John 21

John 21:1

જ્યારે ઇસુએ તેના શિષ્યોને ફરી દર્શન દીધું ત્યારે તેઓ ક્યાં હતા?

શિષ્યો તિબેરિયાસ સમુદ્રને કાંઠે હતા જ્યારે ઇસુએ તેમને ફરીથી દર્શન દીધું

John 21:2

કયા શિષ્યો તિબેરિયાસ સમુદ્રને કાંઠે હતા?

સિમોન પિતર, થોમા, જે દિદુમસ કહેવાતો હતો, ગાલીલના કાનાનો નથાનીએલ, ઝબદીના દીકરાઓ અને ઈસુના બીજા બે શિષ્યો તિબેરિયાસ સમુદ્રએ હતા.

John 21:3

આ શિષ્યો શું કરી રહ્યા હતા?

આ શિષ્યો માછલી પકડવા ગયા હતા પણ તેઓ આખી રાત કંઈ પકડી શક્યા નહોતા.

John 21:6

ઇસુએ શિષ્યોને શું કરવાનું કહ્યું?

ઇસુએ શિષ્યોને હોડીની જમણી તરફ જાળ નાંખવાનું કહ્યું અને તેઓને માછલી મળશે.

જ્યારે શિષ્યોએ પોતાની જાળો નાંખી ત્યારે શું બન્યું?

તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહીં કારણકે તેમાં ઘણી બધી માછલીઓ હતી.

John 21:7

જે શિષ્ય પર પ્રભુ પ્રેમ રાખતો હતો તેણે જ્યારે કહ્યું કે, “એ તો પ્રભુ છે”, ત્યારે સિમોન પિતરે શું કર્યું?

તેણે પોતાનો ડગલો પહેર્યો અને તે સમુદ્રમાં કૂદી પડ્યો.

John 21:8

બીજા શિષ્યોએ શું કર્યું?

બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા.

John 21:10

ઇસુએ તેના શિષ્યોએ પકડેલી થોડી માછલીઓને શું કરવાનું કહ્યું?

ઇસુએ તેના શિષ્યોને તેમણે પકડેલી માછલીઓમાંથી થોડી લાવવાનું કહ્યું.

John 21:14

મરી ગયેલામાંથી પાછા ઉઠ્યા પછી ઇસુએ તેના શિષ્યોને કેટલી વાર દર્શન દીધું હતું?

મરી ગયેલામાંથી પાછા ઉઠ્યા પછી ઇસુએ તેના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું હતું.

John 21:15

નાસ્તા પછી, ઇસુએ સિમોન પિતરને સહુ પ્રથમ કઈ વાત પૂછી?

ઇસુએ સિમોન પિતર ને પૂછ્યું કે શું તે તેઓના કરતાં ઇસુ પર વધારે પ્રેમ રાખે છે?

John 21:17

જ્યારે ઇસુએ ત્રીજી વાર ઇસુને પૂછ્યું કે શું પિતર ઇસુ પર પ્રેમ રાખે છે ત્યારે પિતરે કેવી રીતે જવાબ આપ્યો?

જ્યારે પિતરને ત્રીજી વાર પુછવામાં આવ્યું, પિતરે જવાબ આપ્યો, “પ્રભુ તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું તે તું જાણે છે.”

ત્રીજી વાર પિતરે ઈસુના પ્રશ્નનો જવાબ આપ્યો, “શું તું મારા પર પ્રેમ રાખે છે? ઇસુએ પિતરને શું કરવા કહ્યું?

ત્રીજી વાર, ઇસુએ તેને કહ્યુ, “મારા ઘેટાંને પાળ.”

John 21:18

ઇસુએ સિમોન પિતરને શું કહ્યું કે જ્યારે તે ઘરડો થશે ત્યારે તેની સાથે શું બનશે?

ઇસુએ સિમોન પિતરને કહ્યું કે જ્યારે તે ઘરડો થશે, ત્યારે તે પોતાનો હાથ લાંબો કરશે, અને બીજો કોઈ તેને બાંધીને તે જ્યાં જવા ઇચ્છતો નહીં હોય ત્યાં તેને લઈ જશે.

John 21:19

ઇસુએ પિતરને કેમ કહ્યું કે તે ઘરડો થશે ત્યારે તેનું શું થશે?

પિતર કયા પ્રકારના મોતથી દેવનો મહિમા પ્રગટ કરશે, તે સૂચવતા ઇસુએ તેમ કહ્યું.

John 21:21

ઇસુ જે શિષ્ય પર પ્રેમ રાખતો હતો તેના સંબંધમાં પિતરે ઇસુને શું પૂછ્યું?

પિતરે ઇસુને પૂછ્યું, “પ્રભુ, તે માણસનું શું થશે?”

John 21:22

કઈ રીતે ઇસુએ પિતરના પ્રશ્ન, “પ્રભુ, તે માણસનું શું થશે” નો જવાબ આપ્યો?

ઇસુએ પિતરને કહ્યું, “તું મારી પાછળ આવ.”

John 21:24

કોણે આ પુસ્તક લખ્યું અને તે શું સાક્ષી આપે છે?

જે શિષ્ય પર પ્રભુ પ્રેમ રાખતો હતો તેણે આ પુસ્તક લખ્યું અને સાક્ષી આપી કે આ પુસ્તકમાં લખેલી વાતો સાચી છે.