John 20

John 20:1

મગ્દલાની મરિયમ ક્યારે કબરે આવી?

અઠવાડિયાને પહેલે દહાડે મોટે મળસકે તે કબરે આવી.

મગ્દલાની મરિયમ જ્યારે કબરે આવી ત્યારે તેણે શું જોયું?

તેણે કબર પરથી પથ્થર ખસેડેલો જોયો.

John 20:2

મગ્દલાની મરિયમે બે શિષ્યોને શું કહ્યું?

તેણે તેમને કહ્યું, “તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે, અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે અમે જાણતા નથી.”

John 20:3

મગ્દલાની મરિયમે જે કહ્યું તે સાંભળ્યા પછી પિતર અને બીજા શિષ્યએ શું કર્યું?

તેઓ બંને કબરે ગયા.

John 20:4

મગ્દલાની મરિયમે જે કહ્યું તે સાંભળ્યા પછી પિતર અને બીજા શિષ્યએ શું કર્યું?

તેઓ બંને કબરે ગયા.

John 20:6

સિમોન પિતરે કબરમાં શું જોયું?

પિતરે ત્યાં શણના લૂગડાં પડેલા જોયા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લૂગડાંની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો.

John 20:7

સિમોન પિતરે કબરમાં શું જોયું?

પિતરે ત્યાં શણના લૂગડાં પડેલા જોયા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લૂગડાંની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો.

John 20:8

બીજા શિષ્યએ કબરમાં જે જોયું તે બાબત નો તેનો પ્રતિભાવ કેવો હતો?

તેણે જોયું અને વિશ્વાસ કર્યો.

John 20:12

મરિયમે જ્યારે નીચા નમીને કબરમાં ડોકિયું કર્યું ત્યારે તેણે શું જોયું?

જ્યાં ઇસુનું મુડદું મૂકવામાં આવ્યું હતું, ત્યાં ઉજળાં લૂગડાં પહેરેલા બે દૂતને, એકને ઓશીકે અને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા.

John 20:13

દૂતોએ મરિયમને શું કહ્યું?

તેઓએ તેને પુછ્યું, “બાઈ, તું કેમ રડે છે?”

John 20:14

જ્યારે મરિયમ પાછળ ફરી ત્યારે તેણે શું જોયું?

તેણે ઇસુને ત્યાં ઉભેલો જોયો, પણ એ ઇસુ છે તે તેણે જાણ્યું નહીં.

John 20:15

મરિયમે શું વિચાર્યું કે ઇસુ કોણ છે?

તેણે વિચાર્યું કે તે માળી છે.

John 20:16

મરિયમે ઇસુને ક્યારે ઓળખ્યો?

તેણે ઇસુને ઓળખ્યો જ્યારે તેણે તેનું નામ કહ્યું, “મરિયમ”.

John 20:17

ઇસુએ મરિયમને કેમ કહ્યું કે તે ઇસુને સ્પર્શ ના કરે?

ઇસુએ મરિયમને કહ્યું કે મને સ્પર્શ ન કર કારણકે તે હજુ બાપની પાસે ચઢી ગયો નહોતો.

ઇસુએ મરિયમને તેના ભાઈઓને શું કહેવાનું કહ્યું?

ઇસુએ તેને તેના ભાઈઓને કહેવાનું કહ્યું કે, તેનો બાપ અને તેમનો બાપ, તેનો દેવ અને તેમનો દેવ તેની પાસે તે ચઢી જાય છે.

John 20:18

મગ્દલાની મરિયમે કબર પરથી પથ્થર ગબડાવેલો જોયો પછી તેણે શું કર્યું?

તે દોડી ગઈ અને બીજા શિષ્યોને ઇસુનો સંદેશો કહી સંભળાવ્યો.

John 20:19

અઠવાડિયાને પહેલે દહાડે સાંજ પડ્યે જ્યાં શિષ્યો હતા ત્યાં શું બન્યું?

ઇસુ આવ્યો અને તેમની વચમાં ઊભો રહ્યો.

John 20:20

ઇસુએ શિષ્યોને શું બતાવ્યું?

તેણે તેમને તેના હાથ અને કુંખ બતાવ્યા.

John 20:21

ઇસુએ તેના શિષ્યોને શું કહ્યું કે તે શું કરશે?

ઇસુએ કહ્યું કે જેમ બાપે તેને મોકલ્યો હતો તેમ તે પોતાના શિષ્યોને મોકલે છે.

John 20:22

ઇસુએ તેના શિષ્યો પર શ્વાસ નાંખ્યા પછી તેણે શિષ્યોને શું કહ્યું?

તેણે તેમને કહ્યું, “તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે અને જેઓના પાપ તમે કાયમ રાખો છો, તેઓના પાપ કાયમ રહે છે.”

John 20:23

ઇસુએ તેના શિષ્યો પર શ્વાસ નાંખ્યા પછી તેણે શિષ્યોને શું કહ્યું?

તેણે તેમને કહ્યું, “તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે અને જેઓના પાપ તમે કાયમ રાખો છો, તેઓના પાપ કાયમ રહે છે.”

John 20:24

ઈસુના શિષ્યોએ જ્યારે ઇસુને જોયો ત્યારે તેના શિષ્યોમાનોં કયો શિષ્ય હાજર નહોતો?

થોમા, બારમાનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો.

John 20:25

થોમાએ શું કહ્યું કે ઇસુ જીવતો છે તે જાણવા માટે તેણે શું કરવાનું હતું?

થોમાએ કહ્યું કે વિશ્વાસ કરતાં પહેલા તેણે ઈસુના હાથમાં ખિલાઓના વેહ જોવા પડશે અને ખિલાઓના વેહમાં તેની આંગળીઓ મૂકવી પડશે અને ઇસુની કૂખમાં તેનો હાથ ઘાલવો પડશે.

John 20:26

થોમાએ ઇસુને ક્યારે જોયો?

આઠ દિવસ પછી, જ્યારે બારણાં બંધ હતા, થોમા બીજા શિષ્યોની સાથે હતો ત્યારે ઇસુ આવ્યો અને તેમની વચમાં ઊભો રહ્યો.

John 20:27

ઇસુએ થોમાને શું કરવા કહ્યું?

ઇસુએ થોમાને કહ્યું કે તે તેની આંગળી પહોંચાડીને તેના હાથ જુએ અને તેનો હાથ ઇસુની કુંખમાં ઘાલે. પછી ઇસુએ થોમાને કહ્યું કે અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા.

John 20:28

થોમાએ ઇસુને શું કહ્યું?

થોમાએ કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ.”

John 20:29

ઇસુએ કહ્યું કે કોણ ધન્ય છે?

ઇસુએ કહ્યું, “જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓ ધન્ય છે.”

John 20:30

શું ઇસુએ બીજા ચમત્કારો કર્યા હતા કે જે આ પુસ્તકમાં લખેલા નથી?

હા, ઇસુએ તેના શિષ્યોની રૂબરૂ ઘણા ચમત્કારો કર્યા હતા જે યોહાન ના પુસ્તકમાં લખેલા નથી.

John 20:31

શા માટે ચમત્કારો આ પુસ્તકમાં લખેલા છે?

તે લખેલા છે કે જેથી તમે વિશ્વાસ કરો કે ઇસુ તે જ ખ્રિસ્ત, દેવનો દીકરો છે, અને જેથી તમે વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો.