John 16

John 16:1

ઇસુએ આ વચનો શિષ્યોને કેમ કહ્યા?

ઇસુએ આ વચનો તેમણે કહ્યા કે જેથી કોઈ તેમણે ઠોકર ના ખવડાવે.

John 16:3

લોકો કેમ ઈસુના શિષ્યોને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે અને તેમના કેટલાક ને મારી નાંખશે?

તેઓ આમ કરશે કારણકે તેઓ બાપને કે ઇસુને ઓળખાતા નથી.

John 16:4

ઇસુએ આ વચનો પહેલેથી જ પોતાના શિષ્યોને કેમ કહ્યા નહોતા?

ઇસુએ પહેલેથી જ આ વચનો તેમણે કહ્યા નહોતા કારણકે તે તેમની સાથે હતો.

John 16:7

ઇસુ માટે જવું કેમ સારું છે?

ઇસુ માટે જવું સારું છે કારણકે જો તે ના જાય તો સંબોધક તેઓ પાસે આવશે નહીં: પણ જો ઇસુ જાય તો, ઇસુ તેમની પાસે સંબોધકને મોકલી આપશે.

John 16:8

કઈ બાબત વિષે સંબોધક જગતને ખાતરી કરાવી આપશે?

સંબોધક જગતને પાપ, ન્યાયીપણા, તથા ન્યાય ચૂકવવા વિષે ખાતરી કરાવી આપશે.

John 16:13

જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે શિષ્યો માટે શું કરશે?

તે શિષ્યોને સર્વ સત્યમાં દોરી જશે; કારણકે તે પોતા તરફથી બોલશે નહીં; પણ જે કઈ તે સાંભળશે, તે બધી વાતો તે બોલશે અને જે બાબતો થવાની છે તે તેમણે પ્રગટ કરશે.

John 16:14

કઈ રીતે સત્યનો આત્મા ઇસુને મહિમાવાન કરશે?

તે ઇસુનું જે છે તે લઈને અને શિષ્યોને પ્રગટ કરીને ઇસુને મહિમાવાન કરશે.

John 16:15

સત્યનો આત્મા જે ઇસુનું છે તેને શું કરશે?

સત્યનો આત્મા ઇસુનું જે છે તે લઈને શિષ્યોને કહી દેખાડશે.

John 16:17

ઇસુની કઈ વાતો તેના શિષ્યો સમજયા નહીં?

તેઓ એ સમજ્યા નહીં જ્યારે ઇસુએ કહ્યું, “થોડીવાર પછી, તમે મને જોશો નહીં; ફરી થોડી વાર પછી, તમે મને જોશો,” અને જ્યારે તેણે કહ્યું, “કારણકે હું બાપ પાસે જાઉં છુ.”

John 16:18

ઇસુની કઈ વાતો તેના શિષ્યો સમજયા નહીં?

તેઓ એ સમજ્યા નહીં જ્યારે ઇસુએ કહ્યું, “થોડીવાર પછી, તમે મને જોશો નહીં; ફરી થોડી વાર પછી, તમે મને જોશો,” અને જ્યારે તેણે કહ્યું, “કારણકે હું બાપ પાસે જાઉં છુ.”

John 16:20

શિષ્યો ની દિલગીરીનું શું થશે?

શિષ્યો ની દિલગીરી આનંદરૂપ થઈ જશે.

John 16:22

શું બનશે જે શિષ્યોને આનંદ પમાડશે?

તેઓ ઇસુને ફરીથી જોશે, અને તેમના હૃદયો આનંદ પામશે.

John 16:24

ઇસુ કેમ શિષ્યોને માંગવાનુ અને મેળવવાનું કહે છે?

ઇસુ તેમણે આમ કરવાનું કહે છે કે જેથી તેમનો આનંદ સંપૂર્ણ થાય.

John 16:27

કયા કારણથી બાપ પોતે ઈસુના શિષ્યો પર પ્રેમ રાખે છે?

બાપ ઈસુના શિષ્યો પર પ્રેમ રાખે છે કારણકે શિષ્યોએ ઇસુ પર પ્રેમ રાખ્યો અને એવો વિશ્વાસ રાખ્યો કે તે બાપ પાસેથી આવ્યો હતો.

John 16:28

ઇસુ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જઈ રહ્યો હતો?

ઇસુ આ જગતમાં બાપ પાસેથી આવ્યો હતો અને જગત છોડીને બાપ પાસે પાછો જઈ રહ્યો હતો.

John 16:32

ઇસુએ શું કહ્યું કે તે ઘડીએ શિષ્યો શું કરશે?

ઇસુએ કહ્યું કે શિષ્યો વિખરાઈ જશે, દરેક પોતપોતાનાની તરફ, અને તેઓ ઇસુને એકલો મૂકી દેશે.

જ્યારે ઇસુને શિષ્યો એકલો મૂકી દેશે ત્યારે તેની સાથે હજી કોણ રહેવાનુ હતું.

બાપ હજી ઇસુની સાથે રહેવાનો હતો.

John 16:33

ઇસુ કેમ તેના શિષ્યોને હિમ્મત રાખવાનું કહે છે જો કે જગતમાં તેમણે સંકટ છે?

ઇસુએ તેમને હિમ્મત રાખવાનું કહ્યું કારણકે તેણે જગતને જીત્યું હતું.