John 19

John 19:2

પિલાતે ઇસુને કોરડા મરાવ્યા પછી સિપાઈઓએ ઇસુને શું કર્યું?

સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો, અને તેને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો, તેઓએ તેની પાસે આવીને કહ્યું કે, હે યહુદીઓના રાજા સલામ! અને તેઓએ તેને મુકકીઓ મારી.

John 19:3

John 19:4

પિલાત ઇસુને ફરી કેમ લોકોની આગળ બહાર લાવ્યો?

પિલાત ઇસુને લોકોની આગળ બહાર લાવ્યો કે જેથી તેઓ જાણે કે પિલાતને ઇસુમાં કોઈ ગુનો માલૂમ પડ્યો નથી.

John 19:5

જ્યારે પિલાત ઇસુને લોકો આગળ ફરી બહાર લાવ્યો ત્યારે ઇસુએ શું પહેર્યું હતું?

ઇસુએ કાંટાનો મુગટ અને જાંબુડા રંગનો ઝભ્ભો પહેર્યો હતો.

John 19:6

મુખ્ય યાજકો અને સિપાઈઓએ જ્યારે ઇસુને જોયો ત્યારે તેમણે શું કહ્યું?

તેઓએ બૂમ પાડી અને કહ્યું, “એને વધસ્તંભે જડો, વધસ્થંભે જડો!”

John 19:7

યહુદીઓએ શું કહ્યું જેથી પિલાત વધારે બિધો?

યહુદીઓએ પિલાતને કહ્યું, “અમારે નિયમશાસ્ત્ર છે, અને તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમકે એણે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે.

John 19:8

યહુદીઓએ શું કહ્યું જેથી પિલાત વધારે બિધો?

યહુદીઓએ પિલાતને કહ્યું, “અમારે નિયમશાસ્ત્ર છે, અને તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમકે એણે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે.

John 19:9

જ્યારે પિલાતે ઇસુને પૂછ્યું કે “તું ક્યાંનો છે” ત્યારે ઇસુએ શો ઉત્તર આપ્યો?

ઇસુએ તેને ઉત્તર આપ્યો નહીં.

John 19:11

ઇસુએ શું કહ્યું કે કોણે પિલાતને ઇસુ પર અધિકાર આપ્યો છે.

ઇસુએ કહ્યું, “ઉપરથી તને અપાયા વગર મારા પર તને કંઈ અધિકાર ના હોત.”

John 19:12

જોકે પિલાત ઇસુને છોડી દેવા માંગતો હતો, યહુદીઓએ શું કહ્યું કે જેથી તે રોકાઈ ગયો?

યહુદીઓએ બૂમ પાડીને કહ્યું, “જો તું એ માણસને છોડી દે, તો તું કૈસરનો મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કૈસરની વિરુધ્ધ બોલે છે.”

John 19:15

પીલાતે તેઓને ઇસુને વધસ્તંભે જડાવા સોંપ્યો તે પહેલા મુખ્ય યાજકો કઈ છેલ્લી વાત બોલ્યા?

મુખ્ય યાજકો બોલ્યા, “કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.

John 19:16

પીલાતે તેઓને ઇસુને વધસ્તંભે જડાવા સોંપ્યો તે પહેલા મુખ્ય યાજકો કઈ છેલ્લી વાત બોલ્યા?

મુખ્ય યાજકો બોલ્યા, “કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.

John 19:17

તેઓએ ઇસુને ક્યાં વધસ્તંભે જડયો?

તેઓએ ઇસુને ગુલગુથા નામની જગ્યા, જેનો અર્થ “ખોપરીની જગ્યા” થાય છે ત્યાં વધસ્તંભે જડયો.

John 19:18

તેઓએ ઇસુને ક્યાં વધસ્તંભે જડયો?

તેઓએ ઇસુને ગુલગુથા નામની જગ્યા, જેનો અર્થ “ખોપરીની જગ્યા” થાય છે ત્યાં વધસ્તંભે જડયો.

ત્યાં શું તે દિવસે ઇસુ વધસ્તંભે જડાનાર એક માત્ર હતા?

ના, બીજા બે માણસો, ઇસુની બંને બાજુએ, તેની સાથે વધસ્તંભે જડાયા હતા.

John 19:19

પિલાતે શું લેખ લખ્યો હતો જે ઈસુના વધસ્તંભ પર લગાડવામાં આવ્યો હતો.

તે લેખમાં લખવામાં આવ્યું હતું કે, “ઇસુ નાઝારી, યહુદીઓનો રાજા.”

John 19:20

ઈસુના વધસ્તંભ પર કઈ ભાષાઓમાં તે લેખ લખવામાં આવ્યો હતો?

તે લેખ હિબ્રૂ, લેટિન, અને ગ્રીકમાં લખવામાં આવ્યો હતો.

John 19:23

સિપાઈઓએ ઈસુના લૂગડાંનું શું કર્યું?

સિપાઈઓએ ઈસુના લૂગડાં ચાર ભાગમાં વહેંચી લીધા, દરેક સિપાઈને વાસ્તે એક. પણ ઇસુનો ડગલો, જે સીવણ વગરનો હતો, તે કોને મળે તે વાસ્તે તેમણે ચિઠ્ઠીઓ નાખી.

સિપાઈઓએ ઈસુના લૂગડાંનું જે કર્યું તે તેમણે કેમ કર્યું?

આ એ માટે બન્યું કે જેથી શાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય કે, “તેઓએ માંહોમાહે મારા લૂગડાં વહેંચી લીધા.”

John 19:24

John 19:25

ઈસુના વધસ્તંભની પાસે કોણ ઊભું હતું?

ઇસુની માં, તેની માસી, ક્લોપાની સ્ત્રી મરિયમ તથા મગદલાની મરિયમ ઊભા રહેલા હતા.

John 19:26

ઈસુના વધસ્તંભની પાસે કોણ ઊભું હતું?

ઇસુની માં, તેની માસી, ક્લોપાની સ્ત્રી મરિયમ તથા મગદલાની મરિયમ ઊભા રહેલા હતા.

ઇસુએ જ્યારે પોતાની માને અને જેના પર તે પ્રેમ રાખતો હતો તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા ત્યારે તેણે પોતાની માને શું કહ્યું?

ઇસુએ તેને કહ્યું, “બાઈ, જો, આ તારો દીકરો!”

John 19:27

જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તેને જ્યારે ઇસુએ કહ્યું કે, “જો, તારી માં!” પછી તેણે શું કર્યું?

તે જ ઘડીએ જે શિષ્ય પર ઇસુ પ્રેમ રાખતો હતો તે ઇસુની માને પોતાને ઘેર તેડી ગયો.

John 19:28

ઇસુએ કેમ કહ્યું, “મને તરસ લાગી છે?”

ઇસુએ શાસ્ત્રવચન પૂરું કરવા માટે આ કહ્યું.

John 19:29

ઇસુએ જે વાદળી તેના મો આગળ ધરવામાં આવી હતી તેમાથી સરકો લીધા પછી શું કર્યું?

સરકો લીધા પછી, ઇસુએ કહ્યું, “સંપૂર્ણ થયું.” પછી તેણે માથું નમાવ્યું અને તેનો પ્રાણ છોડ્યો.

John 19:30

ઇસુએ જે વાદળી તેના મો આગળ ધરવામાં આવી હતી તેમાથી સરકો લીધા પછી શું કર્યું?

સરકો લીધા પછી, ઇસુએ કહ્યું, “સંપૂર્ણ થયું.” પછી તેણે માથું નમાવ્યું અને તેનો પ્રાણ છોડ્યો.

John 19:31

યહુદીઓ કેમ ઇચ્છતા હતા કે પિલાત મરણદંડ પામેલા માણસોના પગ ભાંગે?

તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તેઓના મુડદા વિશ્રામવારે(તે વિશ્રામવાર મોટો દિવસ હતો) વધસ્તંભ પર ના રહે, માટે યહુદીઓએ પિલાતને વિનંતી કરી કે મરણદંડ પામેલા માણસોના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલ્દી મરણ પામે અને તેમના શરીર ઉતારી લેવામાં આવે.

John 19:33

સિપાઈઓએ કેમ ઈસુના પગ ભાંગ્યા નહી?

તેમણે ઈસુના પગ ભાંગ્યા નહીં, કારણ કે તેમણે જોયું કે તે ક્યારનો મરણ પામ્યો હતો.

John 19:34

ઇસુ ક્યારનો મરી ગયો છે તે જોયા પછી સિપાઈઓએ ઇસુને શું કર્યું?

સિપાઈઓમાનાં એકે ભાલાથી ઇસુની કૂખ વીંધી, જેથી લોહી અને પાણી નીકળ્યા.

John 19:35

કેમ એક વ્યક્તિ જેણે ઈસુના વધસ્તંભે જડાવા વિષેની બધી બાબતો નજરે જોઈ તે તેમણે સાક્ષી આપે છે?

તે વ્યક્તિ આ બધા બનાવો ની સાક્ષી આપે છે કે જેથી તમે પણ વિશ્વાસ કરો.

John 19:36

ઈસુના પગ કેમ ભાંગવામાં આવ્યા નહીં અને ઇસુને ભાલાથી કેમ વીંધવામાં આવ્યો?

આ બધુ બન્યું કે જેથી શાસ્ત્રવચન પૂરું થાય, “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં.” વળી બીજું શાસ્ત્રવચન છે, “જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.”

John 19:37

John 19:38

કોણ આવ્યું અને ઇસુનું મુડદું લઈ જવાની મંજૂરી માંગી?

અરીમથાઈના યુસફે પિલાત પાસે ઇસુનું મુડદું લઈ જવાની મંજૂરી માંગી.

John 19:39

ઇસુનું મુડદું લઈ જવા અરિમથાઈના યુસુફ સાથે કોણ આવ્યું હતું?

અરિમથાઈ ના યુસફ સાથે નિકોદેમસ આવ્યો હતો.

John 19:40

અરિમથાઈના યુસફ અને નિકોદેમસે ઈસુના શરીરનું શું કર્યું?

તેઓએ ઇસુનું મુડદું સુગંધી દ્રવ્યો લગાડીને, શણના લૂગડાંમાં લપેટયું. ત્યારબાદ તેમણે ઇસુનું મુડદું લઈને એક નવી કબરમાં મૂક્યું જે એક વાડિમાં હતી.

John 19:41

અરિમથાઈના યુસફ અને નિકોદેમસે ઈસુના શરીરનું શું કર્યું?

તેઓએ ઇસુનું મુડદું સુગંધી દ્રવ્યો લગાડીને, શણના લૂગડાંમાં લપેટયું. ત્યારબાદ તેમણે ઇસુનું મુડદું લઈને એક નવી કબરમાં મૂક્યું જે એક વાડિમાં હતી.