Matthew 8

માથ્થી 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં નવા વિભાગની શરૂઆત થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ચમત્કારો

ચમત્કારો કરવા દ્વારા ઈસુએ દર્શાવ્યું કે પદાર્થો અને પરિબળો પર તેઓ(ઈસુ) જે નિયંત્રણ ધરાવે છે તેવું નિયંત્રણ અન્ય કોઈ ધરાવતું નથી. ઈસુએ એમ પણ દર્શાવ્યું કે તેમણે જે ચમત્કારો કર્યા તે સ્તુતિ કરવા યોગ્ય છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#authority)

Matthew 8:1

General Information:

આ માથ્થીની સુવાર્તામાં એક નવા ભાગની શરૂઆત છે જે ઈસુ દ્વારા લોકોને સાજા કરવાના ઘણાં વૃતાંતોનો સમાવેશ કરે છે. આ વિષય-વસ્તુ માથ્થી 9:35થી જારી રહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Now when Jesus had come down from the hill, large crowds followed him

ઈસુ પહાડ પરથી નીચે ઉતર્યા પછી, મોટી ભીડ તેમની પાછળ ચાલી. જે લોકો પહાડ પર તેમની સાથે હતા અને જે લોકો ન હતા તેવા બંને પ્રકારના લોકોનો સમાવેશ ભીડમાં થતો હતો.

Matthew 8:2

Behold

“જુઓ” શબ્દ માથ્થી રચીત સુવાર્તામાં નવા વ્યક્તિના પ્રવેશ વિશે જણાવે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

a leper

જે માણસ કોઢી હતો અથવા “જે માણસને ચામડીનો રોગ હતો”

bowed before him

ઈસુની સમક્ષ નમ્ર આદરની આ નિશાની છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

if you are willing

જો તમે ચાહતા હોય અથવા “જો તમારી ઇચ્છા હોય.” કોઢી જાણતો હતો કે ઈસુ પાસે સાજા કરવાનું સામર્થ્ય છે, પણ તે જાણતો ન હતો કે ઈસુ તેને સ્પર્શ કરશે.

you can make me clean

અહીં શુદ્ધ શબ્દનો અર્થ સાજા થઈ ફરીથી સમાજમાં રહેવા માટે સક્ષમ થવાનો છે. વૈકલ્પિક ભાષાંતર: તમે મને સાજો કરી શકો છો અથવા મહેરબાની કરીને મને સાજો કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 8:3

Be clean

આ પ્રમાણે કહીને, ઈસુએ તે માણસને સાજો કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-imperative)

Immediately he was cleansed

જે સમયે તે શુદ્ધ થયો હતો

he was cleansed of his leprosy

ઈસુના શુદ્ધ થા કહેવાના પરિણામે તે માણસ સાજો થઈ ગયો. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે સાજો હતો અથવા કોઢ તેને છોડી ગયો અથવા કોઢ સમાપ્ત થયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 8:4

to him

ઈસુએ હમણાં જ જે વ્યક્તિને સાજો કર્યો હતો તેનો આ ઉલ્લેખ છે.

See that you tell no one

કોઈને કંઈપણ કહીશ નહીં અથવા “મે તને સાજો કર્યો છે તેવું કોઈને કહેતો નહીં”

show yourself to the priest

યહૂદી નિયમશાસ્ત્રમાં જરૂરી છે કે તે વ્યક્તિ તેની સાજાપણું પામેલી ત્વચા યાજકને બતાવે, ત્યારપછી યાજક તેને કે તેણીને સમાજમાં પાછા ફરવાની, અન્ય લોકો સાથે રહેવા માટે અનુમતિ આપતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

offer the gift that Moses commanded, for a testimony to them

મૂસાના નિયમ પ્રમાણે, કોઈ કોઢથી સાજો થાય તો તેને યાજકને આભારસ્તુતિનું અર્પણ આપવું જોઈએ. જ્યારે યાજક તેનું અર્પણ સ્વીકારે ત્યારે લોકો સમજી જતા હતા કે તે માણસ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. કોઢમાંથી સાજાપણાંનું પ્રમાણ જ્યાં સુધી રજૂ કરવામાં આવે નહીં ત્યાં સુધી કોઢીએ સમાજ બહાર રહેવાનું હતું અને સમુદાયમાં રહેવા માટે તેના પર પ્રતિબંધિત રહેતો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to them

આ સંભવિત રીતે ઉલ્લેખ કરે છે: 1) યાજકોનો અથવા 2) સર્વ લોકોનો અથવા 3) ઈસુના ટીકાકારોનો. જો શક્ય હોય તો એવા સર્વનામનો ઉપયોગ કરો જે આ જૂથોમાંથી કોઈપણનો ઉલ્લેખ દર્શાવી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-pronouns)

Matthew 8:5

Connecting Statement:

અહીં દ્રશ્ય અલગ સમય અને સ્થાને સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ અન્ય વ્યક્તિને સાજાપણું આપે છે.

came to him and asked him

અહીં “તેમની પાસે આવીને” ઈસુનો ઉલ્લેખ કરે છે.

Matthew 8:6

paralyzed

બીમારીને કારણે અથવા આઘાતના કારણે હલનચલન કરી શકતો ન હતો

Matthew 8:7

Jesus said to him

ઈસુએ સૂબેદારને કહ્યું

I will come and heal him

હું તારા ઘરે આવીને તારા ચાકરને સાજો કરીશ

Matthew 8:8

under my roof

આ રૂઢિપ્રયોગ ઘરની અંદરની વાત દર્શાવે છે . વૈકલ્પિક ભાષાંતર: “મારા ઘરમાં” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

say the word

અહીં “શબ્દ” આજ્ઞા દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આજ્ઞા આપો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will be healed

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “સાજો થઈ જશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 8:9

who is placed under authority

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જે અન્ય કોઈની સત્તા હેઠળ છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

under authority ... under me

કોઈની “હેઠળ” હોવાનો અર્થ છે કે ઓછા મહત્વના હોવું અને કોઈ વધુ મહત્વ ધરાવતી વ્યક્તિની આજ્ઞાઓનું પાલન કરવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 8:10

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

I have not found such great faith in anyone in Israel

ઈસુના સાંભળનારાઓએ વિચાર્યું હશે કે ઇઝરાએલમાંના યહૂદીઓ, જેઓ ઈશ્વરના બાળકો હોવાનો દાવો કરે છે, તેઓનો વિશ્વાસ અન્ય કોઈપણની તુલનામાં વધારે હશે. ઈસુ કહે છે કે તેઓનું વિચારવું ખોટું હતું અને સૂબેદારનો વિશ્વાસ વધુ મહાન હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 8:11

you

અહીં “તમને” બહુવચન છે “જેઓ તેમનું અનુસરણ કરે છે” તેનો ઉલ્લેખ કરે છે. [માથ્થી 8:10] (../08/10.md) (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

from the east and the west

પૂર્વ"" અને પશ્ચિમ વિરોધાભાસનો ઉપયોગ ""દરેક જગ્યા/સર્વત્ર""નો ઉલ્લેખ કરવાની રીત છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક જગ્યાએથી અથવા દૂર દૂર દરેક દિશાઓમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

they will recline at table

તે સંસ્કૃતિમાં લોકો જમતી વેળાએ એકબાજુએ મેજને અઢેલીને, આડા સૂઈ ગયા હોય તે મુદ્રામાં ભોજન આરોગતા હતા. આ શબ્દસમૂહ સૂચવે છે કે મેજ પરના સર્વ લોકો કુટુંબીજનો અને ગાઢ મિત્રો છે. લોકો મિજબાની કરી રહ્યા હોય તે રીતે ઈશ્વરના રાજ્યમાં આનંદ કરવા વિશે વારંવાર કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: કુટુંબ અને મિત્રો તરીકે રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

in the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે.

Matthew 8:12

the sons of the kingdom will be thrown

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર રાજ્યના દીકરાઓને ફેંકી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the sons of the kingdom

ના દીકરાઓ"" શબ્દસમૂહ એક અલંકાર છે, જે યહૂદિયા રાજ્યના અવિશ્વાસુ યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. અહીં આ કટાક્ષવચન છે કારણ કે એકબાજુ “દીકરાઓ”ને બહાર ફેંકી દેવામાં આવશે અને બીજી તરફ અજાણ્યા લોકો આવકાર પામશે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓએ ઈશ્વરને તેમના પર શાસન કરવાની મંજૂરી આપી હોઈ.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the outer darkness

અહીં બાહ્ય અંધકાર, જે સ્થળે ઈશ્વર તેમને નકારી કાઢનારાઓને ફેંકી દે છે તે સ્થળ માટેનું અલંકારિક નામ છે. આ તે સ્થાન છે જે સંપૂર્ણપણે ઈશ્વરથી સદાકાળ માટે અલગ કરાયેલું છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરથી દૂર અંધકારમય સ્થળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું અને દાંત પીસવું તેઓની અત્યંત પીડાને દર્શાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 8:13

so may it be done for you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમ હું તારા માટે કરીશ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

the servant was healed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ ચાકરને સાજો કર્યો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

at that very hour

ઈસુએ જે સમયે કહ્યું હતું તે જ સમયે ચાકર સાજો થયો.

Matthew 8:14

Connecting Statement:

અહીં દ્રશ્ય અલગ સમય અને સ્થાને સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ અન્ય વ્યક્તિને સાજાપણું આપે છે.

When Jesus had come

શિષ્યો કદાચ ઈસુ સાથે હતા, પરંતુ ઘટનાનું કેન્દ્ર ઈસુએ જે કહ્યું અને કર્યું તે છે, તેથી જો ખોટા અર્થ ટાળવાની જરૂર હોય તો જ શિષ્યોનો પરિચય આપો.

Peter's mother-in-law

પિતરની પત્નીના મા

Matthew 8:15

the fever left her

તાવ સ્વયં વિચાર અને કાર્ય કરી શકે છે તેવા અર્થનું વ્યક્તિત્વ જો તમારી ભાષામાં સમજી શકાય છે તો આનો અનુવાદ તેણી વધુ સારી થઈ અથવા ઈસુએ તેને સાજી કરી તરીકે કરી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

she got up

ખાટલા પરથી ઉઠી

Matthew 8:16

General Information:

કલમ 17 માં, માથ્થીએ પ્રબોધક યશાયા એ કહ્યું હતું તેનો ઉલ્લેખ કરી બતાવ્યું કે ઈસુની સાજાપણાંની સેવા ભવિષ્યવાણીની પરિપૂર્ણતા હતી.

Connecting Statement:

અહીં દ્રશ્ય મોડી સાંજના સમયે સ્થાનાંતરિત થઇ જણાવે છે કે ઈસુ ઘણાં લોકોને સાજા કરે છે અને ભૂતોને હાંકી કાઢે છે.

Now when evening had come

કારણ કે યહૂદીઓ સાબ્બાથના દિવસે કામ અથવા મૂસાફરી કરતા નહોતા, તેથી સાંજ કદાચ સાબ્બાથ પછીના સમયને સૂચવે છે. લોકોને ઈસુ પાસે લાવવા માટે તેઓએ સાંજ સુધી રાહ જોઈ. જ્યાં સુધી ગેરસમજ ટાળવાની જરૂરત હોય નહીં ત્યાં સુધી તમારે સાબ્બાથનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

many who were possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઘણા લોકો જેઓને ભૂતો વળગેલા હતા અથવા ઘણા લોકો જેઓને ભૂતોએ નિયંત્રિત કરેલા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

He drove out the spirits with a word

અહીં “વચન” એ આદેશ માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે ભૂતોને નિકળી જવા આદેશ કર્યો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 8:17

was fulfilled that which had been spoken by Isaiah the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાયેલના લોકો સમક્ષ યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતી તેને ઈસુ પૂર્ણ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

took our sickness and bore our diseases

માથ્થી યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ બાબત છે અને ભારપૂર્વક જણાવે છે કે ઈસુએ આપણા તમામ રોગોને સાજા કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો બીમાર હતા તેઓને સાજા કર્યા અને તંદુરસ્ત બનાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Matthew 8:18

Connecting Statement:

અહીં દ્રશ્ય સ્થાનાંતરીત થાય છે અને કેટલાક લોકોને જેઓ તેમને અનુસરવા માગે છે તેઓના પ્રત્યેના ઈસુના પ્રતિસાદ વિશે કહે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી, તેના દ્વારા લેખિત સુવાર્તાના વૃતાંતમાં નવા ભાગની શરૂઆત કરે છે.

he gave instructions

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Matthew 8:19

Then

આનો અર્થ છે કે ઈસુ હોડીમાં બેસે તે પહેલાં ઈસુએ “સૂચનાઓ આપી”.

wherever

કોઈ અન્ય સ્થળે

Matthew 8:20

Foxes have holes, and the birds of the sky have nests

ઈસુ કહેવત દ્વારા જવાબ આપે છે. આનો અર્થ કે જંગલી પશુઓને પણ રહેવાને માટે સ્થાન હોય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

Foxes

શિયાળ, કૂતરા જેવું પ્રાણી છે. તેઓ માળામાં રહેતા પક્ષીઓ અને અન્ય નાના પ્રાણીઓને ખાય છે. જો તમારા વિસ્તારમાં શિયાળ વિશે જાણકારી ના હોય તો કૂતરા જેવા જીવો અથવા અન્ય રુવાંટીવાળા પ્રાણીઓ માટેના સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

holes

શિયાળ જમીનમાં રહેવા માટે દર બનાવે છે. જો તમે “શિયાળ”ના સ્થાને અન્ય પ્રાણીના નામનો ઉપયોગ કર્યો હોય તો તે પ્રાણીના રહેઠાણ માટે યોગ્ય શબ્દનો ઉપયોગ કરો.

the Son of Man

ઈસુ પોતાના વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

has no place to lay his head

આ સૂવાની જગ્યાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પોતાની સૂવાની જગ્યા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 8:21

allow me first to go and bury my father

તે સ્પષ્ટ નથી કે માણસના પિતાનું અવસાન થયું છે અને હવે તે તેને તરત જ દફનાવશે, અથવા તો તેના પિતાનું મૃત્યુ થાય ત્યાં સુધી વ્યક્તિ તેના પિતા સાથે રહેવા માંગે છે કે જેથી તેના પિતાના મૃત્યું પછી તે તેને દફનાવી શકે. મુખ્ય મુદ્દો એ છે કે તે માણસ ઈસુને અનુસરતા પહેલા કંઈક બીજું જ કરવા માંગે છે.

Matthew 8:22

leave the dead to bury their own dead

ઈસુનો અર્થ એ નથી કે ખરેખર મૃત્યું પામેલા લોકો અન્ય મૃત લોકોને દફનાવશે. ""મૃત વ્યક્તિ""ના શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) જે લોકો ટૂંક સમયમાં મૃત્યુ પામશે તેઓ માટે આ એક રૂપક છે, અથવા 2) તે એવા લોકો માટે રૂપક છે જેઓ ઈસુને અનુસરતા નથી અને આત્મિક રીતે મૃત છે. મુખ્ય મુદ્દો એ છે કે શિષ્યએ ઈસુને અનુસરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 8:23

Connecting Statement:

અહીં દ્રશ્ય સ્થાનાંતરીત થઇ તે વૃતાંતનું વર્ણન કરે છે જેમાં, ઈસુ અને તેમના શિષ્યોની ગાલીલ સમુદ્રી મુસાફરી દરમ્યાન ઈસુ સમુદ્રી તોફાનને શાંત કરે છે.

When he had entered into a boat

નાવમાં બેસી ગયા

his disciples followed him

જેમ તમે માથ્થી 8:21-22 માં “શિષ્ય” અને “અનુસરતા” માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.

Matthew 8:24

Behold

માથ્થીની સુવાર્તામાં મોટી ઘટનામાં આ એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આને દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: અચાનક અથવા ""ચેતવણી વિના

there arose a great storm on the sea

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “સમુદ્રમાં ભારે તોફાન આવ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

so that the boat was covered with the waves

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મોજાંઓએ નાવને ઢાંકી દીધી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 8:25

woke him up, saying, ""Save us, Lord

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ પ્રથમ ઈસુને ઉંઘમાંથી ઉઠાડયા અને પછી તેઓએ તેમને કહ્યું, અમને બચાવો અથવા 2) જ્યારે તેઓ ઈસુને જગાડી રહ્યા હતા, ત્યારે તેઓ પોકારતા હતા કે ""અમને બચાવો.

Save us ... we are about to die

જો તમારે આ શબ્દને વ્યાપક કે વિશિષ્ટ રીતે અનુવાદ કરવું હોય તો કરી શકો છો જેમાં વ્યાપક શ્રેષ્ઠ છે. શિષ્યોનો અર્થ સંભવતઃ છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ પોતાને તથા શિષ્યોને ડૂબી જવાથી બચાવી લે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

we are about to die

અમે મરી રહ્યા છીએ

Matthew 8:26

to them

શિષ્યોને

Why are you afraid, you of little faith?

ઈસુ આ અલંકારિક પ્રશ્ન દ્વારા શિષ્યોને ઠપકો આપતા હતા. વૈકલ્પિક ભાષાંતર: તમારે ડરવું ન જોઈએ ... વિશ્વાસ રાખો! અથવા તમારે ડરવાની કોઈ જરૂર નથી ... વિશ્વાસ રાખો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

you of little faith

તમે ઓ અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કેમ કે તોફાન વિશેની શિષ્યોની ચિંતા દર્શાવે છે કે ઈસુ તે તોફાન પર નિયંત્રણ કરી શકશે કે કેમ તે વિશે તેઓ(શિષ્યો)માં અલ્પવિશ્વાસ હતો. તમે આનો અનુવાદ માથ્થી 6:30માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 8:27

What sort of man is this, that even the winds and the sea obey him?

પવન અને સમુદ્ર પણ એમનું માને છે! આ શી તરેહનું માણસ છે? આ અલંકારિક પ્રશ્ન બતાવે છે કે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""આવા વ્યક્તિ આપણે ક્યારેય જોયા નથી! પવન અને તોફાન પણ એમનું માને છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

even the winds and the sea obey him

લોકો અથવા પ્રાણી માટે આજ્ઞાનું પાલન કરવું અથવા આજ્ઞાનો અનાદર કરવું એ આશ્ચર્યજનક નથી, પરંતુ પવન અને પાણી આજ્ઞા માને તે ખૂબ આશ્ચર્યજનક છે. આ વ્યક્તિત્વ કુદરતી તત્વોનું વર્ણન એ રીતે કરે છે જાણે કે તે તત્વો માણસની જેમ સાંભળવા અને જવાબ આપવા સક્ષમ હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

Matthew 8:28

Connecting Statement:

અહીં લેખક, ઈસુ લોકોને સાજાપણું આપે છે તે વિષય-વસ્તુ પર પરત ફરે છે. બે ભૂત વળગેલા માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતથી આ વાતની શરૂઆત થાય છે.

to the other side

ગાલીલના સમુદ્રને બીજા કિનારે

the country of the Gadarenes

ગદરાની દેશનું નામ ગદરા પ્રદેશના નામથી પડ્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

two men who were possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બે માણસો જેઓને ભૂત વળગેલા હતા અથવા બે માણસો જેઓને અશુદ્ધ આત્માઓ નિયંત્રિત કરી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

They were coming ... were very violent, so that no one could pass by on that road

આ બે માણસોને નિયંત્રિત કરનારા અશુદ્ધ આત્મા એટલા ભયંકર હતા કે કોઈ પણ તે વિસ્તારમાંથી પસાર થઈ શકતો ન હતો.

Matthew 8:29

Behold

આ વિસ્તૃત ઘટનામાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

What do we have to do with you, Son of God?

અશુદ્ધ આત્માઓ પ્રશ્નનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ ઈસુ તરફ પ્રતિકૂળ છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના પુત્ર! અમને પરેશાન કરશો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Son of God

ઈસુના માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે, જે ઈસુના ઈશ્વર સાથેના સબંધને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Have you come here to torment us before the set time?

ફરીથી, અશુદ્ધ આત્મા વિરોધાભાસમાં પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે અમારા માટે શિક્ષાનો સમય નિર્ધાર કર્યો છે અને તે સમય પહેલા અમને શિક્ષા કરીને ઈશ્વરની આજ્ઞાની અવગણના ન કરો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 8:30

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી ઈસુના આવ્યા પહેલાં ત્યાં ભૂંડનું ટોળું હતું તે વિશે પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Matthew 8:31

If you cast us out

તે સૂચવે છે કે અશુદ્ધ આત્માઓ જાણતા હતા કે ઈસુ તેમને બહાર ફેંકી દેશે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે અમને બહાર કાઢી મૂકવાના છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

us

અશુદ્ધ આત્માઓ માટે, આ વિશિષ્ટ વાક્ય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

Matthew 8:32

to them

આ માણસની અંદર અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે.

the demons came out and went into the pigs

અશુદ્ધ આત્માઓ મનુષ્યને છોડીને ચાલ્યા ગયા અને ભૂંડોમાં પેઠા.

behold

હવે પછીની આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ આપણને તૈયાર કરે છે.

rushed down the steep hill

ઝડપથી દોડીને સીધા ઢાળ પરથી નીચે પડી ગયા

they died in the water

તેઓ પાણીમાં પડ્યા અને ડૂબી ગયા.

Matthew 8:33

Connecting Statement:

ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા બે માણસને સાજા કરે છે તે વૃતાંતનું આ સમાપન છે.

those who had been tending the pigs

ભૂંડોની કાળજી લેનારા

what had happened to the men who had been possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે માણસો પર અશુદ્ધ આત્માઓનો નિયંત્રણ હતો તેઓને મદદ કરવા ઈસુએ શું કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 8:34

Behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અગાઉની ઘટનાઓ કરતા જુદા લોકોનો સમાવેશ કરી શકે છે. તમારી ભાષામાં એ દર્શાવવાની રીત હોઈ શકે છે.

all the city

શહેર"" શબ્દ શહેરના લોકો માટે રૂપક છે. સર્વ શબ્દ સંભવતઃ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેવી રીતે ઘણા લોકો બહાર આવ્યા. અહીં એવું જરૂરી નથી કે શહેરમાંથી દરેક વ્યક્તિ બહાર આવી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

their region

તેઓનો વિસ્તાર