છે. તેઓ રૂપકો પર ભાર મૂકે છે કે ઈશ્વરનો સેવક નમ્ર અને દયાળુ રહેશે. બંને છૂંદેલું બરું અને ધુમાડાવાળું શણ નબળા અને નુકસાન પહોંચાડનારનો ઉલ્લેખ કરે છે. જો રૂપક ગૂંચવણમાં મૂકે છે, તો તમે શાબ્દિક અર્થનો અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તે નબળા લોકો માટે દયાળુ રહેશે, અને જેઓ દુઃખ અનુભવે છે તેઓ માટે તેઓ નમ્ર રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

bruised reed

ક્ષતિગ્રસ્ત છોડ

he will not quench a smoking flax

તે કોઈ પણ ધુમાડાવાળા શણને બહાર મૂકશે નહીં અથવા ""તે કોઈ પણ ધુમાડાવાળા બળતણને ઓલવી નાખશે નહીં

a smoking flax

આ એક દીવાની વાટનો ઉલ્લેખ કરે છે જેને જ્યારે સળગાવામાં આવે છે ત્યારે તેમાંથી માત્ર ધુમાડો નીકળે છે.

flax, until

આને નવા વાક્યમાં અનુવાદ કરી શકાય છે: “શણ. આ તે ત્યાં સુધી કરશે.”

he leads justice to victory

કોઈ પણ વ્યક્તિને વિજયમાં દોરી જવું તે, તેમને વિજયી બનવા માટેના કારણનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યાયને વિજયી બનવા માટેનું પ્રતિનિધિત્વ ખોટી બાબતોને સાચી બાબતોમાં ફેરવવાનું છે. વૈકલ્પિક ભાષાંતર: તે બધું જ યોગ્ય બનાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 12:21

in his name

અહીં “નામ” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેનામાં” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 12:22

General Information:

અહીં સુવાર્તામાં દ્રશ્ય હવે પાછળના સમયમાં પાછુ ફરે છે જ્યારે ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા.

Then someone blind and mute, possessed by a demon, was brought to Jesus

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી કોઈ વ્યક્તિ ઈસુ પાસે એક માણસને લાવ્યો જે અંધ અને મૂંગો હતો કારણ કે દુષ્ટાત્મા તેને નિયંત્રિત કરી રહ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

someone blind and mute

કશું જોઈ શકે નહીં અને વાત કરી શકે નહીં એવો વ્યક્તિ

Matthew 12:23

All the crowds were amazed

જે સર્વ લોકોએ ઈસુને આ વ્યક્તિને સાજો કરતા જોયા તેઓ મોટું આશ્ચર્ય પામ્યા

the Son of David

ખ્રિસ્ત અથવા મસીહ માટે આ શીર્ષક છે.

Son

અહીં તેનો અર્થ “ના વંશજ”

Matthew 12:24

General Information:

કલમ 25 માં, ફરોશીઓના આક્ષેપોનો જવાબ આપવાનું શરૂ કરતા ઈસુ કહે છે કે શેતાનની શક્તિ દ્વારા તેણે આ માણસને સાજો કર્યો તેવું ફરોશીઓ કહે છે.

heard of this

અહીં તે અંધ, મૂંગા અને અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજાપણું આપવાના ચમત્કારનો ઉલ્લેખ કરે છે.

This man does not cast out demons except by Beelzebul

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. આ માણસ માત્ર અશુદ્ધ આત્માને બહાર કાઢી શકે છે કારણ કે તે બાલઝબૂલનો મિત્ર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

This man

ફરોશીઓ ઈસુનો નકાર કરે છે તે બતાવવા તેમને નામથી બોલાવવાનું ટાળે છે.

the prince of the demons

અશુદ્ધ આત્માઓનો સરદાર

Matthew 12:25

Every kingdom divided against itself is made desolate, and every city or house divided against itself will not stand

ઈસુએ ફરોશીઓને જવાબ આપવા માટે નીતિવચનનો ઉપયોગ કરે છે. આ બંને નિવેદનો એક જ બાબત છે. ઈસુ એ બાબત પર ભાર મૂકે છે કે અન્ય અશુદ્ધ આત્માઓ સાથે લડવા માટે બાલઝબૂલ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે તે વાતનો કોઈ અર્થ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Every kingdom divided against itself is made desolate

અહીં રાજ્ય એ રાજ્યમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: એક સામ્રાજ્ય ટકશે નહીં જ્યારે તેના લોકો એકબીજાની વચ્ચે લડાઈ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

every city or house divided against itself will not stand

અહીં શહેર ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે, અને ઘર એ કુટુંબને નિર્દેશ કરે છે. પોતાનાથી વિભાજિત થવાથી તેના લોકો એકબીજા સાથે લડતા હોય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે લોકો એકબીજા સાથે લડાઈ કરે છે ત્યારે તે શહેર અથવા પરિવારનો નાશ થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:26

Connecting Statement:

ફરોશીઓએ ઈસુ પર શેતાનની શક્તિ દ્વારા માણસને સાજો કરવાના આરોપ મૂક્યા હતા તેનો પ્રત્યુતર આપવાનું ઈસુ જારી રાખે છે.

If Satan drives out Satan

શેતાન નામનો બીજો ઉપયોગ શેતાનની સેવા કરતા અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓ વિરુદ્ધ કાર્ય કરે તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

How then will his kingdom stand?

ફરોશીઓ જે કહે છે તે તર્કહિન છે તેવું તેઓને બતાવવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો શેતાન પોતાનામાં વિભાજિત છે તો, તેનું રાજ્ય સ્થિર રહી શકશે નહીં! અથવા ""જો શેતાન પોતાનાની સાથે લડાઈ કરે તો તેનું રાજ્ય ટકશે નહીં!” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 12:27

Beelzebul

આ નામ એ જ સમાન વ્યક્તિનો “શેતાન” તરીકે ઉલ્લેખ કરે છે (કલમ 26).

by whom do your sons drive them out?

ફરોશીઓને પડકારવા માટે ઈસુએ બીજા એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. વૈકલ્પિક ભાષાંતર: પછી તમારે કહેવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ, તમે જાણો છો કે આ સત્ય નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

your sons

ઈસુ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. તમારા પુત્રો શબ્દ તેમના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે. શિક્ષકો અથવા આગેવાનોને અનુસરતા લોકોનો ઉલ્લેખ કરવાની આ એક સામાન્ય રીત હતી. વૈકલ્પિક ભાષાંતર: તમારા અનુયાયીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

For this reason they will be your judges

તમારા અનુયાયીઓ ઈશ્વરની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે, તેઓ બતાવે છે કે તમે મારા પ્રત્યે ખોટા છો.

Matthew 12:28

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

But if I

અહીં જો નો અર્થ એ નથી કે ઈસુ પ્રશ્ન કરે છે કે શેતાનને કેવી રીતે હાંકી કાઢવો. અહીં ઈસુ સાચું નિવેદન દાખલ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો કે હું

then the kingdom of God has come upon you

તો પછી ઈશ્વરનું રાજ્ય તમારામાં આવી ચૂક્યું છે. અહીં રાજ્ય એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આનો અર્થ એ છે કે ઈશ્વર તમારામાં તેનું રાજ્ય સ્થાપિત કરી રહ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

come upon you

અહીં “તમે” બહુવચન છે અને ઇઝરાએલના લોકોને સંબોધે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 12:29

how can anyone enter into the house ... he will steal his belongings from his house

ફરોશીઓને જવાબ આપવા માટે ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે તેઓ(ઈસુ) સ્વયં, શેતાનથી વધારે શક્તિશાળી છે તેથી તેઓ(ઈસુ) અશુદ્ધ આત્માઓને બહાર કાઢી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

how can anyone enter ... without tying up the strong man first?

ફરોશીઓ અને ટોળાને શીખવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: બળવાન વ્યક્તિને બાંધ્યા વિના કોઈ પણ તે ઘરમાં પ્રવેશી શકશે નહીં. અથવા જો કોઈ વ્યક્તિ પ્રવેશ કરવા માંગે છે ... તો તેણે પ્રથમ બળવાન માણસને બાંધવો પડે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

without tying up the strong man first

પ્રથમ બળવાન માણસ પર નિયંત્રણ લીધા વિના

Then he will steal his belongings

પછી તે ચોરી કરી શકે છે અથવા “પછી તે ચોરી કરવા સમર્થ બની શકે છે”

Matthew 12:30

The one who is not with me

જે મને સમર્થન આપતો નથી અથવા “જે મારી સાથે કાર્ય કરતો નથી”

is against me

મારો વિરોધ કરે છે અથવા “મારી વિરુદ્ધ કાર્ય કરે છે”

the one who does not gather with me scatters

ઈસુ એક રૂપકનો ઉપયોગ કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ઘેટાંના ટોળાને ઘેટાંપાળક પાસે ભેગા કરે છે અથવા તેમને ઘેટાંપાળકથી દૂર લઈ જાય છે. ઈસુનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કાં તો લોકોને ઈસુના શિષ્ય બનવામાં મદદ કરે છે અથવા તે લોકોને ઈસુનો નકાર કરવા કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:31

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

I say to you

હવે ઈસુ જે આગળ કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

I say to you

અહીં “તમે” બહુવચન છે. ઈસુ પ્રત્યક્ષ રીતે ફરોશીઓ સાથે વાત કરે છે પણ તે ટોળાને શિક્ષણ આપતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

every sin and blasphemy will be forgiven men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો જે પાપ કરે છે અને લોકો જે કહે છે તે પ્રત્યેક દુષ્ટ બાબતને ઈશ્વર માફ કરશે અથવા ઈશ્વર દરેક દુષ્ટતા અને પાપોને ક્ષમા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the blasphemy against the Spirit will not be forgiven

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલ દરેક પાપ અને દુર્ભાષણને ઈશ્વર માફ કરશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 12:32

Whoever speaks a word against the Son of Man

અહીં શબ્દ નો અર્થ છે કોઈ શું કહે છે. વૈકલ્પિક ભાષાંતર: જો કોઈ વ્યક્તિ માણસના દીકરા વિશે દુર્ભાષણ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Son of Man

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

that will be forgiven him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તે વ્યક્તિને માફ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

that will not be forgiven him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવિત્ર આત્મા વિરુદ્ધનું પાપ માફ કરશે નહીં.

neither in this age, nor in the one that is coming

અહીંયા જગત અને તે જે આવવાનું છે તે વર્તમાન યુગ અને આવનાર યુગને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: આ યુગમાં અથવા આવનાર યુગમાં અથવા સદા અને સર્વકાળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 12:33

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

Either make a tree good and its fruit good, or make the tree bad and its fruit bad

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો ઝાડ સારું હશે તો તેનું ફળ સારું મળશે, અને જો વૃક્ષ ખરાબ હશે તો તેનું ફળ ખરાબ મળશે અથવા 2) જો તમે ઝાડને સારું ગણો તો તેનું ફળ સારું છે, અને જો તમે તે ઝાડને ખરાબ માનતા હો, તો તેનું ફળ ખરાબ રહેશે. આ એક કહેવત હતી. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ છે તે કેમ જાણી શકાય તેના માટે આ સત્યને લાગુ પાડવું.

good ... bad

તંદુરસ્ત… રોગગ્રસ્ત

for the tree is recognized by its fruit

અહીં ફળ વ્યક્તિ શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે કે તે સારું છે કે ખરાબ છે અથવા લોકો વ્યક્તિના વર્તન અને પ્રવૃત્તિઓના પરિણામો જોઈને કહે છે કે તે વ્યક્તિ સારો છે કે ખરાબ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:34

You offspring of vipers

અહીં સંતાન નો અર્થ છે કે ની લાક્ષણિકતાઓ હોવી. એક પ્રકારના ઝેરી સાપો છે જે જોખમી છે અને દુષ્ટતાને દર્શાવે છે. તમે માથ્થી 3: 7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

You offspring ... you say ... you are

આ બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

how can you say good things?

ઈસુ ફરોશીઓને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે સારી વાતો કહી શકો નહીં. અથવા તમે માત્ર દુષ્ટ વાતો જ કહી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

out of the abundance of the heart his mouth speaks

અહીં હૃદય એ વ્યક્તિના મનમાં વિચારો માટેનું નામ છે. અહીં મુખ એ જે સંપૂર્ણ રૂપે વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ જે મુખથી બોલે છે તે તેના મનમાં શું ચાલે છે તે પ્રગટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 12:35

The good man from the good treasure of his heart produces good things, and the evil man from the evil treasure of his heart produces evil things

ઈસુ હૃદય વિશે બોલે છે કે તે જાણે એક પાત્ર છે કે જે વ્યક્તિ સારી કે ખરાબ વાતોથી ભરપૂર છે. આ એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ શું કહે છે તે બતાવે છે કે વ્યક્તિ ખરેખર શું છે. જો તમારે આ કાલ્પનિક રાખવું હોય તો તમે યુએસટી તપાસો. તમે શાબ્દિક અનુવાદ પણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જે માણસ ખરેખર સારૂ છે તે સારી વાત કરશે, અને ખરેખર જે દુષ્ટ છે તે ખરાબ વાતો બોલશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:36

Connecting Statement:

ઈસુએ અશુદ્ધ આત્મા વળગેલા માણસને સાજો કર્યો તેવા ફરોશીઓના આરોપ વિશેના પ્રત્યુત્તર આપવાનું સમાપન ઈસુ કરે છે.

I say to you

આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

people will give an account of

ઈશ્વર તેઓને પૂછશે અથવા “લોકોએ ઈશ્વરને સમજાવવું પડશે”

every idle word they will speak

અહીં શબ્દ કોઈક કંઈક કહે છે તે બતાવે છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક હાનિકારક વસ્તુ જે તેઓએ કહી હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 12:37

you will be justified ... you will be condemned

આને સક્રિય રૂપમાં દર્શાવે શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને ન્યાયી ઠેરવશે અને ,,, ઈશ્વર તમને શિક્ષા કરશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 12:38

General Information:

કલમ 39 માં, ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

Connecting Statement:

શેતાનની શક્તિ દ્વારા ઈસુએ માણસને સાજો કર્યો છે તેવા ફરોશીઓના આક્ષેપનો જવાબ ઈસુએ આપ્યા પછીની કલમોમાં જ આ સંવાદ થાય છે.

we wish

અમને જોઈએ

to see a sign from you

તમે સ્પષ્ટ કરી શકો છો કે તેઓ શા માટે નિશાની માગે છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા તરફથી નિશાની મળશે તે જ સાબિત કરશે કે તમે જે કહો છો તે સાચું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 12:39

An evil and adulterous generation seeks for a sign ... given to it

ઈસુ હાલની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તમે એક દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે નિશાની માગે છે.. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

adulterous generation

અહીં વ્યભિચારી એવા લોકો માટે એક રૂપક છે કે જે ઈશ્વરને વફાદાર નથી. વૈકલ્પિક ભાષાંતર: અવિશ્વસનીય પેઢી અથવા દુષ્ટ પેઢી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

no sign will be given to it

ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે ઘણા ચમત્કારો કર્યા હોવા છતા તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું તેમને નિશાની આપીશ નહીં અથવા ઈશ્વર તમને કોઈ નિશાની આપશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

except the sign of Jonah the prophet

યૂના પ્રબોધક વિના કોઈ નિશાની અપાશે નહીં.

Matthew 12:40

three days and three nights

અહીં “દિવસ” અને “રાત” એ 24 કલાકના દિવસનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: “સંપૂર્ણ ત્રણ દિવસ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

the Son of Man

ઈસુ પોતાન વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

in the heart of the earth

આનો અર્થ ભૌતિક કબરની અંદર થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 12:41

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

The men of Nineveh

નિનવેહના નાગરિકો

at the judgment

ન્યાયના દિવસે અથવા “જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે”

this generation

ઈસુના સુવાર્તા પ્રચારના સમયમાં જેઓ હતા તેઓનો ઉલ્લેખ કરે છે.

and will condemn it

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિક્ષા એ આરોપ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ નિનેવેહના લોકોની જેમ પસ્તાવો કર્યો નહીં. વૈકલ્પિક ભાષાંતર: અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

and see

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

someone greater

કોઈ વધુ મહત્વપૂર્ણ

someone greater

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

than Jonah is here

તમે ઈસુના નિવેદનનો સ્પષ્ટ અર્થ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “યૂના કરતાં પણ મહાન અહીં છે, છતાં પણ તમે પસ્તાવો કર્યો નથી, તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 12:42

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

Queen of the South

આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા ઇઝરાએલની દક્ષિણમાં આવેલી એક ભૂમિ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

will rise up at the judgment

ન્યાયના દિવસે ઉભા રહેવું પડશે

at the judgment

ન્યાયના દિવસે અથવા જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે છે. જુઓ તમે માથ્થી 12:41 માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે.

this generation

ઈસુના સુવાર્તા પ્રચારના સમય દરમિયાન જેઓ રહેતા હતા તેઓનો ઉલ્લેખ કરે છે

and condemn them

તમે માથ્થી 12:41 માં સમાન નિવેદનનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિક્ષા અહીં આરોપ રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અને લોકોની આ પેઢીનો દોષ કાઢશે અથવા 2) ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે કારણ કે તેઓએ દક્ષિણની રાણીની જેમ જ્ઞાનની વાત સાંભળી નહીં. વૈકલ્પિક ભાષાંતર: અને ઈશ્વર આ પેઢીના લોકોને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

She came from the ends of the earth

અહીં “પૃથ્વીનો છેડો” એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ખૂબ દુર”. વૈકલ્પિક ભાષાંતર: “તે રાણી પૃથ્વીના અંત ભાગથી મળવાને આવી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

She came from the ends of the earth to hear the wisdom of Solomon

આ નિવેદન સમજાવે છે કે શા માટે ઈસુના સમયની આ પેઢીના લોકોને દક્ષિણની રાણી દોષિત ઠરાવશે. વૈકલ્પિક ભાષાંતર: તે આવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

and see

અને જુઓ. આ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

someone greater

કોઈ વધુ મહત્વપૂર્ણ

someone greater

ઈસુ પોતાના વિશે કહી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

than Solomon is here

તમે ઈસુના નિવેદનના અસ્પષ્ટ અર્થને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: સુલેમાન કરતાં અહીં એક મોટો છે, છતાં તમે તેનું સાંભળતા નથી. તેથી જ ઈશ્વર તમને શિક્ષા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 12:43

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે. તે દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે.

waterless places

સુકી જગ્યા અથવા “એવી જગ્યા જ્યાં લોકો રહેતા નથી”

does not find it

અહીં “તે” વિશ્રામનો ઉલ્લેખ કરે છે.

Matthew 12:44

Then it says, 'I will return to my house from which I came.'

આને અવતરણના સ્થાને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી, અશુદ્ધ આત્મા જે ઘરમાંથી તે નીકળ્યો હતો ત્યાં પાછો આવશે.

to my house from which I came

જે વ્યક્તિમાં અશુદ્ધ આત્મા છે તેના માટે આ રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જ્યાંથી નીકળ્યો હતો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

it finds it empty and swept out and put in order

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અશુદ્ધ આત્મા એવા ઘરને શોધે છે કે જે કોઈએ સાફ કર્યું હોય અને જે વસ્તુ જ્યાં શોભે છે ત્યાં દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવેલી હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

empty and swept out and put in order

ફરી, ઘર એવા વ્યક્તિ માટે રૂપક છે કે જેમાં અશુદ્ધ આત્મા રહે છે. અહીં, બહાર નીકળવું અને ગોઠવવું સૂચવે છે કે કોઈ પણ ઘરમાં રહેતું નથી. ઈસુ કહે છે કે જ્યારે અશુદ્ધ આત્મા કોઈ વ્યક્તિને છોડે છે ત્યારે વ્યક્તિએ પવિત્ર આત્માને તેનામાં રહેવા માટે આમંત્રણ આપવું જોઈએ નહીં તો અશુદ્ધ આત્મા પાછો આવી તે વ્યક્તિમાં ફરીથી વાસ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:45

Connecting Statement:

“જ્યારે અશુદ્ધ આત્મા” શબ્દોથી કલમ 43 માં શરુ કરેલ દ્રષ્ટાંતને ઈસુ અહીં પૂર્ણ કરે છે.

Then it goes ... with this evil generation also

લોકોને વિશ્વાસ ન કરવાના જોખમથી ચેતવણી આપવા માટે ઈસુ એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

It will be just like that with this evil generation also

આનો અર્થ એ થાય કે જો ઈસુના સમયના લોકો કે પેઢીએ તેમના પર વિશ્વાસ કર્યો નથી અને તેમના શિષ્યો બન્યા નથી તો ઈસુના આવ્યા પહેલાં તેઓ જે સ્થિતિમાં હતા તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિમાં તેઓ આવી પડશે.

Matthew 12:46

General Information:

ઈસુની માતા અને ભાઈઓનું આગમન તેમના આત્મિક કુટુંબનું વર્ણન કરવાની તક બની જાય છે.

behold

શબ્દ “જુઓ” એ વાર્તામાંના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

his mother

આ મરિયમ, ઈસુની માનવ માતા છે.

his brothers

અહીં મરિયમ દ્વારા જન્મેલા અન્ય બાળકો હોઈ શકે છે, પરંતુ શક્ય છે કે અહીં ભાઈઓ શબ્દનો અર્થ ઈસુના પિતરાઈ ભાઈઓનો ઉલ્લેખ કરે છે.

seeking to speak

બોલવાની ઇચ્છા

Matthew 12:47

Someone said to him, ""Look, your mother and your brothers stand outside, seeking to speak to you.

આને પરોક્ષ ભાવમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈએ ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ બહાર તેમને મળવાને આવ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Matthew 12:48

Connecting Statement:

માથ્થી 12: 1 માં શરૂ થયેલ વૃતાંત, જ્યાં માથ્થી જણાવે છે કે ઈસુના સેવાકાર્યમાં વિરોધ વધવા લાગ્યા છે, તેનો અહીં અંત આવે છે.

the one who told him

જે વ્યક્તિએ ઈસુને કહ્યું તે સંદેશની વિગતો સમજી શકાય છે અને પુનરાવર્તનની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: જેણે ઈસુને કહ્યું કે તેમની માતા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા માગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Who is my mother and who are my brothers?

ઈસુ લોકોને શીખવવા માટે આ પ્રશ્નોનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારી માતા અને ભાઈઓ કોણ છે તે હું તમને જણાવીશ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 12:49

See

જુઓ અથવા “સંભાળવું” અથવા “હું તમને જે કહેવા માગું છે તે પર ધ્યાન આપો”

here are my mother and my brothers

આ એક રૂપક છે જેનો અર્થ છે ઈસુના શિષ્યો ઈસુના આત્મિક કુટુંબના સભ્યો છે. તેમના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 12:50

whoever does

જે કોઈ આ પ્રમાણે કરે છે

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

that person is my brother, and sister, and mother

આ એક રૂપક છે જેનો અર્થ છે કે જે કોઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે તે ઈસુના આત્મિક કુટુંબના છે. તેના શારીરિક પરિવારની તુલનામાં આ વધુ મહત્વપૂર્ણ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)