Matthew 10

માથ્થી 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાર શિષ્યોને મોકલવા

આ અધ્યાયમાંની ઘણી કલમો વર્ણવે છે કે ઈસુએ કેવી રીતે બાર શિષ્યોને સેવા માટે બહાર મોકલ્યા. તેમણે તેઓ(શિષ્યો)ને આકાશના રાજ્ય વિશેનો તેમનો સંદેશ આપવા મોકલ્યા. શિષ્યોએ ફક્ત ઇઝરાએલમાં જ ઈસુનો સંદેશ જણાવવાનો હતો, વિદેશી પ્રાંતોમાં નહીં

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે પ્રમાણે છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ, ઝબદીનો દીકરો યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્ક લેખિત સુવાર્તામાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ અને ઝબદીનો દીકરો યોહાન (જેમની અટક તેમણે બને-રગેસ પાડી, એટલે કે ગર્જનાના દીકરા), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની, અને યહૂદા ઇશ્કરિયોત.

લૂક લેખિત સુવાર્તામાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફી પુત્ર યાકૂબ, સિમોન (જે કનાની કહેવાતો હતો), યાકૂબના પુત્ર યહૂદા અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી લગભગ, યાકૂબના પુત્ર યહૂદા બંને એક જ વ્યક્તિ હોઈ શકે છે.

આકાશનું રાજ્ય પાસે આવ્યું છે

જ્યારે યોહાન આકાશના રાજ્યની વાત કરે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને તેની ખાતરી નથી કે તે રાજ્ય, હાલમાં છે કે પછી આવવાનું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર "" હાથવગું"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ પાસે આવે છે અને પાસે આવ્યું છે શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.”

Matthew 10:1

Connecting Statement:

ઈસુ તેમના બાર શિષ્યોને તેમનું કાર્ય કરવા માટે બહાર મોકલે છે તે વૃતાંત દ્વારા આ અધ્યાયની શરૂઆત થાય છે.

Then he called his twelve disciples together

12 શિષ્યોને બોલાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

gave them authority

ખાતરી કરો કે લખાણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ અધિકાર 1) અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા અને 2) રોગ અને માંદગી સાજા કરવાનો હતો.

to drive them out

અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવા

every disease and every sickness.

દરેક રોગ અને દરેક બીમારી. રોગ અને બીમારી શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. રોગ વ્યક્તિને બીમાર કરે છે. બિમારી એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.

Matthew 10:2

General Information:

અહીં લેખક બાર પ્રેરીતોના નામ દ્વારા તેમની પૃષ્ઠભૂમિ વિશે માહિતી પૂરી પાડે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી બાર પ્રેરિતોની પૃષ્ઠભૂમિ વિશેની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the twelve apostles

આ એજ “બાર શિષ્યો” નું સમૂહ છે જેનો ઉલ્લેખ માથ્થી 10:1માં છે.

first

આ તેઓના નામનો ક્રમ છે, હોદ્દાનો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Matthew 10:3

Matthew the tax collector

માથ્થી જે એક દાણી (કર ઉઘરાવનાર) હતો

Matthew 10:4

the Zealot

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કનાની એ એક શીર્ષક છે જે દર્શાવે છે કે તે એવા લોકોના સમૂહનો ભાગ હતો જે યહૂદી લોકોને રોમન શાસનમાંથી મુક્ત કરવા માંગતા હતાં. વૈકલ્પિક ભાષાંતર: દેશભક્ત અથવા રાષ્ટ્રવાદી અથવા 2) કનાની એ એક વર્ણન છે જે દર્શાવે છે કે તે ઈશ્વરને મહિમા આપવા માટે ઉત્સાહી હતો. વૈકલ્પિક ભાષાંતર: એક ઉત્સાહી અથવા ""એક જુસ્સાદાર

who would also betray him

ઈસુને કોણ પરસ્વાધીન કરશે

Matthew 10:5

General Information:

જો કે કલમ 5ની શરૂઆત, ઈસુએ બાર શિષ્યોને મોકલ્યા તે કહેવા દ્વારા થાય છે તેમ છતાં ઈસુએ આ સૂચનાઓ તેઓને મોકલ્યા પહેલાં આપી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

Connecting Statement:

શિષ્યો જયારે પ્રચાર કરવા જાય ત્યારે તેઓએ શું કરવું અને શી અપેક્ષા રાખવી તે વિશે સૂચનાઓ આપવાની શરૂઆત ઈસુ અહીં કરે છે.

These twelve Jesus sent out

ઈસુએ આ બાર માણસોને મોકલ્યા અથવા “આ એ બાર માણસો હતા જેઓને ઈસુએ મોકલ્યા હતા”

sent out

ઈસુએ તેઓને એક ખાસ હેતુને માટે મોકલ્યા હતા.

He instructed them

તેઓએ શું કરવું તે વિશે ઈસુએ તેઓને કહ્યું અથવા “તેમણે તેઓને આદેશ આપ્યો હતો”

Matthew 10:6

lost sheep of the house of Israel

આ એક રૂપક છે જે આખા ઇઝરાએલ દેશની સરખામણી એવા ઘેટાં સાથે કરે છે જેઓ તેમના ઘેટાંપાળકથી ભટકી ગયેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

house of Israel

આ ઇઝરાએલ દેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇઝરાએલના લોકો” અથવા “ઇઝરાએલના વંશજો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:7

as you go

અહીં “તમે” બહુવચન છે અને તે બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

The kingdom of heaven has come near

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે. આ શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જોવા મળે છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ શબ્દનો ઉપયોગ કરો. તમે આનો અનુવાદ માથ્થી 3:2માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: આકાશના આપણાં ઈશ્વર ટૂંક સમયમાં પોતાને રાજા તરીકે જાહેર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:8

Connecting Statement:

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

Heal ... raise ... cleanse ... cast out ... you have received ... give

આ ક્રિયાપદો અને સર્વનામો બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

raise the dead

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ પામેલાઓને ફરીથી જીવનમાં લાવવા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Freely you have received, freely give

શિષ્યોને શું મળ્યું હતું અથવા તેઓ(શિષ્યો)એ શું આપવાનું હતું તેનો ઉલ્લેખ ઈસુએ કર્યો નથી. કેટલીક ભાષાઓમાં આ માહિતીને વાક્યમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. અહીં ""મફત""નો અર્થ છે કે ત્યાં કોઈ ચુકવણીની જરૂરત નથી. વૈકલ્પિક ભાષાંતર: તમે આ બાબતો મફત પામ્યા છો, તે બીજાઓને મફત આપો અથવા તમે કિમંત આપ્યા વિના આ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, તેથી લોકોને તે કિમંત લીધા વિના આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Freely you have received, freely give

અહીં પામ્યા એ રૂપક છે કે જે કાર્યો કરવાને સમર્થ કરાયા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને આપવું એ રૂપક છે કે જે બીજાઓ માટે કાર્યો કરવાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે આ બાબતો કરવાની ક્ષમતા મફત પામ્યા છો, તે બાબતો બીજાઓ માટે મફત કરો. અથવા આ બાબતો કરવા માટેનું સામર્થ્ય મેં તમને મફતમાં આપ્યું છે, બીજાઓ માટે તમે તે મફતમાં કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 10:9

your

આ બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે એટલે બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

any gold, or silver, or copper

આ ધાતુઓ છે જેમાંથી સિક્કાઓ બનાવવામાં આવ્યા છે. આ યાદી નાણાં માટેનું ઉપનામ છે, તેથી જો આ ધાતુઓ તમારા વિસ્તારમાં જાણીતી ના હોય તો તેનો અનુવાદ નાણાં તરીકે કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

purses

તેનો અર્થ કમરબંધ અથવા ""નાણાંનો કમરબંધ” એમ થાય છે, પરંતુ તે નાણાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલી કોઈપણ વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે. પટ્ટો એ કમરની આસપાસ પહેરવામાં આવતા કાપડ અથવા ચામડાના લાંબો પટ્ટો છે. પટ્ટો મહદઅંશે પૂરતા પ્રમાણમાં પહોળો અને વાળી શકાતો હતો, જેનો ઉપયોગ પૈસા લઈ જવા માટે કરવામાં આવતો હતો.

Matthew 10:10

traveling bag

આ કદાચ મૂસાફરી દરમિયાન સાથે લઈ જવામાં આવતી થેલી અથવા કોઈક દ્વારા ખોરાક કે પૈસા મુકવા માટે વાપરવામાં આવતી થેલી હોઈ શકે છે.

two tunics

માથ્થી 5:40માં “પહેરણ” માટે ઉપયોગમાં લેવાયેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

the laborer

મજૂર

his food

અહીં “ખોરાક” એ વ્યક્તિની જરૂરિયાતનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેને શાની જરૂર છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 10:11

Connecting Statement:

શિષ્યો જ્યારે ઉપદેશ આપવા જાય ત્યારે તેઓએ શું કરવું તે વિશે તેમને આજ્ઞા આપવાનું ઈસુ જારી રાખે છે.

Whatever city or village you enter into

જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો અથવા “જ્યારે તમે ગામ કે શહેરમાં પ્રવેશ કરો ત્યારે”

city ... village

મોટું ગામ…. નાનું ગામ અથવા “મોટું નગર … નાનું નગર.” જુઓ તમે માથ્થી 9:35માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

you enter

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

worthy

“યોગ્ય” વ્યક્તિ એવો વ્યક્તિ કે જે ઇચ્છાથી શિષ્યોનો આવકાર કરે.

stay there until you leave

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં સુધી તમે નગર અથવા ગામ છોડો નહીં ત્યાં સુધી તે વ્યક્તિના ઘરમાં રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 10:12

As you enter into the house, greet it

શબ્દસમૂહ તે અભિવાદન નો અર્થ છે કે ઘરને અભિવાદન પાઠવો. તે દિવસોમાં આ એક સામાન્ય અભિવાદન હતું કે આ ઘરને શાંતિ થાઓ! અહીં ઘર એ ઘરમાં રહેતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો, ત્યારે તેમાં રહેતા લોકોને અભિવાદન પાઠવો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

As you enter

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 10:13

your ... your

આ બહુવચનો છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the house is worthy ... it is not worthy

અહીં ઘર એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ ઘરમાં રહે છે. યોગ્ય વ્યક્તિ એવો માણસ છે જે શિષ્યોનું સ્વાગત કરવાણી ઇચ્છા રાખે છે. ઈસુ આ વ્યક્તિની સરખામણી એવા વ્યક્તિ સાથે કરે છે, જે યોગ્ય નથી, જે શિષ્યોનું સ્વાગત કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: તે ઘરમાં રહેતા લોકો પણ તમારો આવકાર કરશે અથવા તે ઘરમાં રહેતા લોકો તમારી સારી રીતે સારવાર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

let your peace come upon it

તે"" શબ્દનો અર્થ ઘરનો ઉલ્લેખ કરે છે, જે ઘરમાં રહેનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેમને તમારી શાંતિ પ્રાપ્ત કરવા દો અથવા જે અભિવાદન સાથે તમે તેમને તે શાંતિ પ્રાપ્ત કરવા દો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

if it is not worthy

તે"" શબ્દનો અર્થ ઘર છે. અહીંયા ઘર એ ઘરમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો તેઓ તમને સારી રીતે સ્વીકારતા નથી અથવા જો તેઓ તમારી સાથે સારી રીતે વર્તતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

let your peace come back to you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો તે ઘર લાયક નથી તો તે ઘરમાં ઈશ્વર તેમની શાંતિ અને આશીર્વાદ આવતા અટકાવશે અથવા 2) જો ઘર લાયક નથી, તો પછી પ્રેરિતોએ ઈશ્વરને વિંનતી કરવાની છે કે તે ઘરને શાંતિની અભિવાદન ન આપવી. જો તમારી ભાષામાં અભિવાદન અથવા તેની અસરો પાછી લેવાનો સમાન અર્થ છે, તો અહીં તેનો ઉપયોગ કરવો.

Matthew 10:14

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સુચન આપવાનું ચાલુ રાખે છે કે જ્યારે તેઓ ઉપદેશ આપવા બહાર જાય ત્યારે તેઓએ શું કરવું.

As for those who do not receive you or listen to

જો તે ઘરમાંના અથવા શહેરમાંના લોકો તમારો આવકાર ન કરે અથવા ન સાંભળે

you ... your

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

listen to your words

“વચનો” અહીં પ્રેરીતો જે કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા ઉપદેશને સાંભળે” અથવા “તમે જે કહો છો તે સાંભળો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

city

તમે જે રીતે માથ્થી 10:11 માં અનુવાદ કર્યું છે તે સમાન રીતે આનો અનુવાદ કરો.

shake off the dust from your feet

તમે ત્યાંથી નીકળતાં તમારા પગની ધૂળ ખંખેરી નાખો. આ એક નિશાની છે કે ઈશ્વરે તે ઘર અથવા શહેરના લોકોને નકારી કાઢ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 10:15

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે આગળ શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

it shall be more tolerable

પીડા ઓછી થશે

the land of Sodom and Gomorrah

આ સદોમ અને ગમોરામાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો સદોમ અને ગમોરા શહેરોમાં રહેતા હતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

that city

આ તે શહેરના લોકોનો ઉલ્લેખ કરે છે કે જેઓએ પ્રેરિતોનો સ્વીકાર ન કર્યો અને તેમનો સંદેશ ન સાંભળ્યો. વૈકલ્પિક ભાષાંતર: શહેરના લોકો જેઓએ તમારો આવકાર કર્યો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:16

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે. અહીં તે કહેવાનું શરૂ કરે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

See, I send out

અહીં જુઓ શબ્દ જે આવનારી બાબતો છે તે પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: જુઓ, હું મોકલું છું અથવા સાંભળો, મોકલું છું અથવા ""હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેના પર ધ્યાન આપો. હું તમને મોકલું છું

I send you out

ઈસુ તેઓને એક ખાસ હેતુ માટે બહાર મોકલે છે.

as sheep in the midst of wolves

વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. ઈસુ કહે છે કે લોકો શિષ્યોને નુકસાન પહોંચાડી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ખતરનાક વરુના જેવા લોકો મધ્યે ઘેટાં જેવા અથવા “ખતરનાક પ્રાણીઓની જેમ વર્તનારા લોકોમાં ઘેટાં જેવા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

be wise as the serpents and harmless as the doves

ઈસુ શિષ્યોને કહે છે કે લોકો મધ્યે તમે સાવધ અને નિર્દોષ રહેજો. જો શિષ્યોને સાપ અથવા કબૂતર સાથે સરખાવીએ તો તે ગૂંચવણભર્યું છે, એટલે તેનો સમન્વય યોગ્ય નથી. વૈકલ્પિક ભાષાંતર: સમજૂતી અને સાવચેતી સાથે કાર્ય કરો, સાથે સાથે નિર્દોષતા અને સદગુણ પણ હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 10:17

Watch out for people! For they will deliver you up

આ બે નિવેદનો કેવી રીતે સંબંધિત છે તે દર્શાવવા તમે કારણ કે થી અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: લોકોથી સાવધ રહેજો કારણ કે તેઓ તે પ્રમાણે વર્તશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

they will deliver you up to

તેઓ(લોકો) તમને ન્યાયસભાના નિયંત્રણ હેઠળ મૂકશે

councils

સ્થાનિક ધાર્મિક આગેવાનો અથવા જેઓ સાથે મળી સમાજમાં શાંતિ જાળવે છે.

they will whip you

તમને ચાબુકથી મારશે

Matthew 10:18

you will be brought

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ તમને લાવશે” અથવા “તેઓ તમને ખેંચીને લઇ જશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

for my sake

કારણ કે તમે મારા છો અથવા “તમે મને અનુસરો છો”

to them and to the Gentiles

તેઓને"" સર્વનામ એ ગવર્નર અને રાજાઓ અથવા “યહૂદી વિરોધ કરનારા” નો ઉલ્લેખ કરે છે.

Matthew 10:19

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

When they deliver you up

જ્યારે લોકો તમને ન્યાયસભામાં લઈ જાય. અહીં એજ “લોકો” છે જે “લોકો” માથ્થી 10:17 માં છે.

you ... you

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

do not be anxious about

ચિંતા કરશો નહીં

how or what you will speak

તમારે શું કહેવું અથવા શું બોલવું. આ બે વિચારોને જોડી શકાય છે: “તમારે શું બોલવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hendiadys)

for what to say will be given to you

આને સક્રીય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે પવિત્ર આત્મા તમને શીખવશે કે તમારે શું બોલવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in that hour

અહીં “ઘડી” નો અર્થ “તે સમય” છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમયે” અથવા “તે જ ઘડીએ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:20

you ... your ... you

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the Spirit of your Father

જો આવશ્યક હોય, તો તેને આકાશમાંના પિતાનો આત્મા તરીકે અનુવાદિત કરી શકાય છે અથવા તેને સ્પષ્ટ કરવા માટે પાનાંની નીચે ટૂંકી નોંધ ઉમેરી શકાય છે કે આ ઈશ્વરના પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે અને પૃથ્વી પરના જૈવિક પિતાના આત્માનો નહીં.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

in you

તમારા દ્વારા

Matthew 10:21

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

Brother will deliver up brother to death

એક ભાઈ તેના ભાઈને મૃત્યુ સુધી પહોંચાડી દેશે અથવા ""ભાઈઓ તેમના ભાઈઓને મૃત્યુ સુધી પહોંચાડશે.” ઈસુ એવી કંઈક વાત કરે છે જે ઘણી વખત બનશે.

will deliver up brother to death

અમૂર્ત નામ ""મૃત્યુ” ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ભાઈને અધિકારીઓને સોંપી દેશે જેઓ તેને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

a father his child

આ શબ્દોનો સંપૂર્ણ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પિતા તેમનાં બાળકોને મૃત્યુની શિક્ષા આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

rise up against

બળવો કરવો અથવા “વિરુદ્ધ થવું”

cause them to be put to death

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમને મૃત્યુને શરણે લઈ જાય છે અથવા અધિકારીઓ તેમને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 10:22

You will be hated by everyone

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક તમને ધિક્કારશે અથવા સર્વ લોકો તમને ધિક્કારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

You will be

આ બહુવચન છે અને બાર પ્રેરીતોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

because of my name

અહીં નામ એ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારા કારણે અથવા કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

whoever endures

જે વિશ્વાસુ રહે છે

to the end

અંત"" નો અર્થ સ્પષ્ટ થતો નથી એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે, જ્યારે સતાવણી સમાપ્ત થાય છે ત્યારે અથવા જ્યારે ઈશ્વર પોતાને રાજા તરીકે જાહેર કરશે તે યુગ. મુખ્ય બાબત એ છે કે તેઓએ અંત સુધી સહન કરવાનું છે.

that person will be saved

આને સક્રિય રૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તે વ્યક્તિને ઉગારશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 10:23

in this city

અહીં “આ” એ ચોક્કસ શહેરનો ઉલ્લેખ કરતું નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક શહેરમાં”

flee to the next

બીજા શહેરમાં ચાલ્યા જાઓ

truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Son of Man

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

comes

પહોંચે છે

Matthew 10:24

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું ચાલુ રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

A disciple is not greater than his teacher, nor a servant above his master

ઈસુ પોતાના શિષ્યોને એક સામાન્ય સત્યનું શિક્ષણ આપવા નીતિવચનનો ઉપયોગ કરી રહ્યા છે. ઈસુ વર્ણવે છે કે શિષ્યોએ એવી અપેક્ષા ન રાખવી કે લોકો જેમ ઈસુ સાથે વ્યવહાર કરે છે તેનાથી વધુ સારી રીતે લોકો તેમની સાથે વ્યવહાર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

A disciple is not greater than his teacher

શિષ્ય હંમેશા તેના શિક્ષક કરતાં ઓછું મહત્વ ધરાવે છે અથવા ""શિક્ષક હંમેશા તેના શિષ્ય કરતા વધારે મહત્વના છે

nor a servant above his master

અને નોકર હંમેશા તેના માલિક કરતા ઓછું મહત્વનું ધરાવે છે અથવા ""માલિક હંમેશા નોકર કરતાં વધારે મહત્વનો છે

Matthew 10:25

It is enough for the disciple that he should be like his teacher

શિષ્યને તેના શિક્ષકની જેમ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ

be like his teacher

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શિષ્ય કેવી રીતે શિક્ષકની જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: ""તેના શિક્ષક જેટલું જાણે છે તેટલું જાણવું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the servant like his master

જો આવશ્યક હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે નોકર કેવી રીતે માલિક જેવો બની શકે. વૈકલ્પિક ભાષાંતર: નોકરે તેના માલિક જેટલો જ મહત્વપૂર્ણ બનવામાં સંતોષ અનુભવવો જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

If they have called ... how much worse ... the members of his household

ફરીથી ઈસુ જાણાવે છે કે જેમ લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, તેમના શિષ્યોએ અપેક્ષા રાખવી જોઈએ કે લોકો તેમની સાથે સમાન કે તેથી વધારે દુર્વ્યવહાર કરી શકે છે.

how much worse the members of his household

જે નામોથી તેઓ તેમના ઘરના સભ્યોને બોલાવશે તે ચોક્કસપણે વધુ ખરાબ થશે અથવા ""તેઓ તેમના ઘરના સભ્યોને વધુ ખરાબ નામોથી પોકારશે

If they have called

જ્યારથી લોકોએ તે નામ આપી ઓળખાવ્યા છે

the master of the house

ઈસુ પોતાને માટે આ રૂપકનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Beelzebul

આ નામ કાં તો 1) બાલઝબૂલ તરીકે સીધું લખાણ લખેલું હોઈ શકે છે અથવા તો 2) “શેતાન” તરીકે મૂળ રૂપે તેના નામનો અર્થ થાય છે.

the members of his household

ઈસુના શિષ્યોને માટે આ એક રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 10:26

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓને સતાવણી સહન કરવી પડશે.

do not fear them

અહીં “તેમને” ઉપનામ, એ ઈસુના શિષ્યોની સાથે ગેરવર્તન કરતાં લોકોનો ઉલ્લેખ કરે છે.

there is nothing concealed that will not be revealed, and nothing hidden that will not be known

આ બંને નિવેદન એક સમાન બાબત છે. રહસ્યમય અથવા છુંપાવેલું રહસ્ય ગુપ્ત રાખવાનું પ્રતિનિધિત્વ કરે છે, અને જાહેર કરવામાં આવે છે તે પ્રગટ થયેલું જણાય છે. ઈસુ જણાવે છે કે ઈશ્વર બધી વસ્તુઓના જાણકાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો જે બાબતો છુપાવે છે તેને ઈશ્વર જાહેર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 10:27

What I tell you in the darkness, say in the daylight, and what you hear softly in your ear, proclaim upon the housetops

આ બંને નિવેદન એક સમાન બાબત છે. ઈસુએ ભારપૂર્વક કહે છે કે જે શિષ્યોને ખાનગીમાં કહેવામાં આવ્યું છે તે તેઓ(શિષ્યો)એ દરેકને જણાવવું. વૈકલ્પિક ભાષાંતર: અંધારામાં મેં તમને લોકોને જે કહ્યું છે તે લોકોને અજવાળામાં જણાવો, અને તમે તમારા કાનમાં નરમાશથી જે સાંભળો છો તે ધાબાઓ પર જઈ જાહેર કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

What I tell you in the darkness, say in the daylight

અહીં અંધકારરાત માટેનું ઉપનામ છે જે ખાનગી માટેનું ઉપનામ છે. અહીં સવારનું અજવાળુંસાર્વજનિક માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: જે હું તમને રાત્રે ખાનગીમાં જણાવું છું તે તમે જાહેરમાં જણાવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

what you hear softly in your ear

ધીમેથી કાનમાં કહેવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “હું જે તમને ધીમેથી કાનમાં કહું છું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

proclaim upon the housetops

ઈસુ જ્યાં રહેતા હતા ત્યાંના ઘરના ધાબા સપાટ હતા, અને લોકો દૂરથી અવાજથી બોલતા કોઈપણને સાંભળી શકતા હતા. અહીં ઘરના ધાબા એ કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ કરે છે જ્યાંથી સર્વ લોકો સાંભળી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વ સાંભળે તે માટે જાહેર સ્થાનમાં મોટેથી બોલો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:28

General Information:

અહીં ઈસુ પણ કારણો આપવાનું શરૂ કરે છે કે શા માટે તેમના શિષ્યોને જે સતાવણીનો અનુભવ થાય તેનાથી શિષ્યોએ ડરવું જોઈએ નહીં.

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

Do not be afraid of those who kill the body but are unable to kill the soul

આ એવા લોકો વચ્ચેનો તફાવત દર્શાવે છે કે જેઓ આત્માને મારી શકતા નથી અને જે લોકો આત્માને મારી શકે છે. કોઈ વ્યક્તિ આત્માને મારી નાંખી શકતો નથી. વૈકલ્પિક ભાષાંતર: લોકોથી ડરશો નહીં, તેઓ શરીરને મારી શકે છે, પરંતુ તેઓ આત્માને મારી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-distinguish)

those who kill the body

આનો અર્થ શારીરિક મૃત્યુ છે. જો આ શબ્દો અજાણ હોય, તો તેનો અનુવાદ તમને મારી નાખે અથવા અન્ય લોકોને મારી નાખે કરો.

the body

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકાય છે, અને તે આત્મા અને પ્રાણના વિરોધમાં

to kill the soul

આનો અર્થ એ છે કે લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા પછી તેમને નુકસાન પહોંચાડશે.

the soul

વ્યકિતનો ભાગ સ્પર્શ કરી શકતા નથી અને શારીરિક શરીરના મૃત્યુ પછી જીવે છે.

fear him who is able

લોકોએ શા માટે ઈશ્વરથી ડરવું જોઈએ તે સ્પષ્ટ કરવા માટે તમે કેમ કે ઉમેરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરનો ડર રાખો કારણ કે તે સમર્થ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

Matthew 10:29

Are not two sparrows sold for a small coin?

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્ન તરીકે આ નીતિવચન કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ચકલીઓ વિશે વિચાર કરો. તેમનું મૂલ્ય કેટલું ઓછું છે કે તમે તેમને એક નાના સિક્કાથી ખરીદી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

sparrows

તેઓ ખૂબ નાની છે, દાણા ખાનાર પક્ષીઓ. વૈકલ્પિક ભાષાંતર: “નાના પક્ષીઓ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

a small coin

આ ઘણીવાર તમારા દેશમાં ઉપલબ્ધ સૌથી ઓછા મૂલ્યવાન સિક્કા તરીકે અનુવાદિત થાય છે. તે એક કામદાર માટે દિવસના વેતનના લગભગ સોળમા ભાગના તાંબાના સિક્કાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખૂબ ઓછા નાણાં

not one of them falls to the ground without your Father's knowledge

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે એક ચકલી ક્યારે મૃત્યુ પામે છે અને ભોય પર પડે છે તે વિશે પણ તમારા પિતા જાણે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 10:30

even the hairs of your head are all numbered

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારા માથા પર કેટલા વાળ છે તે પણ ઈશ્વર જાણે છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

numbered

ગણેલા છે

Matthew 10:31

You are more valuable than many sparrows

ઈશ્વરે તમને ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન ગણ્યા છે

Matthew 10:32

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

everyone who confesses me ... I will also confess him before my Father

જે કોઈ મને કબૂલ કરે છે ... તેને પણ હું મારા પિતા સમક્ષ કબૂલ કરીશ અથવા “જે કોઈ મને કબૂલ કરે છે ... હું પણ તેને મારા પિતાની આગળ કબૂલ કરીશ.”

confesses me before men

બીજાને કહે છે કે તે મારો શિષ્ય છે અથવા “અન્ય લોકોની સમક્ષ સ્વીકાર કરે કે તે મારા પ્રત્યે વફાદાર છે”

I will also confess him before my Father who is in heaven

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: હું આકાશમાંના મારા પિતા સમક્ષ પણ તે વ્યક્તિનો સ્વીકાર કરીશ કે તે મારો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

my Father who is in heaven

મારા આકાશમાંના પિતા

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 10:33

whoever denies me ... I will also deny him before my Father

જે કોઈ મારો નકાર કરે છે ... હું પણ મારા પિતા આગળ તેમનો નકાર કરીશ અથવા ""જે કોઈ મારો નકાર કરશે તેને હું મારા પિતા સમક્ષ પણ નકારીશ

denies me before men

અન્ય લોકો સમક્ષ નકારે છે કે તે મારા પ્રત્યે વફાદાર છે અથવા ""તે મારો શિષ્ય છે તેવો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે

I will also deny him before my Father who is in heaven

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: હું મારા પિતા કે જે આકાશમાં છે તેમની સમક્ષ તમારો નકાર કરીશ કે તમે મારા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 10:34

Connecting Statement:

ઈસુએ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખ્યું કે શા માટે તેઓએ સતાવણીના અનુભવોથી ડરવાનું નથી.

Do not think

તમે એમ નહીં અથવા “તમે એવું વિચારો નહીં”

upon the earth

આ પૃથ્વી પર રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પૃથ્વી પરના લોકોને અથવા લોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

a sword

આ લોકો મધ્યે વિભાજન, ઝઘડા અને ખૂનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 10:35

to set a man against

વિરુદ્ધ ઝઘડો ... કારણ ને

a man against his father

પુત્ર તેના પિતાની વિરુદ્ધ

Matthew 10:36

A man's enemies

વ્યક્તિના દુશ્મનો અથવા “વ્યક્તિના સૌથી ખરાબ દુશ્મનો”

those of his own household

તેના પોતાના ઘરના સભ્યો

Matthew 10:37

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

He who loves ... is not worthy

અહીં તે એટલે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો પ્રેમ કરે છે ... તેઓ લાયક નથી અથવા જો તમે પ્રેમ કરો છો ... તમે લાયક નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

He who loves

અહીં પ્રેમ શબ્દનો અર્થ ભાઈ પરનો પ્રેમ અથવા મિત્ર તરફથી પ્રેમ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: માટે સંભાળ રાખવી અથવા તેને સમર્પિત છે અથવા ""શોખીન છે

worthy of me

મને લાયક હોવું અથવા “મારો શિષ્ય બનવા લાયક હોવું”

Matthew 10:38

pick up his cross and follow after me

મારો વધસ્તંભ ઉંચકો અને પાછળ ચાલો. વધસ્તંભ એ દુખ અને મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વધસ્તંભ ઊંચકીને ચાલવું એ મૃત્યુ અને દુખ સહન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દુઃખ અને મૃત્યુ સુધી પણ મારુ પાલન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

pick up

ઉંચકો અથવા “પસંદ કરો અને ઊંચકવું”

Matthew 10:39

He who finds his life will lose it. But he who loses ... will find it

ઈસુ તેમના શિષ્યોને શીખવવા માટે એક કહેવતનો ઉપયોગ કરે છે. આ શક્ય તેટલા ઓછા શબ્દો સાથે અનુવાદિત થવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જેઓ ગુમાવશે તે તેને પામશે” અથવા "" જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ખોશે. અને જે તેને ગુમાવશે તે તેને પામશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

He who finds

આ “બચાવવું” અથવા “રાખવું” માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “રાખવા પ્રયત્ન કરે છે” અથવા “બચાવવા પ્રયત્ન કરે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

will lose it

તેનો અર્થ એ નથી કે વ્યક્તિ મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથેના આત્મિક જીવનનો અનુભવ કરી શકશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: ખરું જીવન મેળવશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he who loses his life

આ મૃત્યુ પામવાનો અર્થ નથી. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવન કરતાં ઈસુને વધુ મહત્વ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: જે પોતાનો નકાર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

for my sake

કારણ કે તે મારા પર ભરોસો કરે છે અથવા “મારા લીધે” અથવા મારા કારણે. માથ્થી 10:18 માં આ મારી ખાતર એ વિચાર છે.

will find it

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક જીવનનો અનુભવ કરશે. વૈકલ્પિક ભાષાંતર: સત્ય જીવનને પ્રાપ્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 10:40

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને સૂચન આપવાનું જારી રાખે છે કે તેઓ જ્યારે ઉપદેશ કરવા જાય ત્યારે તેઓએ સતાવણી સહન કરવી પડશે.

He who welcomes

શબ્દ “તે” સામાન્ય રીતે કોઈપણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે કોઈ” અથવા “કોઈપણ જે” અથવા “એક જે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

He who welcomes

આનો અર્થ એ છે કે કોઈને મહેમાન તરીકે સ્વીકારવા.

you

આ બહુવચન છે અને બાર પ્રેરીતોને કે જેઓની સાથે ઈસુ વાત કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

He who welcomes you welcomes me

ઈસુનો અર્થ એ છે કે જ્યારે કોઈ તમને આવકારે છે, ત્યારે તે ઈસુનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે કોઈ તમને આવકારે છે, તે મારો આવકાર કર્યા બરાબર છે અથવા ""જો કોઈ તમારો આવકાર કરે છે, તો તે જાણે કે મારો આવકાર કરે છે

he who welcomes me also welcomes him who sent me

આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ ઈસુને આવકારે છે, તે તો જાણે ઈશ્વરનો આવકાર કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે કોઈ મને આવકારે છે ત્યારે તે મને મોકલનાર પિતાને ઓળખે છે અને આવકાર કરે છે અથવા ""જો કોઈ મને આવકારે છે, તો તે જાણે મને મોકલનાર મારા પિતાનો આવકાર કરે છે

Matthew 10:41

because he is a prophet

અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે.

a prophet's reward

ઈશ્વર પ્રબોધકને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે પ્રબોધક બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે.

because he is a righteous man

અહીં “તે” શબ્દ જે આવકાર કરી રહ્યો છે તેની વાત નથી પણ જેને આવકારી લીધો છે તેની વાત છે.

a righteous man's reward

ઈશ્વર ન્યાયી માણસને બદલો આપે છે તેનો આ ઉલ્લેખ છે, નહી કે ન્યાયી માણસ બીજા વ્યક્તિને બદલો કે ઇનામ આપે છે.

Matthew 10:42

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને માર્ગદર્શન આપવાનું પૂર્ણ કરે છે કે તેઓએ સુવાર્તા પ્રચાર દરમિયાન શું કરવું અને ધ્યાનમાં રાખવું.

Whoever gives to drink

જે કોઈ આપે છે

one of these little ones

આ નાનામાંના એકને અથવા આમાંથી ઓછામાં ઓછું મહત્વનું. શબ્દસમૂહ આમાંના એક શબ્દનો અર્થ ઈસુના શિષ્યોમાંનો એકનો ઉલ્લેખ કરે છે.

because he is a disciple

કારણ કે તે મારો શિષ્ય છે. અહીં તે આપનારનું મહત્વ દર્શાવવા કરતાં તે એક ઓછા મહત્વપૂર્ણ દેખાતા વ્યક્તિને આપે છે તેનું મહત્વ દર્શાવે છે.

truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ આગળ હવે શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

he will certainly not lose his reward

અહીં “તે” અને “તેનું” એ જે આપનાર છે તેનો ઉલ્લેખ કરે છે.

he will certainly not lose

ઈશ્વર તેનો નકાર કરશે નહીં. આ માલમિલકત લેવાની સાથે કોઈ લેવાદેવા નથી. તે હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેને ચોક્કસપણે આપશે