John 17

John 17:2

કેમ બાપે ઇસુને સર્વ માણસો પર અધિકાર આપ્યો?

બાપે એમ કર્યું કે જેથી ઇસુ તે દરેકને અનંતજીવન આપે જે બાપે તેને આપ્યા છે.

John 17:3

અનંત જીવન શું છે?

અનંત જીવન એટ્લે બાપને ઓળખવો, જે એકલો ખરો દેવ છે, અને તેને જેને તેણે મોકલ્યો છે, ઇસુ ખ્રિસ્ત.

John 17:4

ઇસુએ ઈશ્વરને કેવી રીતે પૃથ્વી પર મહિમાવાન કર્યો?

જે કામ કરવાનું બાપે તેને સોંપ્યું હતું તે કામ કરીને ઇસુએ બાપને પૃથ્વી પર મહિમાવાન કર્યો.

John 17:5

ઇસુ કયો મહિમા ઝંખે છે?

જગત ઉત્પન્ન થયા અગાઉ જે મહિમા તે બાપ સાથે ભોગવતો હતો તે જ મહિમા તે ઝંખે છે.

John 17:6

ઇસુએ કોની આગળ બાપનું નામ પ્રગટ કર્યું?

બાપે જેઓને જગતમાથી ઇસુને આપ્યા તેમની આગળ ઇસુએ બાપનું નામ પ્રગટ કર્યું.

John 17:8

જે લોકોને બાપે ઇસુને આપ્યા તેમણે કઈ રીતે ઈસુના શબ્દોનો પ્રતિભાવ આપ્યો?

તેઓએ ઈસુના શબ્દો સ્વીકાર્યા અને ખરેખર જાણ્યું કે ઇસુ બાપ પાસેથી આવ્યો છે અને તેઓએ વિશ્વાસ કર્યો કે બાપે ઇસુને મોકલ્યો છે.

John 17:9

કોના વિષે ઇસુ કહે છે કે તે તેમના માટે પ્રાર્થના કરતા નથી?

ઇસુ કહે છે કે તે જગત માટે પ્રાર્થના કરતાં નથી.

John 17:11

ટૂંકમાં, બાપે ઇસુને જે આપ્યા છે તેમના માટે ઇસુ બાપ પાસે શું કરવાનું માંગે છે?

ઇસુ બાપ પાસે માંગે છે કે તે તેમને બાપ ના નામ માં સંભાળી રાખે કે જેથી જેમ બાપ અને દીકરો એક છે તેમ તેઓ એક થાય.

John 17:12

જ્યારે ઇસુ જગતમાં હતો ત્યારે, બાપે જેઓને તેને આપ્યા હતા તેમના માટે તેણે શું કર્યું?

ઇસુએ તેમનું રક્ષણ કર્યું, કે જેથી કોઈનો નાશ ના થાય.

John 17:15

ટૂંક માં, બાપે ઇસુને જે આપ્યા હતા તેમના માટે ઇસુ બાપ પાસે શું માંગે છે?

ઇસુ બાપને તેમને ભૂંડાથી બચાવવા માટે વિનંતી કરે છે

John 17:19

ઇસુએ પોતાને કેમ પવિત્ર કર્યો?

ઇસુએ પોતાને પવિત્ર કર્યો કે જેથી તેઓ કે જેમને બાપે તેને આપ્યા હતા તેઓ પણ સત્યમાં પવિત્ર થાય.

John 17:20

બીજા કોના માટે ઇસુ પ્રાર્થના કરે છે?

ઇસુ એ લોકો માટે પ્રાર્થના કરે છે કે જેઓ એ સમયે તેની પાછળ ચાલતા હતા તેમના વચનો દ્વારા તેના પર વિશ્વાસ કરશે.

John 17:21

ઇસુ જે લોકો બાપે ઇસુને આપ્યા હતા તેમના માટે બાપ પાસે શું માંગે છે?

ઇસુ બાપને તે લોકોને બાપના નામમાં સંભાળી રાખવા કહે છે જેથી તેઓ એક થાય, તેઓ માટે તેઓ ઈસુના અને બાપના નામમાં એક થાય કે જેથી જગત જાણે કે ઈશ્વરે ઇસુને મોકલ્યો હતો.

John 17:23

બાપ એ લોકો પર કેવો પ્રેમ રાખે છે જેમને તેણે ઇસુને આપ્યા છે?

બાપ તેમને પ્રેમ કરે છે જેમ તેણે ઇસુને પ્રેમ કર્યો.

John 17:24

જે લોકોને બાપે ઇસુને આપ્યા છે તેમના માટે ઇસુ બાપને શું કરવાનું કહે છે?

ઇસુ કહે છે કે તેના અનુયાયીઓ જ્યાં તે છે ત્યાં તેની સાથે, તેનો મહિમા જોવા હોય.

John 17:26

જે લોકોને બાપે ઇસુને આપ્યા છે તેમને ઇસુએ બાપનું નામ કેમ જણાવ્યુ?

ઇસુએ તેમને બાપનું નામ જણાવ્યુ અને જણાવશે કે જેથી જે પ્રેમથી બાપે ઇસુને પ્રેમ કર્યો તે તેમનામા રહે અને ઇસુ તેમનામાં રહે.