Matthew 9

માથ્થી 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પાપીઓ

ઈસુના સમયના લોકો જ્યારે પાપીઓ વિશે વાત કરતા ત્યારે તેઓ મૂસાના નિયમનું પાલન ન કરનારા અને ચોરી અથવા વ્યભિચારના પાપ આચરતા લોકો વિશે વાત કરતા હતા. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પાપીઓને બોલાવવા આવ્યા છે, ત્યારે ઈસુના કહેવાનો અર્થ એ હતો કે જે લોકો પોતાને પાપી માને છે ફક્ત તેઓ જ ઈસુના અનુયાયીઓ બની શકે છે. જે લોકોને મોટાભાગના લોકો પાપી ગણતા નહોતા તેઓને માટે પણ ઉપરોક્ત સાચું છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

કર્મ વાક્ય/ નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાંના ઘણા વાક્યો, કોઈક વ્યક્તિ સાથે કંઈક બન્યું તેમ જણાવે છે પરંતુ તે વ્યક્તિ સાથે તેવું વર્તન કોણે કર્યું તે વિશે જણાવતા નથી. તમારે વાક્યનો અનુવાદ એ રીતે કરવો પડશે કે જેથી તે ક્રિયા કરનાર કોણ છે તેની જાણ વાચકને થાય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

અલંકારિક પ્રશ્નો

આ અધ્યાયમાં ઉપદેશકો પ્રશ્નો પૂછે છે કે જેના જવાબ તેમના સાંભળનારાઓ પહેલાથી જ જાણતા હતા. ઉપદેશકોએ તેઓને પ્રશ્નો પૂછવા દ્વારા કહ્યું કે તેઓ સાંભળનારાઓથી ખુશ નથી અથવા તેમને શીખવવા માટે અથવા તેમને વિચારતા કરવા સબંધી ઈચ્છુક નથી. આનું વર્ણન કરવાની બીજી રીત તમારી ભાષામાં હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

નીતિવચનો

નીતિવચનો ખૂબ ટૂંકા વાક્યો છે જે સર્વસામાન્ય સત્યને યાદ રાખવામાં સરળ એવા શબ્દો દ્વારા રજૂ કરાય છે. નીતિવચનોને સમજનાર લોકો સામાન્ય રીતે ઉપદેશકની ભાષા અને સંસ્કૃતિ વિશે ઘણું જાણતા હોય તે જરૂરી છે. જ્યારે તમે આ અધ્યાયમાં નીતિવચનોનો અનુવાદ કરો ત્યારે તમારે ઉપદેશકોએ ઉપયોગ કરેલા શબ્દો કરતા ઘણા વધારે શબ્દોનો ઉપયોગ કરવો જેથી કરીને તમે તે માહિતીનો ઉમેરો કરી શકો જે ઉપદેશકોના સાંભળનારાઓ જાણતા હતા પણ તમારા વાંચકો કદાચ જાણતા હોય નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

Matthew 9:1

Connecting Statement:

માથ્થી 8:1માં ઈસુ લોકોને સાજાપણું આપે છે તે દ્વારા જે વિષયની શરૂઆત માથ્થીએ કરી હતી તે વિષય પર માથ્થી પરત ફરે છે. જેની શરૂઆત, ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વિશેના વૃતાંતથી થાય છે.

Jesus entered into a boat

એ સૂચિત છે કે શિષ્યો ઈસુની સાથે હતા.

a boat

સંભવતઃ આ તે જ હોડી છે જેનો ઉલ્લેખ માથ્થી 8:23માં છે. આની સ્પસ્ટતા તમારે ગૂંચવણને ટાળવાની જરૂરતના સંદર્ભમાં જ કરવી.

into his own city

ઈસુ જે શહેરમાં રહેતા હતા. આ કફરનહૂમનો ઉલ્લેખ કરે છે.

Matthew 9:2

Behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો પણ સમાવેશ કરે. આને દર્શાવવાની એક અલગ રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

they brought

શહેરમાંથી થોડા માણસો

their faith

આ ઉલ્લેખ, તે માણસોનો વિશ્વાસ અને કદાચ લકવાગ્રસ્ત માણસના વિશ્વાસનો પણ સમાવેશ કરે છે.

Child

તે માણસ ખરેખર ઈસુનો દીકરો હતો નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ મારા મિત્ર” અથવા “જુવાન માણસ તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

Your sins have been forgiven

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “હું તને તારા પાપ માફ કરું છું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:3

behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

among themselves

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દરેક પોતાની રીતે વિચારી રહ્યા હતા, અથવા 2) તેઓ એકબીજા સાથે માંહોમાંહ વાત કરી રહ્યા હતાં.

is blaspheming

ઈસુ એવી બાબતો કરી શકવાનો દાવો કરતા હતા જેના વિશે શાસ્ત્રીઓ માનતા હતા કે ફક્ત ઈશ્વર જ તે બાબતો કરી શકે છે.

Matthew 9:4

knew their thoughts

ઈસુ અલૌકિક રીતે અથવા તેઓને એકબીજા સાથે વાત કરતા જોઈને જાણતા હતા કે તેઓ કંઈક અલગ વિચારી રહ્યા હતા.

For what reason are you thinking evil in your hearts?

ઈસુએ શાસ્ત્રીઓને ઠપકો આપવા આ પ્રશ્નનો ઉપયોગ કર્યો.

evil

આ અનૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે, જે વાસ્તવમાં સામાન્ય ભૂલ નથી.

in your hearts

અહીં “હૃદયો” તેઓના મન અને હ્રદયના વિચારોનો ઉલ્લેખ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 9:5

For which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરી શાસ્ત્રીઓને વિચારતા કરે છે કે શું કરવા દ્વારા એમ સાબિત થાય કે ઈસુ ખરેખર પાપોની માફી આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં હમણાં જ કહ્યું કે 'તારા પાપ માફ થયા છે.' તમે વિચારશો કે 'ઊઠ અને ચાલ' કહેવું મુશ્કેલ છે, કારણ કે તે માણસ ઉઠીને ચાલશે કે નહીં તે દ્વારા હું તે માણસને સાજા કરી શકું છું કે નહીં તેની સાબિતી પ્રાપ્ત થશે” અથવા તમે વિચારશો કે “ઉઠીને ચાલ” તેમ કહેવા કરતાં “તારા પાપ માફ થયા છે” તેમ કહેવું સરળ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

which is easier, to say, 'Your sins are forgiven,' or to say, 'Get up and walk'?

અવતરણ ચિહ્નોનો અનુવાદ ભાવાર્થ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “શું સરળ છે, કોઈને એમ કહેવું કે તારા પાપ માફ કરવામાં આવ્યા છે અથવા તેને કહેવું કે ઉઠ અને ચાલ?” અથવા તમે વિચારશો કે ઉઠીને ચાલ એવું કોઈને કહેવા કરતાં તારા પાપ માફ થયા છે તેમ કહેવું સરળ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Your sins are forgiven

અહીં તારાં એકવચન છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મેં તારાં પાપ માફ કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:6

But in order that you may know

હું તમને સાબિત કરીશ. આ કલમમાં “તમે” બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

your mat ... your house

અહીંયાં “તમે” એકવચન છે. (જુઓ : /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

go to your house

ઈસુ તે માણસને બીજે ક્યાય જવા મનાઈ કરતાં નથી. તે માણસને ઘરે જવાની તક પૂરી પાડે છે.

Matthew 9:7

Connecting Statement:

ઈસુ એક લકવાગ્રસ્ત માણસને સાજો કરે છે તે વૃતાંતનું આ સમાપન છે. ત્યારબાદ ઈસુ એક દાણીને તેમના શિષ્ય થવા માટે તેડું આપે છે.

Matthew 9:8

who had given

કારણ કે ઈશ્વરે ઈસુને તે આપ્યું હતું

such authority

આ ઉલ્લેખ, ઈસુ પાસે પાપ માફ કરવાના અધિકારનો છે.

Matthew 9:9

As Jesus passed by from there

આ શબ્દસમૂહ ઘટનાક્રમમાં એક નવ ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ રજૂ કરવાની રીત જો તમારી ભાષામાં હોય તો તેનો ઉપયોગ તમે અહીં કરી શકો છો.

passed by

ત્યાં થઇને જતાં અથવા “જઈ રહ્યા હતા”

Matthew ... him ... He

મંડળીની પરંપરા જણાવે છે કે અહીં ઉલ્લેખ કરાયેલ માથ્થી એટલે આ સુવાર્તાના લેખક માથ્થી, પરંતુ લખાણ તેને અને તું ને સ્થાને મને અને હું ના સર્વનામો બદલવાની કોઈ જરૂરત દર્શાવતું નથી.

He said to him

ઈસુએ માથ્થીને કહ્યું

he got up and followed him

માથ્થી ઉઠીને તરત જ ઈસુની પાછળ ચાલ્યો. આનો અર્થ છે કે માથ્થી ઈસુનો શિષ્ય બન્યો.

Matthew 9:10

General Information:

આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બની હતી.

the house

આ સંભવતઃ માથ્થીનું ઘર છે, પરંતુ તે કદાચ ઈસુનું ઘર પણ હોઈ શકે છે. જો જરૂરી હોય તો જ મૂંઝવણ ટાળવા માટે સ્પષ્ટતા કરો.

behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં અન્ય એક ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. અગાઉની ઘટનાઓ કરતા આ ઘટના કદાચ જુદા લોકોનો સમાવેશ પણ કરે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

sinners

આ લોકો મૂસાના નિયમને આધીન નહોતા પરંતુ બીજા લોકો જેને ખરાબ પાપો માનતા હતા તે પ્રમાણે નહીં કરવાને સમર્પિત હતા.

Matthew 9:11

When the Pharisees saw it

જ્યારે ફરોશીઓએ જોયું કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે

Why does your teacher eat with tax collectors and sinners?

ઈસુના આ કૃત્યની ટીકા કરવા માટે ફરોશીઓએ આ પ્રશ્નનો ઉપયોગ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 9:12

General Information:

આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બને છે.

When Jesus heard this

અહીં એ વાતનો ઉલ્લેખ કરે છે કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે તે વિશે ફરોશીઓએ પ્રશ્ન કર્યો.

People who are strong in body do not need a physician, but only those who are sick

ઈસુ એક નીતિવચનથી જવાબ આપે છે. તેનો અર્થ એ છે કે ઈસુ આ પ્રકારના લોકો સાથે જમે છે કારણ કે પાપીઓને મદદ કરવા માટે ઈસુ આવ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

People who are strong in body

જે લોકો તંદુરસ્ત છે

physician

તબીબ

those who are sick

શબ્દસમૂહ એક તબીબની જરૂર છે સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો બીમાર છે તેઓને તબીબની જરૂર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 9:13

But you should go and learn what this means

ઈસુ શાસ્ત્રમાંથી જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે શાસ્ત્રોમાં જે કહ્યું છે તેનો અર્થ તમારે સમજવો જોઈએ

you should go

અહીં “તમે” બહુવચન છે જે ફરોશીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

I desire mercy and not sacrifice

શાસ્ત્રમાં હોશિયા પ્રબોધકે જે લખ્યું છે તે વચનનો ઉપયોગ ઈસુ કરે છે. અહીં, “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

For I did not come

અહીં “હું” ઈસુનો ઉલ્લેખ કરે છે.

the righteous

ઈસુ કટાક્ષવચનનો ઉપયોગ કરે છે. ઈસુને નથી લાગતું કે કોઈપણ ન્યાયી છે અને તે લોકોને પસ્તાવો કરવાની જરૂર નથી. વૈકલ્પિક ભાષાંતર: જેઓ વિચારે છે કે તેઓ ન્યાયી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Matthew 9:14

Connecting Statement:

ઈસુના શિષ્યો ઉપવાસ કરતા નથી તે હકીકતને લીધે યોહાન બાપ્તિસ્તના શિષ્યો પ્રશ્ન કરે છે.

do not fast

નિયમિતપણે ખાવાનું ખાય છે

Matthew 9:15

Can wedding attendants be sorrowful while the bridegroom is still with them?

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેઓ સર્વ જાણતા હતા કે લગ્નના સમયમાં લોકો શોક અને ઉપવાસ કરતા નથી. આ નીતિવચનનો ઉપયોગ કરી ઈસુ જણાવે છે કે તેમના શિષ્યો શોક કરતાં નથી કેમ કે ઈસુ હજી તેમની સાથે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

But the days will come when

ભવિષ્યમાંના કોઈ સમયનો ઉલ્લેખ કરવાની આ એક રીત છે. વૈકલ્પિક ભાષાંતર: “જ્યારે સમય આવશે” અથવા “કોઈ દિવસ”

the bridegroom will be taken away from them

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વરરાજા હવે તેમની સાથે રહી શકશે નહીં અથવા કોઈ વરરાજાને તેમનાથી દૂર લઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will be taken away

ઈસુ સંભવતઃ તેમના પોતાના મૃત્યુનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં અનુવાદમાં તેને સ્પષ્ટ કરવું ના જોઈએ. લગ્નની છબીને જાળવી રાખવા માટે, ફક્ત તે કહેવું ઉત્તમ રહેશે કે વરરાજા હવે ત્યાં રહેશે નહીં.

Matthew 9:16

Connecting Statement:

યોહાનના શિષ્યોએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવાનું જારી રાખતાં ઈસુ બે ઉદાહરણો આપે છે, જૂની અને નવી વસ્તુઓ કે જેને લોકો એકસાથે મૂકતા નથી.

No man puts a piece of new cloth on an old garment

કોઈપણ વ્યક્તિ નવા વસ્ત્રને જૂના વસ્ત્રનું થીંગડું મારતું નથી અથવા ""જૂના વસ્ત્રને થીગડું મારી સીવવા માટે લોકો નવા વસ્ત્રના ટુકડાને ઉપયોગ કરતા નથી

an old garment ... the garment

જૂના કપડાં ... કપડાં ""-

the patch will tear away from the garment

ટુકડો વસ્ત્રમાંથી ફાટીને અલગ થઇ જશે, જો કોઈ તે કપડાંને ધોશે તો નવા કપડાંનો ટુકડો સંકોચાશે પરંતુ જૂનું કપડું સંકોચાશે નહીં. આ પ્રક્રિયા વસ્ત્રમાંથી ટુકડાને અલગ કરી ફાડી નાંખશે અને મોટું છિદ્ર પાડશે.

the patch

થીગડું નવા વસ્ત્રના ટુકડાનું થીગડું.” આ કાપડનો ટુકડો છે જે જૂના કાપડમાંના છિદ્રને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાય છે.

a worse tear will happen

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ છિદ્રને વધારે ખરાબ બનાવશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:17

Connecting Statement:

યોહાનના શિષ્યોએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો જવાબ આપવાનું ઈસુ જારી રાખે છે.

Neither do people put new wine into old wineskins

યોહાનના શિષ્યોને જવાબ આપવા માટે ઈસુ બીજા એક નીતિવચનનો ઉપયોગ કરે છે. આનો અર્થ [માથ્થી 9:16] (../09/16.md)માંની કહેવત જેવો જ છે.

Neither do people put

અથવા “લોકો ભરતા નથી”

new wine

આ એ દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જે હજુ સુધી અથાયો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષમાંથી બનતા દ્રાક્ષારસ વિશે માહિતી ના હોય, તો ફળ માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: દ્રાક્ષનો રસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

old wineskins

આ દ્રાક્ષની મશકો નો ઉલ્લેખ કરે છે જે ખેંચાઈ ગઈ છે અને સૂકાઈ ગઈ છે કારણ કે તેનો ઉપયોગ અગાઉથી દ્રાક્ષારસને આથવા માટે કર્યો હતો.

wineskins

દ્રાક્ષારસની મશકો અથવા “ચામડાની થેલીઓ”. આ એ થેલીઓ હતી જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવતી હતી.

the wine will be spilled, and the wineskins will be destroyed

આને સક્રિયરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને આ નવો દ્રાક્ષારસ જૂની મશકોને ફાડી નાંખીને વહી જશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the wineskins will burst

જ્યારે નવો દ્રાક્ષારસનો આથો થઈ જાય છે અને તે વિસ્તરે છે, ત્યારે તે મશકો ફાટી જાય છે કારણ કે તેઓ હવે વધુ ખેંચાઈ શકતી નથી નથી.

fresh wineskins

નવી મશકો અથવા “દ્રાક્ષારસની નવી થેલીઓ.” આ તે મશકોનો છે જેનો કોઈએ ઉપયોગ કર્યો નથી.

both will be preserved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ મશકો અને દ્રાક્ષારસ બંનેને સુરક્ષિત રાખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:18

Connecting Statement:

ઈસુ યહૂદી અધિકારીની દીકરીને તેના મૃત્યુ બાદ સજીવન કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

these things

ઈસુએ યોહાન બાપ્તિસ્તના શિષ્યોને ઉપવાસ વિશે જે જવાબ આપ્યો તેનો ઉલ્લેખ આ કરે છે.

behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

bowed down to him

યહૂદી સંસ્કૃતિમાં કોઈને માન આપવાની આ રીત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

come and lay your hand on her, and she will live

આ દર્શાવે છે કે યહૂદી અધિકારીને વિશ્વાસ હતો કે ઈસુમાં તેની દીકરીને ફરીથી જીવન આપવાનું સામર્થ્ય છે.

Matthew 9:19

his disciples

ઈસુના શિષ્યો

Matthew 9:20

Connecting Statement:

યહૂદી અધિકારીના ઘરે જતાં ઈસુ કેવી રીતે બીજી સ્ત્રીને સાજાપણું આપે છે તેનું વર્ણન અહીં છે.

Behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

who suffered from a discharge of blood

જે રક્તસ્ત્રાવથી પીડિત હતી અથવા જેને સતત રક્તસ્ત્રાવ થતો હતો. જ્યારે તે તેના માટે સામાન્ય સમય ન હોય ત્યારે પણ તેણીને કદાચ ગર્ભાશયમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં આ સ્થિતિનો દર્શાવવાની વધુ કાળજીપૂર્વકની રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

twelve years

12 વર્ષો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

his garment

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું”

Matthew 9:21

For she had said to herself, ""If only I touch his clothes, I will be made well.

તેણી ઈસુના વસ્ત્રને સ્પર્શ કરે તે પહેલા તેણીએ પોતાને આ પ્રમાણે કહ્યું. આ દર્શાવે છે કે શા માટે તેણીએ ઈસુના વસ્ત્રનો સ્પર્શ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events અને /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

If only I touch his clothes

યહૂદી નિયમ અનુસાર, તેણીને રક્તસ્રાવ થઈ રહ્યો હોવાથી તેણી કોઈને પણ સ્પર્શી શકે નહીં. તેણીએ ઈસુના વસ્ત્રોને સ્પર્શ કર્યો જેથી ઈસુના સામર્થ્યથી તેણી સાજાપણું પ્રાપ્ત કરે અને (તેણીએ એમ વિચાર્યું કે) ઈસુને જાણ થશે નહીં કે તેણીએ ઈસુના કપડાંને સ્પર્શ કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 9:22

But Jesus

સ્ત્રી આશા રાખતી હતી કે તે ઈસુના કપડાંનો સ્પર્શ ઈસુની જાણ બહાર કરી લે પરંતુ ઈસુને તેની જાણ થઇ ગઈ,

Daughter

તે સ્ત્રી ખરેખર ઈસુની દીકરી હતી નહીં. ઈસુ તેની સાથે પ્રેમાળ રીતે વાત કરી રહ્યા હતાં. જો આ ગૂંચવણ ઉપજાવનાર લાગે તો તેનો અનુવાદ જુવાન સ્ત્રી તરીકે કરો અથવા તેનો અનુવાદ કરવાનું ટાળી પણ શકાય છે.

your faith has made you well

કારણ કે તેં મારા પર વિશ્વાસ કર્યો છે, માટે હું તને સાજાપણું આપીશ.

the woman was healed from that hour

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ તેણીને તે જ પળે સાજી કરી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:23

Connecting Statement:

અહીં ઘટનાક્રમ ઈસુએ યહૂદી અધિકારીની દીકરીને જીવંત કર્યાના વૃતાંતમાં પરત ફરે છે.

the flute players and the crowds making much noise

મૃત્યુ પામનાર વ્યક્તિ માટે શોક કરવાની આ એક સામાન્ય રીત હતી.

the flute players

જે લોકો વાંસળી વગાડે છે

Matthew 9:24

Go away

ઈસુ ઘણા લોકો સાથે વાત કરી રહ્યા હતા, તેથી જો તમારી ભાષામાં બહુવચન આદેશ સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો.

the girl is not dead, but she is asleep

ઈસુ અહીં વિવિધ અર્થ ધરાવતા શબ્દનો ઉપયોગ કરે છે. ઈસુના દિવસોમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે ઊંઘે છે એમ કહેવું સામાન્ય બાબત હતી. પરંતુ અહીં મૃત્યુ પામેલી છોકરી પાછી જીવનમાં આવશે, જાણે કે તે ફક્ત સૂઈ ગઈ હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Matthew 9:25

General Information:

ઈસુ એક મૃત છોકરીને જીવનમાં પાછી લાવે છે તેની અસરને દર્શાવતું સારાંશ નિવેદન કલમ 26માં છે.

Connecting Statement:

યહૂદી અધિકારીની મૃત દીકરીને ઈસુ જીવનમાં પાછી લાવે છે તે વિશેનો વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

When the crowd had been put outside

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી અથવા પરિવારે લોકોના ટોળાને બહાર મોકલ્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

got up

પલંગ પરથી ઉભી થઈ. અહીં માથ્થી 8:15ની જેમ જ સમાન અર્થ છે.

Matthew 9:26

The news about this spread into all that region

આખા પ્રદેશના લોકોએ તેના વિશે સાંભળ્યું અથવા ""જે લોકોએ જોયું કે છોકરી જીવિત થઇ છે તેઓએ સમગ્ર વિસ્તારમાં દરેકને તે વિશે કહેવાનું શરૂ કર્યું.”

Matthew 9:27

Connecting Statement:

બે અંધ માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

As Jesus passed by from there

ઈસુ તે પ્રદેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે

passed by

ત્યાંથી જતાં હતા અથવા “જઈ રહ્યા હતા”

followed him

આનો અર્થ એ છે કે તેઓ ઈસુની પાછળ ચાલી રહ્યા હતા, તે જરૂરી નથી કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા.

Have mercy on us

તે સૂચિત છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમને સાજા કરે. (જુઓ; /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Son of David

ઈસુ પ્રત્યક્ષપણે દાઉદના પુત્ર ન હતા, તેથી આનો અનુવાદ દાઉદના વંશજ તરીકે થઈ શકે છે. જો કે, મસીહા માટે દાઉદનો દીકરો પણ એક શીર્ષક છે, અને આ માણસો કદાચ આ શીર્ષક દ્વારા ઈસુને પોકારી રહ્યા હતા.

Matthew 9:28

When he had come into the house

આ કદાચ ઈસુનું પોતાનું ઘર હશે અથવા તો માથ્થી. 9:10માં ઉલ્લેખ કરાયેલ ઘર હશે.

Yes, Lord

તેમના જવાબની સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી નથી, પરંતુ તે સમજી શકાય તેમ છે. વૈકલ્પિક ભાષાંતર: હા, પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમને સાજાપણું આપી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 9:29

he touched their eyes, saying

તે સ્પષ્ટ નથી કે કાં તો ઈસુ એક જ સમયે બંનેની આંખોને સ્પર્શ કરે છે અથવા વારાફરતી બંનેની આંખોને તેમના જમણા હાથથી સ્પર્શ કરે છે. કેમ કે રૂઢીગત રીતે ડાબા હાથનો ઉપયોગ અશુદ્ધ હેતુઓ માટે કરવામાં આવતો હતો, તેથી મહ્દઅંશે એમ શક્ય છે કે તેમની આંખોને સ્પર્શ કરવા માટે ઈસુએ માત્ર તેમના જમણા હાથનો જ ઉપયોગ કર્યો હોય. તે પણ સ્પષ્ટ નથી કે ઈસુ તેમની સાથે વાત તેમને સ્પર્શ કરતી વેળાએ કરે છે અથવા પ્રથમ તેમને સ્પર્શ કરે છે અને પછી તેઓની સાથે વાત કરે છે.

Let it be done to you according to your faith

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જેમ વિશ્વાસ કરો છો તે પ્રમાણે હું કરીશ અથવા કેમ કે તમે વિશ્વાસ કરો છો, હું તમને સાજાપણું આપીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:30

their eyes were opened

આનો અર્થ એ છે કે તેઓ હવે જોઈ શકતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે તેઓની આંખોને સાજી કરી અથવા બે અંધ માણસો હવે જોઈ શકતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

See that no one knows about this

અહીં જુઓ નો અર્થ ખાતરી કરો. વૈકલ્પિક ભાષાંતર: ખાતરી કરો કે આ વિશે કોઈને પણ જાણ થાય નહીં અથવા "" મેં તમને સાજા કર્યા છે તેવું કોઈને પણ કહેશો નહીં"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 9:31

But they

ઈસુએ તે બંનેને જે કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું નહીં. તેઓએ

spread the news

તેમની સાથે જે થયું હતું તે ઘણા લોકોને કહ્યું

Matthew 9:32

Connecting Statement:

અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુએ સાજો કર્યો અને તે વિશે લોકોના પ્રતિસાદનો આ વૃતાંત છે.

behold

શબ્દ “જુઓ” એ ઘટનામાં એક નવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

a mute man ... was brought to him

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “કોઈ વ્યક્તિ એક મૂંગા માણસને ... ઈસુ પાસે લાવે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

mute

બોલી શકતો નથી

possessed by a demon

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો અથવા જેને અશુદ્ધ આત્મા નિયંત્રિત કરતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:33

When the demon had been driven out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ અશુદ્ધ આત્માને બહાર કાઢી મૂક્યા બાદ અથવા ઈસુએ અશુદ્ધ આત્માને તેના શરીરમાંથી નીકળી જવાની આજ્ઞા કર્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the mute man spoke

મૂંગા માણસે બોલવાનું શરૂ કર્યું અથવા મૂંગો માણસ બોલ્યો અથવા ""તે માણસ બોલ્યો, તે હવે મૂંગો હતો નહીં

The crowds were astonished

લોકો આશ્ચર્ય પામ્યા

This has never been seen before

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આવું પહેલાં ક્યારેય બન્યું નથી અથવા કોઈએ પણ પહેલા આવું ક્યારેય કર્યું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 9:34

he drives out the demons

તે અશુદ્ધ આત્માઓને નીકળી જવા ધમકાવે છે

he drives out

“તે” સર્વનામ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Matthew 9:35

General Information:

કલમ 36 માં માથ્થીની સુવાર્તાના ઘટનાક્રમના એક નવા વિભાગની શરુઆત થાય છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપી, પોતાની જેમ જ ઉપદેશ આપવા અને સાજાપણું આપવા મોકલે છે.

Connecting Statement:

ગાલીલમાં ઈસુ દ્વારા સાજાપણાંની સેવાના ઘટનાક્રમની શરૂઆત, જે માથ્થી 8:1 માં થઈ હતી તેનું સમાપન કલમ 35 છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

all the cities

સઘળાં/બધાં"" શબ્દ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેટલાં બધાં શહેરોમાં ઈસુ ગયા હતા. તે જરૂરી નથી કે ઈસુ તે વિસ્તારના દરેક શહેરમાં ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ઘણાં શહેરોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

cities ... villages

મોટા ગામો ... નાના ગામો ... અથવા “મોટા નગરો ... નાના નગરો”

the gospel of the kingdom

અહીં રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. તમે આનો અનુવાદ માથ્થી 4:23માં કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: સુવાર્તા પ્રગટ કરતાં કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

every disease and every sickness

દરેક રોગ અને દરેક બીમારી. રોગ અને બીમારી શબ્દો નજીકથી સંબંધિત છે પરંતુ જો શક્ય હોય તો બંને શબ્દોનો અનુવાદ અલગ અલગ કરો. રોગ વ્યક્તિને બીમાર કરે છે. બિમારી એ રોગના લીધે થતી શારીરિક નબળાઇ અથવા પીડા છે.

Matthew 9:36

like sheep without a shepherd

આ ઉપમાનો અર્થ એ છે કે લોકોની સંભાળ લેવા માટે લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં. વૈકલ્પિક ભાષાંતર: લોકો પાસે કોઈ આગેવાન હતા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 9:37

General Information:

ફસલ વિશેના નીતિવચનનો ઉપયોગ કરવા દ્વારા ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે અગાઉના વિભાગમાં ઉલ્લેખિત ભીડની જરૂરિયાતો પ્રત્યે શિષ્યોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ.

The harvest is plentiful, but the laborers are few

ઈસુ જે જોઈ રહ્યા છે તેના પ્રતિસાદમાં તેઓ(ઈસુ) એક નીતિવચનનો ઉપયોગ કરે છે. ઈસુનો અર્થ એ છે કે ત્યાં ઘણા લોકો છે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવા તૈયાર છે પરંતુ તેમને ઈશ્વરનું સત્ય શીખવવા માટે માત્ર થોડા જ લોકો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

The harvest is plentiful

ત્યાં ફસલની કાપણી કરનારાઓ માટે ફસલ પુષ્કળ માત્રામાં તૈયાર છે.

laborers

મજૂરો

Matthew 9:38

urgently pray to the Lord of the harvest

ઈશ્વરને પ્રાર્થના કરો, કારણ કે તે ફસલના પ્રભારી છે