Matthew 11

માથ્થી 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર જૂના કરારના નિવેદનોના પાઠને પૃષ્ઠ પર જમણી બાજૂએ બાકીના લખાણો તરીકે ગોઠવે છે. યુએલટી 11:10 માં અવતરણ કરેલ સામગ્રી સાથે ગોઠવે છે.

કેટલાક વિદ્વાનો માને છે કે માથ્થી 11:20 ખ્રિસ્ત તેમની સેવાકાર્યની નવી શરૂઆતનુ વર્ણન કરે છે કારણ કે ઇઝરાએલીઓએ તેમનો નકાર કર્યો.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

છુપાયેલ/અપ્રગટ પ્રકટીકરણ

પછી માથ્થી 11:20,માં ઈસુ પોતાની અને ઈશ્વર પિતાની યોજનાઓ વિશે માહિતી જાહેર કરે છે, જે માહિતીથી તેમણે તેમના નકારનારા લોકોને વંચિત રાખ્યા હતા. (માથ્થી 11:25).

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આકાશનું રાજ્ય પાસે છે

કોઈપણ જાણતું નથી કે આકાશનું રાજ્ય હાજર હતું કે જ્યારે યોહાન બાપ્તિસ્ત આ વાત કહે છે ત્યારે હજી આવી રહ્યું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર હાથમાં શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃતિઓ નજીક આવે છે અને નજીક આવ્યુ છે શબ્દનો ઉપયોગ કરે છે

Matthew 11:1

General Information:

આ વાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઈસુએ કેવી રીતે જવાબ આપ્યો તે વિશે માથ્થી જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

It came about that when

આ શબ્દ માથ્થીની સુવાર્તામાં ઈસુના શિક્ષણ પછી જે બન્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હવે પછી અથવા ""પછી

had finished instructing

શિક્ષણ આપવાનું પૂરું કર્યું અથવા “આજ્ઞા આપવાનું પૂર્ણ કર્યું”

his twelve disciples

આ ઈસુના બાર પસંદ કરેલા પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

in their cities

અહિયા “તેઓના” એ સામાન્ય સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે

Matthew 11:2

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

when John heard in the prison about

જ્યારે યોહાન, જેલમાં હતો, ત્યારે તેણે તે વિશે સાંભળ્યું હતું અથવા જ્યારે કોઈએ યોહાનને તે વિશે કહ્યું, જ્યારે તે જેલમાં હતો,. માથ્થીએ હજી સુધી વાચકોને કહ્યું નથી કે રાજા હેરોદે યોહાન બાપ્તિસ્તને જેલમાં મૂક્યો હતો, મૂળ પ્રેક્ષકો વાર્તા સાથે પરિચિત હતા અને અહીં અસ્પષ્ટ માહિતીને સમજી શક્યા હતા. અહીં માથ્થી, યોહાન બાપ્તિસ્ત વિશે વધુ માહિતી આપશે, તેથી સંભવતઃ તે અહીં સ્પષ્ટ કરવું ઉત્તમ છે.

he sent a message by his disciples

યોહાન બાપ્તિસ્તે તેના શિષ્યોને ઈસુ પાસે સંદેશ લઈ મોકલ્યા

Matthew 11:3

said to him

“તેને” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Are you the one who is coming

અમે જેની અપેક્ષા રાખી રહ્યા છે તે શું તમે જ છો. આ મસીહ અથવા ખ્રિસ્તનો ઉલ્લેખ કરવાની બીજી રીત છે.

should we look for another?

કે પછી અમે કોઈ બીજાની રાહ જોઈએ. સર્વનામ “અમે” એ સર્વ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે નહીં કે માત્ર યોહાનના શિષ્યોનો

Matthew 11:4

report to John

યોહાનને કહો

Matthew 11:5

lepers are being cleansed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું કોઢીઓને સાજા કરું છું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the dead are being raised back to life

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને ફરીથી જીવન પ્રાપ્ત થાય છે અથવા હું ફરીથી મૃત્યુ પામેલાઓને જીવન આપું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive) અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the gospel is being preached to the poor

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું દરિદ્રીઓને સુવાર્તા પ્રચાર કરું છું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the poor

આ નામાંકિત વિશેષણનું નામ સંજ્ઞાના શબ્દસમૂહ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “દરિદ્રી લોકોને” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 11:7

Connecting Statement:

ઈસુ યોહાન બપ્તિસ્ત વિશે ટોળાની સાથે વાત કરવાનું શરૂ કરે છે.

What did you go out in the desert to see—a reed being shaken by the wind?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસપણે તમે અરણ્યમાં શું જોવાને નીકળ્યા હતાં… પવનથી હાલતા બરુંને! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a reed being shaken by the wind

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ યર્દન નદીના નાના છોડને દર્શાવે છે અથવા 2) ઈસુ આ રીતે એક પ્રકારના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: માણસ જે સરળતાથી તેના મનના વિચારોમાં ફેરફાર કરે છે તે પવનથી આગળ ધસી રહેલા બરુના જેવો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

being shaken by the wind

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પવનથી હાલવું” અથવા “પવનથી ઉડવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 11:8

But what did you go out to see—a man dressed in soft clothing?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અને, ચોક્કસપણે તમે અરણ્યમાં કોઈ માણસને જોવા ગયા ન હતાં… કપડાં પહેરેલા! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

dressed in soft clothing

કિંમતી વસ્ત્રો પહેરેલા. ઘનવાન લોકો આ પ્રકારના વસ્ત્રો પહેરતા હતા.

Really

આ શબ્દ આગળની બાબતો પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: “ખરેખર”

kings' houses

રાજાના મહેલો

Matthew 11:9

General Information:

કલમ 10 માં, ઈસુ પ્રબોધક માલાખીની વાતનો ઉલ્લેખ કરે છે કે યોહાન બાપ્તિસ્તનું જીવન અને સેવા ભવિષ્યવાણી પરિપૂર્ણ કરે છે.

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું જારી રાખે છે.

But what did you go out to see—a prophet?

લોકો યોહાન બાપ્તિસ્ત વિશે વિચારે કે તે કયા પ્રકારનાં વ્યક્તિ છે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પણ ચોક્કસપણે તમે અરણ્યમાં પ્રબોધક જોવાને નીકળ્યા હતા!” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Yes, I say to you

હું તમને સત્ય કહું છું,

much more than a prophet

આ સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે સામાન્ય પ્રબોધક નથી અથવા તે સામાન્ય પ્રબોધક કરતાં વધુ મહત્વપૂર્ણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 11:10

This is he of whom it was written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: માલાખી પ્રબોધકે યોહાન બાપ્તિસ્ત વિશે આ બાબતો ઘણા સમય પહેલાં લખી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

I am sending my messenger

“હું” અને “મારું” સર્વનામ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર જે કહે છે માલાખી તે ટાંકે છે.

before your face

અહીં “તમારું” એ એકવચન છે કારણ કે મસીહ આને અવતરણમાં કહે છે. અને “ચહેરો” એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારી સમક્ષ” અથવા “તમારી પહેલા જવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

will prepare your way before you

આ એક રૂપક છે જેનો અર્થ છે કે સંદેશવાહક મસીહનો સંદેશ પ્રાપ્ત કરવા લોકોને તૈયાર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 11:11

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

among those born of women

જો કે આદમનો જન્મ કોઈ સ્ત્રીથી થયો ન હતો, પણ આ સર્વ મનુષ્યોનો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: ક્યારેય જીવી ગયા હોય તે સર્વ લોકોમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

no one is greater than John the Baptist

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યોહાન બાપ્તિસ્ત સૌથી મહાન છે અથવા ""યોહાન બાપ્તિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે

the least important person in the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: "" આકાશમાં આપણા ઈશ્વરના રાજ હેઠળ ઓછામાં ઓછા મહત્વપૂર્ણ વ્યક્તિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

is greater than he is

યોહાન કરતા પણ વધુ મહત્વપૂર્ણ

Matthew 11:12

From the days of John the Baptist

યોહાને જે સમય તેનો સંદેશ પ્રચાર કરવાનું શરૂ કર્યું. શબ્દ દિવસો કદાચ અહીં મહિનાઓ અથવા વર્ષો સુધીનો ઉલ્લેખ કરે છે.

the kingdom of heaven suffers violence, and men of violence take it by force

આ કલમના વિવિધ સંભવિત અર્થઘટનો આ પ્રમાણે છે. યુએસટી માને છે કે તેનો અર્થ એ છે કે કેટલાક લોકો તેમના પોતાના સ્વાર્થી હેતુ માટે ઈશ્વરના રાજ્યનો ઉપયોગ કરવા માંગે છે, અને તે પ્રાપ્ત કરવા માટે તેઓ અન્ય લોકોનો ઉપયોગ કરે છે. અન્ય આવૃતિઓ હકારાત્મક અર્થઘટનની ધારણા કરે છે, કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું તેડું તાકીદનું બની ગયુ છે કે, લોકોએ આ તેડાનો જવાબ આપવા માટે અને પાપનો નકાર કરવા અત્યંત આકરી રીતે કાર્ય કરવું જોઈએ. ત્રીજુ અર્થઘટન એ છે કે હિંસક લોકો ઈશ્વરના લોકોને નુકસાન પહોંચાડે છે અને એ પ્રમાણે તેઓ ઈશ્વરને રાજ કરતા અટકાવાનો પ્રયત્ન કરે છે.

Matthew 11:13

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

all the prophets and the law have been prophesying until John

અહીં પ્રબોધકો અને નિયમશાસ્ત્ર પ્રબોધકોએ અને મૂસા, એ શાસ્ત્રમાં લખેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આ માટે જ પ્રબોધકોએ અને મૂસાએ યોહાન બાપ્તિસ્તના આવતા સુધી શાસ્ત્ર દ્વારા આ વિશેની ભવિષ્યવાણીઓ કરી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 11:14

if you are willing

અહિયા “તમે” એ બહુવચન છે અને તે ટોળાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

he is Elijah who was going to come

તે"" શબ્દ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાન બાપ્તિસ્ત શબ્દશઃ એલીયા છે. ઈસુનો અર્થ છે કે યોહાન બાપ્તિસ્ત એલીયા, જે આવનાર છે અથવા બીજા એલીયા તરીકેની ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પ્રબોધક માલાખીએ કહ્યું હતું કે એલીયા પાછો આવશે, ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે બોલી રહ્યો હતો

Matthew 11:15

He who has ears to hear, let him hear

ઈસુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તે સમજવા માટે અને લાગુકરણ કરવા માટેનું છે. અહીં શબ્દસમૂહ સાંભળવા માટે કાન સમજવું અને તેનું પાલન કરવા વિશેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: જેને સાંભળવાને કાન છે તે સાંભળે અથવા ""જે સમજવા તૈયાર છે તેને સમજવા દો અને તેને તેનું પાલન કરવા દો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

He who has ... let him hear

કેમ કે ઈસુ સીધા તેમના પ્રેક્ષકો સાથે વાત કરે છે, તમે અહીં બીજા વ્યક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જો તમે સાંભળવા તૈયાર છો, તો સાંભળો અથવા જો તમે સમજી શકો છો, તો સમજો અને તેનું પાલન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 11:16

Connecting Statement:

ઈસુ ટોળાને યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરવાનું ચાલુ રાખે છે.

To what should I compare this generation?

ઈસુ તે દિવસના લોકો અને બજારમાંના બાળકોના કહેવા વચ્ચેની સરખામણી રજૂ કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આ પેઢી તેના જેવી લાગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

this generation

જે લોકો હાલમાં જીવિત છે અથવા “આ લોકો” અથવા “આ પેઢીના તમે લોકો”

the marketplace

મોટું, હવાવાળો ખુલ્લો વિસ્તાર જ્યાં લોકો વસ્તુઓ ખરીદે અને વેચે

Matthew 11:17

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત સાથે શરૂઆત કરે છે અને કલમ 16 માં કહે છે કે “તેના જેવું”.

and say ... and you did not weep

તે સમયના લોકોનું વર્ણન કરવા માટે ઈસુ એક દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. તે લોકોને ઈસુ બાળકોના સમૂહ સાથે સરખાવે છે કે જે બીજા બાળકોને તેમની સાથે રમે તેવો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે તેઓ ગમે તે રીતે પ્રયત્ન કરે તેમ છતાં પણ અન્ય બાળકો તેમની સાથે રમતમાં જોડાશે નહીં. ઈસુનો અર્થ એ છે કે આ લોકો માટે કશું જ મહત્વનું નથી જેમ કે ઈશ્વર યોહાન બાપ્તિસ્ત જેવા રણમાં રહી ઉપવાસ કરનાર વ્યક્તિને તેમની પાસે મોકલે અથવા ઈસુ કે જેઓ પાપીઓની સાથે ખાયપીયે છે અને ઉપવાસ કરતા નથી, તેમને તેઓ પાસે મોકલે. લોકો, ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનો હઠીલા જ રહે છે અને ઈશ્વરના સત્યને સ્વીકારવાનો નકાર કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

We played a flute for you

‘અમે’ બજાર વિસ્તારમાં બેસી રહેલા બાળકોનો ઉલ્લેખ કરે છે. અહીં તમે એ બહુવચન છે અને તે અન્ય બાળકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

and you did not dance

પરંતુ તમે આનંદિત સંગીત પર નૃત્ય કર્યું નહીં

We mourned

આનો અર્થ એ છે કે સ્મશાન યાત્રામાં સ્ત્રીઓ જેવા ગાય છે તેવા દુખિત ગીતો તેઓએ ગાયા. (જુઓ :/WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

and you did not weep

પણ તમે અમારી સાથે રડ્યા નહીં

Matthew 11:18

Connecting Statement:

ઈસુ ટોળાની સાથે યોહાન બાપ્તિસ્ત વિશેની વાત પૂર્ણ કરે છે.

not eating or drinking

અહીં રોટલી ખોરાકનો ઉલ્લેખ કરે છે. તેનો અર્થ એ નથી કે યોહાને ક્યારેય ખાધું નથી. તેનો અર્થ એ છે કે તે વારંવાર ઉપવાસ કરે છે, અને જ્યારે તે ખાય છે ત્યારે તેણે સારો, કીમતી ખોરાક ખાધો નથી. વૈકલ્પિક ભાષાંતર: વારંવાર ઉપવાસ અને મદ્યપાન કરતા નથી "" અથવા "" તરંગી ખોરાક ખાતા નથી અને મદ્યપાન કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they say, 'He has a demon.'

આને પરોક્ષ ભાવ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ કહે છે કે તેને ભૂત વળગેલ છે અથવા તેઓ તેને ભૂત વળગેલ હોવાનો આક્ષેપ લગાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

they say

તેઓ"" ના સર્વ ઉલ્લેખ, પેઢીઓના લોકોનો ઉલ્લેખ કરે છે અને ખાસ કરીને ફરોશીઓ અને ધાર્મિક આગેવાનોને ઉલ્લેખ કરે છે.

Matthew 11:19

The Son of Man came

ઈસુ પોતાને સંબોધે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું, માણસનો દીકરો, આવ્યો છું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

came eating and drinking

આ યોહાનના વર્તન વિરુદ્ધનું કાર્ય છે. આનો અર્થ ફક્ત સામાન્ય ખોરાક અને પીણું જ લેવાની વાત છે. તેનો અર્થ એ છે કે ઈસુએ અન્ય સામાન્ય લોકોની જેમ જ સારા ખોરાક અને પીણાનો આનંદ માણ્યો.

they say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

આનો અનુવાદ પ્રત્યક્ષ પરોક્ષ ભાવ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ કહે છે કે તે એક ખાઉધરો માણસ છે અને દારૂબાજ છે ... પાપીઓનો મિત્ર છે. અથવા તેઓ તેને પાપીઓ સાથે ખાવાપીવાનો આરોપ લગાવે છે. જો તમે ""માણસનો દીકરા""નો અનુવાદ હું, માણસનો દીકરો તરીકે કર્યો હોય તો આનો અનુવાદ પરોક્ષ રીતે એકવચનમાં કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તેઓ કહે છે કે હું એક ખાઉધરો અને દરુબાજ માણસ છે.... પાપીઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

he is a gluttonous man

તે ખાઉધરો માણસ છે અથવા “તે સતત ખૂબ જ ખોરાક ખાયા કરે છે”

a drunkard

પીધેલો અથવા “તે સતત ખૂબ જ દારુ પીધા કરે છે”

But wisdom is justified by her children

આ એક કહેવત છે જેને ઈસુ આ પરિસ્થિતિને લાગુ પાડે છે, કારણ કે જે લોકોએ ઈસુ અને યોહાનનો નકાર કર્યો હતો તેઓ ડહાપણભરી રીતે વર્તી રહ્યા નહોતા. ઈસુ અને યોહાન બાપ્તિસ્ત બંને જ્ઞાની વ્યક્તિઓ છે, અને તેમના કાર્યોના પરિણામો તે સાબિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

wisdom is justified by her children

અહીં શાણપણ એ એવી સ્ત્રીનું વર્ણન છે કે તેણી જે કરે છે તેનાથી સત્ય સાબિત થાય છે. ઈસુ કહે છે કે જ્ઞાની વ્યક્તિના કાર્યો તેના સબંધી સાચા ઠરે છે કે તે ખરેખર બુદ્ધિશાળી છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્ઞાની વ્યક્તિના કાર્યો જ તેના જ્ઞાની હોવાનું સાબિત કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 11:20

General Information:

ઈસુએ જ્યાં પહેલા ચમત્કારો કર્યા હતા તે શહેરોના લોકોને ઠપકો આપવાનું શરૂ કરે છે.

to rebuke the cities

અહીં “શહેરો” તેમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “શહેરના લોકોને ઠપકો આપ્યો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

cities

નગરો

in which most of his mighty deeds were done

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમાં તેણે મહાન અદભુત કાર્યો કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

mighty deeds

શક્તિશાળી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”

Matthew 11:21

Woe to you, Chorazin! Woe to you, Bethsaida!

ઈસુ ખોરાઝીન અને બેથસૈદા શહેરોના લોકોને સંબોધીને કહે છે કે જાણે કે તેઓ તેમનું સાંભળતા હોય, પરંતુ તેઓ સાંભળતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

Woe to you

તે તમારા માટે કેટલું ભયંકર હશે. અહીં તમે શબ્દ એકવચન છે અને તે શહેરનો નિર્દેશ કરે છે. જો શહેરની જગ્યાએ લોકોનો ઉલ્લેખ કરવો વધુ સ્વાભાવિક હોય, તેથી તમે તેને બહુવચન તમે તરીકે અનુવાદ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Chorazin ... Bethsaida ... Tyre ... Sidon

આ શહેરમાં રહેતા લોકો માટે આ શહેરનું નામ એક રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

If the mighty deeds ... in sackcloth and ashes

ઈસુ ભૂતકાળમાં બની શકી હોત તેવી કાલ્પનિક પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યાં છે, પરંતુ તે બની નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

If the mighty deeds had been done in Tyre and Sidon which were done in you

આને સક્રિય સ્વરૂપ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે પરાક્રમી કાર્યો મેં તમારી મધ્યે કર્યા છે તે જો મેં તૂર અને સિદોનના લોકો મધ્યે કર્યા હોત તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

which were done in you

અહીં તમે બહુવચન છે અને ખોરાઝીન અને બેથસૈદાનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષા માટે વધુ પ્રાકૃતિક છે, તો તમે શહેરોના લોકોનો ઉલ્લેખ કરવા માટે બે શહેરોને બહુવચનના રૂપમાં તમે તરીકે ઉલ્લેખી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

they would have repented long ago

સર્વનામ “તેઓ” એ તૂર અને સિદોનના લોકોને ઉલ્લેખે છે.

would have repented

બતાવ્યુ હોત કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે.

Matthew 11:22

it will be more tolerable for Tyre and Sidon at the day of judgment than for you

અહીં તૂર અને સિદોન ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર ન્યાયના દિવસે તૂર અને સિદોનના લોકો પર તમારા કરતા વધારે દયા બતાવશે, અથવા ઈશ્વર ન્યાયના દિવસે તૂર અને સિદોનના લોકો કરતાં તમને વધારે ભારે શિક્ષા કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy )

than for you

અહીં તમે શબ્દ બહુવચન છે જે ખોરાઝીન અને બેથસૈદાનો ઉલ્લેખ કરે છે. જો તે તમારી ભાષા માટે વધુ પ્રાકૃતિક રીત છે, તો તમે શહેરોના લોકોનો ઉલ્લેખ કરવા માટે બે શહેરો અથવા બહુવચન તમે શબ્દનો ઉલ્લેખ કરી શકો છો. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય છે. એટલું જ નહીં તમે મને ચમત્કારો કરતા જોયો તેમ છતાં તમે પસ્તાવો કર્યો નહીં અને મારામાં વિશ્વાસ કર્યો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 11:23

Connecting Statement:

ઈસુએ તે શહેરોના લોકોને ઠપકો આપવાનું ચાલુ રાખ્યું જ્યાં તેમણે પહેલાં ચમત્કારો કર્યા હતા.

You, Capernaum

ઈસુ હવે કફરનહૂમ શહેરના લોકો સાથે વાત કરે છે કે જાણે કે તેઓ તેમની વાતો સાંભળતા હોય, પણ તેઓ સાંભળતા ન હતા. સર્વનામ તમે એકવચન છે અને આ બે કલમોમાં કફરનહૂમનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

You

તમે"" શબ્દની બધી ઘટનાઓ એકવચન છે. જો તે શહેરના લોકોનો ઉલ્લેખ સ્વાભાવિક રીતે દર્શાવે છે, તો તમે બહુવચન તમે શબ્દથી અનુવાદ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Capernaum ... Sodom

આ શહેરોનાં નામ કફરનહૂમ અને સદોમમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

you will not be exalted to heaven, will you?

શું તમે વિચારો છો કે તમને આકાશ સુધી ઊંચા કરવામાં આવશે? કફરનહૂમના લોકોને તેમના ગર્વ માટે ઠપકો આપવા માટે ઈસુએ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કર્યો. તે વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે: વૈકલ્પિક ભાષાંતર: તમે પોતાને આકાશ સુધી ઉઠાવી શકતા નથી! અથવા અન્ય લોકોની પ્રસંશા તમને આકાશ સુધી ઊંચા ઉઠાવી શકશે નહીં! અથવા તમે જેમ વિચારો છો તેમ ઈશ્વર તમને આકાશ સુધી ઊંચા ઉઠાવશે નહીં! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

you will be brought down to Hades

આને સક્રિય રૂસ્વપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમને નીચે હાદેસ સુધી ફેંકી દેશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

For if in Sodom ... it would have remained until today

ઈસુ ભૂતકાળમાં બની હોય તેવી કાલ્પનિક પરિસ્થિતીનું વર્ણન કરી રહ્યા છે, પરંતુ તેમ બન્યું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

if in Sodom there had been done the mighty deeds that were done in you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારી મધ્યે જે પરાક્રમી કાર્યો મેં કર્યા તે જો મેં સદોમના લોકો મધ્યે કર્યા હોત” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

mighty deeds

પરાક્રમી કાર્યો અથવા “સામર્થ્યના કાર્યો” અથવા “ચમત્કારો”

it would have remained

સર્વનામ “તે” સદોમ શહેરનો ઉલ્લેખ કરે છે .

Matthew 11:24

I say to you

આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તે પર ભાર મૂકે છે.

it shall be easier for the land of Sodom in the day of judgment than for you

અહીં સદોમની ભૂમિ એ ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર ન્યાયના દિવસે તમારા કરતા સદોમના લોકો પર વધુ દયા બતાવશે અથવા ઈશ્વર ન્યાયના દિવસે સદોમના લોકો કરતાં તમને વધારે શિક્ષા કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

than for you

અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે મને ચમત્કારો કરતા જોયો હોવા છતાં તમે પસ્તાવો કર્યો નથી અને મારા પર વિશ્વાસ કર્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 11:25

General Information:

કલમ 25 અને 26 માં, ઈસુ ટોળાની પ્રત્યક્ષ હાજરીમાં આકાશમાંના પિતાને પ્રાર્થના કરે છે. કલમ 27 માં, ઈસુ ફરીથી લોકોને સંબોધન કરવાનું શરૂ કરે છે.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Lord of heaven and earth

ઈશ્વર જે આકાશ અને પૃથ્વી પર રાજ કરે છે. શબ્દસમૂહ આકાશ અને પૃથ્વી બ્રહ્માંડમાં જે છે તે સર્વ લોકો અને વસ્તુઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર જે સમગ્ર સૃષ્ટિ પર શાસન કરે છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

you concealed these things ... and revealed them

આ વસ્તુઓ"" નો અર્થ શું છે તે સ્પષ્ટ નથી. જો તમારી ભાષામાં તે વસ્તુઓનો અર્થ નિર્ધારિત કરવાની જરૂર હોય તો, બીજું અનુવાદ શ્રેષ્ઠ હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સત્યો છુપાવી દીધા ... અને સત્યોને જાહેર કર્યા

you concealed these things from

તમે તેઓથી આ વસ્તુઓ છુપાવી છે અથવા “તમે આ વસ્તુઓને જાહેર કરી નથી. “આ ક્રિયાપદ પ્રગટ કરાયેલનું વિરુદ્ધાર્થી છે.”

from the wise and understanding

આ નજીવા વિશેષણને વિશેષણો તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: લોકો જેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

the wise and understanding

ઈસુ દ્રષ્ટાંતનો ઉપયોગ કરે છે. આ લોકો ખરેખર સમજદાર છે તેવું ઈસુ માનતા નથી. વૈકલ્પિક ભાષાંતર: લોકો કે જેઓ વિચારે છે કે તેઓ બુદ્ધિશાળી અને સમજદાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

revealed them

તેમને પ્રગટ કર્યા. સર્વનામ “તેમને” અગાઉની કલમમાં “આ વસ્તુઓ” નો ઉલ્લેખ કરે છે.

to little children

ઈસુ અજાણ્યા લોકોને નાના બાળકો સાથે સરખાવે છે. ઈસુએ એ બાબત પર ભાર મૂક્યો છે કે તેનામાંના ઘણા માને છે કે તેઓ સારા શિક્ષિત નથી અથવા પોતાને જ્ઞાની સમજતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 11:26

for so it was well-pleasing in your sight

તમારી દૃષ્ટિમાં"" શબ્દસમૂહ વ્યક્તિ સ્વયંને જે સમજે છે તે વિશેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: તમે એ પ્રમાણે કરવા માટે યોગ્ય ગણ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 11:27

All things have been entrusted to me from my Father

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા પિતાએ મને સઘળો અધિકાર આપ્યો છે અથવા મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

All things

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર પિતાએ ઈસુને તેમના રાજ્ય અને પોતા વિશે સર્વ જાહેર કર્યું છે અથવા 2) ઈશ્વર પિતાએ સર્વ અધિકાર ઈસુને આપ્યા છે.

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

no one knows the Son except the Father

ફક્ત પિતા જ દીકરાને જાણે છે

no one knows

અહીં જાણવું શબ્દનો અર્થ ફક્ત કોઈની સાથે પરિચિત હોવા કરતાં વધુ છે. તેનો અર્થ એ છે કે કોઈને પણ આત્મીયતાથી જાણવું અને તેણી સાથે ખાસ સંબંધ રાખવો.

the Son

અહીં ઈસુ પોતાને ત્રીજો પુરુષ એકવચનમાં દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

the Son

ઈશ્વરનો પુત્ર, એ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

no one knows the Father except the Son

ફક્ત પુત્ર જ પિતાને જાણે છે

Matthew 11:28

Connecting Statement:

ઈસુ ટોળાની સાથે વાત કરવાનું સમાપન કરે છે.

all you

“તમે” નો ઉલ્લેખ દર્શાવતી સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

who labor and are heavy burdened

નિયમનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા લોકો નિયમને એક ભારે બોજ સમાન ગણે છે અને તેનો ભાર સહન કરે છે, તેઓની સાથે ઈસુ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: સખત મહેનત કર્યા પછી પણ નિરાશ કોણ છે અથવા નિયમનું સખત સંપૂર્ણપણે પાલન કરવાના પ્રયત્નો કર્યાથી નિરાશ કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

I will give you rest

હું તમને તમારી મજૂરી અને બોજથી આરામ કરવાની મંજૂરી આપીશ

Matthew 11:29

Take my yoke on you

ઈસુ રૂપક આપવાનું જારી રાખે છે. ઈસુ લોકોને શિષ્યો બનવા અને તેમનું અનુસરણ કરવા માટે આહવાન આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

I am meek and lowly in heart

અહીં નમ્ર અને નમ્ર હૃદય નો મૂળ અર્થ એક જ છે. ઈસુ તે બંને શબ્દોનો સમન્વય કરી ભારપૂર્વક જણાવે છે કે ધાર્મિક આગેવાનો કરતા ઈસુ વધુ દયાળુ રીતે વર્તશે. વૈકલ્પિક ભાષાંતર: હું મનમાં નમ્ર અને રાંકડો છું અથવા હું ખૂબ જ રાંકડો/નમ્ર છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

lowly in heart

અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વ માટેનું ઉપનામ છે. નમ્ર હૃદય એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ નમ્ર થાય છે. વૈકલ્પિક ભાષાંતર: નમ્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

you will find rest for your souls

અહીં આત્મા એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે તમારા માટે આરામ મેળવશો અથવા તમે વિશ્રામ કરી શકશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 11:30

For my yoke is easy and my burden is light

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન જ થાય છે. ઈસુ ભારપૂર્વક કહે છે કે યહૂદી નિયમનું પાલન કરવા કરતા તેમને અનુસરવું સરળ છે. વૈકલ્પિક ભાષાંતર: હું તમારા પર જે મૂકું છું, તે તમે ઉઠાવી લઈ જઈ શકશો કારણ કે તે હલકું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

my burden is light

અહીં “હલકું” શબ્દ ભારેનું વિરોધી છે, અંધકારનું વિરોધી નહીં.